મારગે મળ્યા’તા શ્યામ – હરીન્દ્ર દવે

કવિ શ્રી હરીન્દ્ર દવેનો કૃષ્ણપ્રેમ આમ તો કોઈથી અજાણ્યો નથી..! એમની અનુભૂતિના કૃષ્ણ વિષે કવિ શું કહે છે – એ તો આ ગીત ‘આ એ જ હશે વૃંદાવન‘ ની પ્રસ્તાવનામાં તમને જણાવ્યું હતું. અને એ પ્રસ્તાવના જે પુસ્તકમાંથી લેવાઈ હતી – ‘મારગે મળ્યા’તા શ્યામ’ – નું શિર્ષકગીત આજે આપણે માણીએ – હિમાલી વ્યાસના મઘ ઝબોળ્યા સ્વરમાં..!

સ્વરાંકન – રસિકલાલ ભોજક
સ્વર – હિમાલી વ્યાસ

(ચિત્ર માટે આભાર – Krishna.Com)

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એને માથાનું મોરપિચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢળ્યા’તા શ્યામ, કોણ માનશે?

– હરીન્દ્ર દવે

17 replies on “મારગે મળ્યા’તા શ્યામ – હરીન્દ્ર દવે”

 1. Vishal SHAH says:

  બહુજ મધુર અવાજ છે!

 2. beautiful voice…sundar geet…

 3. Viral says:

  સરસ

 4. Komal.Gohil says:

  ખુબ સરસ…..

 5. dipti says:

  મીઠો મધુરો અવાજ અને એવુ જ મીઠુ ગીત….

  મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
  મારે હૈયે ઢળ્યા’તા શ્યામ, કોણ માનશે?….

 6. K says:

  મીઠો મધુરો અવાજ….
  હરીન્દ્ર દવે..દીગ્ગજ કવિ..
  આકાશવાણી..પર રસિકલાલ ભોજક ના ખૂબ composition સાંભળેલ..

 7. Vijay Bhatt ( Los Angeles) says:

  હિમાલિ વ્યાસનો અવાજ સુન્દર અને તૈયારી વાળૉ છે!
  શરુઆતનો આલાપ ગમ્યો… જરાક્ જુદો પ્રયોગ !

  હરિન્દ્રભાઇની અનેક સુન્દર પ્રેમ્-લક્ષ્ણા-ક્રુષ્ણ્-ભક્તિની ફ્રુતિઓ માની એક્…સુન્દર રચના..!

 8. shaunak pandya says:

  વાહ્…………………..

 9. Ketan says:

  This song perhaps was sung by Mitali Mukherji first in “Aa Maas Nu Geet (? not sure of the name of program)” on Amdavad Aakashvani; ofcourse as a great composition of Rasiklal Bhojak. I wish Aakashvani could provide treasures from their archives to Tahuko.

 10. uma says:

  yes Ketanbhai is right this song is from Aakashvanee Amdavad on program aa maas nu Geet.this is one of my favrite song with great composition.

 11. Nilesh sheth says:

  વાહ હેમાલિબેન ………..શબ્દો નથિ મલતા

 12. vijay says:

  ઘના જુદા જુદા ગાયકોૂ પાસેથિ સામભલ.લુ આ ગિત્આજે જુદિ જ અભિવ્યક્તિસુન્દર,આતિ સુન્દર્.

 13. અભિનદન હેમલિબેન અને તહુકો.કોમ , સહુને , હરિન્દ્રભૈ ભૈ ન સબ્દોથિ ષય્મ ને પરિચિકર્વિ તર્બ્બુતર કરવિઆપ્યા

 14. mosami says:

  superb feeling no words

 15. વિભોર says:

  હરીન્દ્રભાઈની આ નજુક રચનાને આવા સુંદર કંઠે પ્રસ્તુત કરવા માટે ઘણો આભાર.
  આકાશવાણીની સુંદર રજૂઆત પણ મેળવવી રહી.

 16. Nairuti says:

  Very soothing voice. Sung very well

 17. નવિન કાટવાળા, says:

  આ કાવ્ય ઘણૂ સારી રીતે ગવાયુ છે. કદાચ “માનશે “વધારે લંબાઇ શકાયુ હોત અને એટલીજ મીઠાશ મળત.

  આભાર

  નવીન કાટવાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *