પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે? – નીતિન વડગામા

કવિ શ્રી નીતિન વડગામાને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ મઝાની ગઝલ..!

(Dream Destination for May 2011 – Half Dome, Yosemite National Park)

*****

પંડને પણ ક્યાં પમાતું હોય છે?
તોય અળગું ક્યાં થવાતું હોય છે?

હાથ જ્યાં લંબાય ત્યાં બીજી ક્ષણે
રિક્તપાણિ થૈ જવાતું હોય છે!

પગ ભલેને હોય પોલાદી છતાં
એક ડગલું ક્યાં ચલાતું હોય છે?

ઝાડ હો તો ડાળ પણ નીચી નમે
પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે?

હાથમાં પાસા નથી તો શું થયું?
જૂગટું મનમાં રમાતું હોય છે!

– નીતિન વડગામા

18 replies on “પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે? – નીતિન વડગામા”

  1. મુજ ને આજ ઘણો વસવસો થાય કે,
    જે પલ મારા હાથ મા હતુ એને મે જાણ્યુ નહી,
    અને જે નથી એને વિશે વિચારી વિચારી ને મન બહવરુ બને છે,
    હજી પન આ પાગલ મન સમજતુ નથી,
    કે જે હજી પણ મારી પાસે છે…
    એ જીન્દગી ને તો તુ માણી લે !!!

  2. હાથમા પાસા નથી તો શું થયું?
    જૂગટુ મનમાં રમાતુ હોય છે!
    મનની અંતરગ વાતો તો કવિને જ સૂઝેને??????

  3. ખૂબજ સરસ ગઝલ પ્રાસ રચના તેમજ કલ્પના બહુજ સરસ

    જન્મદિવસે ખૂબ ખૂબ અભિનન્દન

  4. કવિશ્રેીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

    હાથમાં પાસા નથી તો શું થયું?
    જૂગટું મનમાં રમાતું હોય છે!…

    આ શેર જાનદાર છે.

  5. અભીનંદન.
    જન્મદીવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે,
    મનમા ને મનમાં ઘણુ બધુ ચાલતુ અને રમાતુ હોય છે.

  6. Best wishes to Nitinbhai.
    We Wish he gives us many such good GAZALS in comming years.

    “Jugtu man ma ramatu hoi chhe Ne Gazal Dil ma rachati hoi chhe.”
    Kem kharune Nitinbhai??

  7. કવિમિત્ર શ્રી નીતિનભાઈને જન્મદિન નિમિત્તે અઢળક શુભેચ્છાઓ સાથે જાનદાર ગઝલ બદલ અભિનંદન.
    એમાંય,
    ઝાડ હો તો ડાળ પણ નીચી નમે
    પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે?
    આ શેર તો જાન-એ-ગઝલ કહી શકાય એવો થયો છે.

  8. આભાર પંચમભાઈ અને તૃપ્તિબેન… 
    જોડણીભૂલ સુધારી લીધી છે..!

  9. કવિશ્રેીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
    “હાથમાં પાસા નથી તો શું થયું?
    જૂગટું મનમાં રમાતું હોય છે!”
    વાહ!!!
    ‘રિક્તપાણી’ ના બદલે ‘રિક્તપાણિ’ હોવું જોઇએ, પણ, પ્રથમવારજ આ સમાસપ્રયોગ વાંચ્યો-ગમ્યો પણ ઘણો.
    આભાર જયશ્રેીબેન અને કવિશ્રેી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *