કવિ શ્રી હરીન્દ્ર દવે પોતાની અનુભૂતિના કૃષ્ણ માટે લખે છે:
કૃષ્ણે મારા જીવનમાં ક્યારે પ્રવેશ કર્યો એ યાદ નથી. પહેલી કૃષ્ણકવિતા ક્યારે લખી એ પણ સ્મરણ નથી. પરંતુ કૃષ્ણની પ્રથમ અનુભૂતિ અને એ અનુભૂતિમાંથી કયું કાવ્ય પ્રથમ આવ્યું એ બરાબર યાદ છે. ૧૯૫૫ના વરસમાં પબ્લિક સર્વિસ કમીશન દ્વારા યોજાયેલા નોકરીના ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવાનું થયું. ત્યાંથી એ વેળાના મુંબઇ રાજ્યના માહિતી ખાતાના કાર્યકરો શ્રી મોતીલાલ દૈયા અને શ્રીમતી હીરાબહેનના સંગાથે મથુરા-વૃંદાવન જવાનું થયું. વ્રજ, ગોકુળ વગેરે સ્થાનો વિશે મનમાં જે ચિત્ર હતું એ થોડી ક્ષણો માટે રેળાઇ જતું લાગ્યું. ‘આ એ જ હશે વૃંદાવન ?’ નો પ્રશ્વ ત્યારે મનમાં જાગ્યો. વ્રજની ભૂમિમાં કૃષ્ણ છે અને નથીની અનુભૂતિ એક સાથે ત્યારે અનુભવી હતી.
– હરીન્દ્ર દવે ( “મારગે મળ્યા’તા શ્યામ” માંથી સાભાર – પાના નં ૫ )
(આ એ જ હશે વૃંદાવન? ………….. Photo: Webshots)
સ્વર – સંગીત : ??
.
આ એ જ હશે વૃંદાવન
એક સમે જ્યાં કૃષ્ણરાધિકા
કરતાં આવનજાવન?
આ કુંજગલી શું એ જ
કેલી જ્યાં કરતાં નિશદિન કા’ન?
આ એ જ સરિતજલ, કાલિયનાં
જ્યાં ઊતર્યા’તા અભિમાન?
પ્રભુને પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન?
રજના થર પર થર, ભીતર
ના ક્યાંક મળે એ પગથી,
આંકી જે ઘનશ્યામ સાંવરે
શૈશવમાં મૃદ ડગથી;
પગથી કોરે રહી, અરે એક
પગલું ક્યાં મનભાવન!
– હરીન્દ્ર દવે
His Krishnaprem iswelkown. Poet takes us to rindavan.
Thanks
રહેજો સદા હ્રિદયે સ્મરન તમારુ શ્રેી ક્રિશ્ન શ્રેી ક્રિસ્ન સ્મરન તમરુ
i want all this songs.
આ એ જ હશે વૃંદાવન ? આ સવાલ તો બધાને જ થતો હશે
પણ એને આમ ચિર સ્મરણીય બનાવે તે કવિ !
અને ચિર શ્રવણીય બનાવે તે મન્ના ડે નો જ અવાજ !
એને વિશ્વ ના વૃંદાવન માં એનો ટહુકો પડઘાયા કરે એનું શ્રેય જાય છે તમને, જયશ્રીબેન !
[…] કૃષ્ણ વિષે કવિ શું કહે છે – એ તો આ ગીત ‘આ એ જ હશે વૃંદાવન‘ ની પ્રસ્તાવનામાં તમને જણાવ્યું […]
Abhinandan Jayshree…
Congrats to Harindra Davey.. Melodious voice bhaav sahit..
Warm Regards,
RAJESH VYAS
CHENNAI
સાહેબ આ અવાજ મન્નાડે સાહેબ સિવાય બીજા
કોઈનો ના હોય …..અદભુત..!!
ખૂબ જ સુંદર રચના!
[…] શ્રવણ કરવાનો અદભુત આનંદ માણોઃ https://tahuko.com/?p=8855#comments જયશ્રીબહેનને http://www.tahuko,com વેબ સાઈટ માટે […]
Girishbhai Pariikh mentioned about Punyatma swami Vivekananda. Following is the link to the lectures given by Swami Vivekananda at World.s Parliament of Religions in Chicago, USA in 1893 (From September 11 . 27)
http://xa.yimg.com/kq/groups/16224695/1133272233/name/Swami%20Vivekanandan%201893-.pdf
At last after a very long time I am fortunate to hear this GEET one of the likings of mine and really feel very happy, I must thank you and specially harindra Dave .
Jay Shri krishna to one and all listners of Tahuko like Me.
અદભુત રચના. . .સુન્દર શબ્દો અને અલૉકિક અનુભુતિ
ખુબ સુંદર ક્રિષ્ન ગીત. ક્રિષ્નના નામ સાથેજ જો રાધાનુ નામ ન આવે તો સઘળુ વ્યર્થ…
હરિન્દ્ર દવે એ ખુબ જ સરસ રિતે આ ગિત મા રસભરિયો.
Harindra Dave is my one of the feveriot poet..this poem also one of the best.
બહુ જ સરસ કૃષ્ણગીત. કૃષ્ણ અને રાધાને આપણી સંસ્કૃતિએ આત્મસાત કરી લીધા છે.
પ્રભુને પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન?
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ આવી રહી છે. ભારત સરકાર આ વર્ષ (૨૦૧૦)થી શરૂ કરીને ચાર વર્ષ સુધી મોટા પાયા પર ઉજવશે. સ્વામીજીએ ગુજરાત સહીત ભારતનાં અનેક રાજ્યોમાં યાત્રા કરી હતી. અને અન્ય દેશોનાં શહેરોમાં સ્વામીજીએ અમેરિકાનાં કેટલાંક શહેરોની યાત્રા કરેલી જેમાં શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, અને લોસ એન્જલ્સ પણ હતાં.
હરીન્દ્ર દવેની ઉપરની પંક્તિઓ વાંચતાં આ પક્તિઓ સ્ફૂરીઃ
સ્વામી પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન
– – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા