Category Archives: કૃષ્ણલાલ શ્રીધરાણી

કૃષ્ણલાલ શ્રીધરાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કૂકડો - કૃષ્ણલાલ શ્રીધરાણી
પાંખો કાપવી ‘તી તો… - કૃષ્ણલાલ શ્રીધરાણી
પૂજારી પાછો જા - કૃષ્ણલાલ શ્રીધરાણી
સ્વમાન - કૃષ્ણલાલ શ્રીધરાણી

પૂજારી પાછો જા – કૃષ્ણલાલ શ્રીધરાણી

ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા

મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
ઓ રે,પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
ન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર
દિન કે રાત ન નીંદર લેતો, નૈવેદ્ય તું ધરનાર
ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં, પથરા
ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા

ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ, પૂજારી પાછો જા

- કૃષ્ણલાલ શ્રીધરાણી

Share what you loved...

કૂકડો – કૃષ્ણલાલ શ્રીધરાણી

કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ મઝાનું ગીત..! કૂકડો અને કૂકડે કૂક.. આટલા શબ્દો તો મારા માટે ઘણા જ સ્પેશિયલ છે.

*****

અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર ! … અમે

સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે

નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે

પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે

જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે

– કૃષ્ણલાલ શ્રીધરાણી

(આભાર : ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો)

Share what you loved...

સ્વમાન – કૃષ્ણલાલ શ્રીધરાણી

himalay

માન તમારે હાથ ન સોંપ્યું, કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ, શર સૌ પાછાં પામશો…

રેતી કેરા રણ ઉપર ના બાંધ્યા મહેલ સ્વમાનના,
શ્રધ્ધાના અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના !…

Share what you loved...

પાંખો કાપવી ‘તી તો… – કૃષ્ણલાલ શ્રીધરાણી

paankho

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?
હે! પડઘો ન પાડવો તો… રે…
અંતરે સાદ કાં આલપ્યો ?
- જનમ કેમ આપ્યો?

સામી મ્હોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી ?
- સાદ કાં આલપ્યો ?

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?

( કવિ પરિચય )

Share what you loved...