આજે સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૪ – કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મદિવસ. હમણાં થોડા દિવસ પહેલા જ એમના કુટુંબની દીકરી – શ્રધ્ધા શ્રીધરાણી સાથે વાતો થઇ, એ પોતે એક ઉત્તમ ગાયિકા અને સ્વરકાર છે – અને વિચાર આવ્યો કે – ટહુકો પર એક અઠવાડીયા સુધી કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતા અને જીવન ઉજવીએ તો કેવું? શ્રધ્ધાએ આ વિચાર વધાવી લીધો – અને શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીના લખેલા ગીતોનું રેકોર્ડિંગ – અને સાથે સાથે કવિ શ્રી વિષેની કેટલીય માહિતી મોકલી.
તો ચલો – એક અઠવાડિયા સુધી માણીએ કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીના ગીતો – અને જાણીએ એમના જીવન અને લેખન વિષે..!!
અને શરૂઆત કરીએ – એમના આ ખૂબ જ જાણીતા – કૂકડો ગીતથી – મારા માટે તો આ ગીત એકદમ સ્પેશિયલ છે જ –
પણ ગુજરાતી ભાષાનું એક અનોખું શકાય એવું નાટક – વડલો – માંથી આ ગીત લેવામાં આવ્યું છે – એટલે એ રીતે પણ આ ગીત ખાસ છે.
સ્વર – સ્વરાંકન : શ્રધ્ધા શ્રીધરાણી
ગીતના શબ્દો અહિં ટહુકો પર પહેલા પ્રસ્તુત કર્યા હતા – એટલે એ તો તમે નીચે વાંચી જ શકશો – સાથે ‘દિપક મહેતા’ લિખીત આ લેખ પણ વાંચવા જેવો છે – જે કવિ શ્રી વિષે સરસ માહિતી આપશે.
*****
Posted on September 16, 2010
કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ મઝાનું ગીત..! કૂકડો અને કૂકડે કૂક.. આટલા શબ્દો તો મારા માટે ઘણા જ સ્પેશિયલ છે.
*****
અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર ! … અમે
સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે
નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે
પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે
જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે
– કૃષ્ણલાલ શ્રીધરાણી
(આભાર : ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો)
શ્રી ક્રીષ્નલાલ શ્રીધરાણીના શ્રદ્ધાબેનના સ્વર-સ્વરાંકન થયેલ ત્રણ ગીત – ‘અભિલાષ’, ‘ભથવારી’ તથા ‘કૂકડો’ – ખૂબ જ ગમ્યા. એનું રસ પાન કરાવનાર ‘ઽહુકો’ પણ કેમ ભુલાય? સર્વેનો ખૂબ ખૂબ આભાર! નવીન મોદી, મુંબઈ
Thank you for sharing such a valuable information about the great literary personality like late Shri Krishnalal Shridharani and his beautiful song so nicely composed and rendered by his own descendent Shradhdha Shridharani, who is a wonderful artist. My congratulations to Shradhdha for her great musical journey.
This reminded me my childhood !
સ-રસ !! માહિતિ… અને Tribute!
હા વહેલિ સવારે લાડકી દીકરી કાનમા કુકરે કુક કરે તેતો કેવુ મિઠુ લગે…..
નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
……અતિ સુન્દર
વાહ વાહ .. જુનિ યાદ તાજિ થૈ.