સ્વર : ગાર્ગી વોરા
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર
.
કાવ્યસંગીત: મનનો રવિવાર ને એકાન્તનો શણગાર
કૃષ્ણલાલ શ્રીધરાણી (જન્મતારીખ:16/09/1911):
શ્રીધરાણીની 111મી જન્મજયંતિએ ગુજરાત યુનિવર્સીટીએ ‘કૃષ્ણલાલ શ્રીધરાણી ઍકેડેમિક ચૅર’ એટલે કે જ્ઞાનપીઠની ઘોષણા કરી એનો અત્યંત આનંદ છે.
2010-11માં શ્રીધરાણીના જન્મશતાબ્દિ વર્ષમાં વિશ્વકોશમાં એમનાં ગીતો ગાવાનો મોકો મળ્યો. પછી સપ્ટેમ્બર 2011માં એમના વતન ભાવનગરમાં કવિશ્રી વિનોદ જોશીએ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અને દક્ષિણામૂર્તિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજેલા એક દિવસીય પરિસંવાદમાં પણ એમનાં ગીતો ગાયાં.
શાળામાં ગુજરાતી વિષયમાં એમનાં બે કાવ્યો હતાં -એક તે ‘ભરતી’ સૉનેટ જે પૃથ્વી છંદમાં છે ને બીજું તે ગીત ‘સ્વમાન’-
‘માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ, શર સૌ પાછાં પામશો.’
કવિએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સીટી સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં અભ્યાસ કરેલો. હું પણ કોલંબિયા યુનિવર્સીટી સ્કુલ ઓફ લૉનો વિદ્યાર્થી.એટલે કવિને મળ્યો ન હોવા છતાં (મારા જન્મ પહેલાં એમનું અવસાન થયું હતું) ‘કોલંબિયા કનેક્શન’ને લીધે તો કવિ સાથે ને એમનાં કાવ્યો સાથે ‘ઇન્સ્ટન્ટ કનેક્શન’ થઇ ગયું.
આ ગીત ‘વર્ષા-મંગલ’ કાવ્યગુચ્છમાં છે. મારૂં આ પ્રિય સ્વરાંકન છે. લોકઢાળ કે શાસ્ત્રીય રાગ પર આધારિત નથી છતાં મૅલડી -રાગીયતા – આપમેળે આવી ગઈ છે.
બીજા અંતરામાં ‘એકલતા આરડે’ શબ્દો અસર કરી ગયા. ચિનુ મોદીના ગીતની પ્રથમ પંક્તિ યાદ આવી-
‘પાળિયાની જેમ મારી એકલતા આરડે
પાધરની જેમ તમે ચૂપ’.
– અમર ભટ્ટ
તો માણો શ્રીધરાણીનું ગીત-
આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું
મેહુલાએ માંડી મીટ;
ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું!
નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાં
એની ફાટ ફાટ કાય;
એની છાતી ના સમાય;
ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં!
ઉરને એકાંત ગોખ એકલતા આરડે !
કોઈ આવો વેચાઉ;
જ્યાં દોરો ત્યાં જાઉં;
મારા અંગ અંગ ભૂખ્યાં;
ઝરો પ્રેમરસ! સૂક્યાં;લઇ જાઓ !
આ એકલતા શેય ના સહાય!
વર્ષા રડે, રડું હું તોય ના રડાય!
– કૃષ્ણલાલ શ્રીધરાણી
Another beautiful composition by Amar Bhatt and melodiously sung by ગાર્ગી વોરા …
શબ્દ અને સંગીત ની કેવી અસર…થાય કે જાણે વરસાદ પડતો હોય, અને હું પલળવા બહાર દોડી જાઉં.
હું તો ડુંગરા ચડુને આભ ઉતરું રે ,
એના પગલાં જડે નહિ ક્યાંય રે
આ ગીત ઓડિયો માં available છે ? મુકશો please ?
આખી કવિતા છે તમારી પાસે? કવિ કોણ છે ખ્યાલ છે ?
બહુજ સરસ્ સ્વર ખુબજ સરસ ,થન્કયુ.
અદભુત સંગીત અને ગાયકી, એમ લાગે કે સાંભળ્યા જ કરીયે. વર્ષાઋતુ ની એ મોહક સાંજ નો અનુભવ કરાવી દીધો.