Category Archives: કંઇક મારા તરફથી

51 ગૌરવવંતા ગુજરાતીઓમાં જયશ્રી ભક્તા અને ટહુકોને સ્થાન

ખુશ ખબર! ચિત્રલેખાએ એક ખાસ અંક બહાર પાડ્યો!
51 ગૌરવવંતા ગુજરાતીઓની શબ્દચિત્ર સાથેની વિશેષ પૂર્તિ જેમાં ટહુકો ફાઉન્ડેશન અને જયશ્રી ભક્તની વિશેષ નોંધ લેવાઈ.

તમારો પ્રેમ અને સહકાર આમ જ વરસાવ્યાં કરજો અને જયશ્રી ભક્તાએ શરુ કરેલી આ સફર હજુ આગળ વધે અને આપણું ગૌરવ પણ એવી શુભેચ્છા સહ,
લો વાંચો તમે પણ.

PDFમાં વાંચવા અહીં ક્લિક કરો

ટહુકોની ડોક્ટર – Engineer દિપલ પટેલ

તમે જો છેલ્લા એક મહિનામાં ટહુકો.કોમની મુલાકાત લીધી હોય, અથવા તમને ટહુકો.કોમની નવી પોસ્ટના Notifications આવ્યા હોય, તો તમને ખબર જ હશે કે છેલ્લા એક મહિનાથી ટહુકો.કોમ Website ICU માં હતી એમ કહી શકાય. થોડા દિવસ તો વેબસાઇટ ખુલી જ નહી. Hosting Company એ Serve બદલવા માટે બધુ upgrade કર્યું એમાં કઈક તો એવુ થયુ કે પહેલા Audio Plugin માં તકલીફ પડી અને ગીતો સંભળાતા બંધ થઇ ગયા. અને એને સુધાર્યુ ત્યારે દરેક ગુજરાતીમાં લખાયેલો શબ્દ Junk Character અથવા ??????? ????? દેખાવા લાગ્યો.

તો આજે તમે આ પોસ્ટ વાંચી શકો છો – ટહુકો પર છેલ્લા ૧૩ વર્ષમાં મુકાયેલી દરેક પોસ્ટ વાંચી અને સાંભળી શકો છો – એનો યશ જાય છે – દિપલ પટેલ ને!! જે એક Engineer છે અને ટહુકો માટે એની Doctor બની ને એને સાજો કર્યો!

એક મહિના સુધી અલગ અલગ લોકો સાથે વાત કરી, કેટકેટલા કલાકો ટહુકોની વેબસાઇટ ફરી સાજી કરવાના પ્રયત્નો કરી જોયા અને આજે ફરીથી ટહુકો ટહૂકતો થયો. સાથે સાથે એણે કવયિત્રી પન્ના નાયકની વેબસાઇટ – www.pannanaik.com – એને પણ સાજી કરી. આજે દિપલની સાથે એ દરેક મિત્રોનો આભાર માનું છું જેમણે ટહુકોને ફક્ત આ વખતે જ નહિં, પણ દરેક વખતે ટહુકોને મદદ કરી છે.

અને તમે ટહુકો પર વારંવાર ગીત સાંભળતા કે કવિતાઓ માણતા હો, તો દિપલનું નામ અજાણ્યુ નહી હોય તમારાથી.. છેલ્લા ૨-૩ વર્ષથી ટહુકો પર અવારનવાર નવી પોસ્ટ મુકવાનું કામ તો દિપલ કરે જ છે, અને આજ સુધી માં ૧૦૮ ગીતો-કવિતાઓ એ તમારા સુધી લઇ આવી છે.

પણ આ ૩૦ વર્ષની છોકરી ફક્ત એક સારી Engineer કે ટહુકોની સંચાલક નથી. એ છે એક વૂક્ષિકા – જેણે ૨૧ વર્ષની ઉંમરે – પોતાના ગલ્લામાંથી ૨૨,૦૦૦ ખર્ચીને નડિયાદમાં પોતાના ઘરની બાજુના રસ્તે ૫૦ (Yes, 50) છોડવાઓ જાતે રોપ્યા જે આજે ઘટાદાર વુક્ષો બની ને કેટલાય લોકો અને પંખી-પ્રાણીઓ ને છાંયો અને આશરો આપે છે. વધુ વિગતો તમે અહીં એના પોતાના શબ્દોમાં વાંચો.
https://dipalsblog.wordpress.com/

અને આ જ છોકરી – ફકત ૨૧ વર્ષનીં ઉંમરે – ૧૨૦ વિદ્યાર્થિનીઓ – જે એનાથી આમ તો બસ ૨-૩ વર્ષ નાની હશે – એમની હોસ્ટેલ રેક્ટર પણ રહી ચૂકી છે. દિપલના જ શબ્દોમાં એ વિષે પણ અહીં વાંચી શકો છે.
https://dipalsblog.wordpress.com/2020/11/27/hostelrectorexperiences/

દિપલ ના અમેરિકા ફરવાના અનુભવો, World tour (which got cut short due to Covid) ની વાતો, એણે બનાવેલી વાનગીઓ, એના painting અને Art work, એણે વાંચલી ચોપડીઓ વિષેની વાતો.. એવું ઘણું બધુ તમને એના બ્લોગ પર મળશે.

અમેરિકામાં થોડા વર્ષો રહ્યા પછી દિપલ અને અનુજ હમણાં બેંગ્લોરમાં છે – દિપલ ટહુકોને મદદ કરવાની સાથે સાથે – વિચરતા સમુદાય સમર્થન મંચ (https://www.vssmindia.org/) – સાથે જોડાયેલી છે, અને હા, શિર્ષાશન કરતા કરતા Dance કરી શકે એટલી સરસ Yoga Teacher પણ છે!

દિપલ આમ તો ૧૩-૧૪ વર્ષની હતી ત્યારથી ટહુકો સાંભળે છે, પણ એ મને ક્યાં મળી અને કેવી રીતે? એની વાત પણ વાંચો અહિં..
https://dipalsblog.wordpress.com/2020/12/02/tahuko/

દિપલ, તું ટહુકો પરિવારની જ છે, પણ આજે બધા સાથે તારી Official ઓળખાણ કરાવતા આનંદ થાય છે.

નૂતન વર્ષાભિનંદન… સાથે સૂરોનું એક નવું સરનામું

‘ટહુકો’ તરફથી સૌ વાચકમિત્રોને દિપોત્સવી પર્વની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…

અને હા… આ વર્ષે ટહુકો લઇને આવ્યો છે… સૂરોનું નવું એક સરનામું… ‘રેડિયો ટહુકો’

https://tahuko.com/radio/

(આપને ખ્યાલ હોય તો ૨ વર્ષ પહેલા થોડા વખત પહેલા વખત માટે રેડિયો Section શરૂ કર્યો’તો.. પણ કોઇક કારણસર એ બંધ કર્યો હતો, એ આજે ફરીથી ચાલુ કરી રહી છું)

અને હા, હમણા ફક્ત ૪ પોસ્ટ સાથે શરૂ થતો આ રેડિયો આવતા રવિવારથી દર અઠવાડિયે એક નવી પોસ્ટ આવશે.

ગુજરાતી થઇ… ગુજરાતી કોઇ… – અવિનાશ વ્યાસ (ટહુકો પર ૧૦૦૦મી પોસ્ટ)

આજે ટહુકો.કોમ પર ૧૦૦૦મી પોસ્ટ… એ જ ખુશીમાં એક સ્પેશિયલ ગીત – અને એક સ્પેશિયલ announcement..!!

યાદ છે, લગભગ એકાદ-વર્ષ પહેલા થોડા વખત માટે ટહુકો પર ગીતો સદંતર બંધ હતા, અને પછી શરૂઆત થઇ તો એ પણ અડધા ગીતોથી…

તો આજથી આધા-અધૂરા ગીતોની છુટ્ટી..!! આમ તો ઘણા સમયથી ધીમે ધીમે કરીને ઘણા બધા ગીતો ફરીથી આખા ગુંજતા થઇ ગયા છે, પણ આજે finally બધા ગીતો આખા મુકવાનું કામ પત્યું, અને હાજર છે તમારા માટે – ફરીથી એકવાર ટહુકાનો આખો ટહુકાર….

પણ આ નવા આખા ગીતો સાથે થોડી મુશ્કેલી આવી શકે… આ નવા પ્લેયરમાં કોઇ ગીત તરત ફરીથી વગાડવું હોય તો page refresh કરવું પડે છે.. (આજના ગીતમાં એ વારંવાર કરું પડશે.. ગીત જ એટલું સરસ છે કે વારંવાર સાંભળવાની ઇચ્છા થઇ જ જશે…:) )

આ તો થઇ આજની Special Announcement.. હવે વાત આજના આ Special ગીતની…!!

આ ગીત આમતો ઘણા વખતથી હતું મારી પાસે, પણ કોઇ ખાસ દિવસે તમને આપવા માટે બાકી રાખ્યું હતું..! અને ગુજરાતી ગીત-સંગીતનો ઉત્સવ ઉજવાવા માટે શરૂઆત તો અવિનાશ વ્યાસથી જ કરવી રહીને?

અવિનાશ વ્યાસનું આ એકદમ હળવા મિજાજનું ગીત આમ જોવા જઇએ તો ગુજરાતની ‘વિવિધતામાં એકતા’ને વખાણે છે એમ કહીએ તો ચાલે… અને સાથે સાથે આપણે જે ગુજરાતી બોલીએ છીએ – એ શુધ્ધ ગુજરાતીથી ક્યાં ક્યાં અને કેટલું અલગ છે, એના પર કટાક્ષ પણ કરી જાય છે..

મને ઘણા લોકોએ કહ્યું છે કે હું એમની સાથે વાત કરું ત્યારે સુરતી નથી લાગતી, પણ જ્યારે હું મારા મમ્મી-પપ્પા કે ભાઇ-ભાભી સાથે વાત કરું ત્યારે પાક્કી હુરતી લાગું..!! આપણામાં કહેવત છે ને – બાર ગામે બોલી બદલાઇ..

અમદાવાદની કેટલીય દુકાનોમાં જો ખરીદી કરતા પહેલા થોડી વાત કરું – તો દુકાનદાર એક વાક્ય તો ચોક્કસ બોલે – ‘બેન, તમે અમદાવાદના નથી..!’ ભાષામાં સુરતી કે હુરતી ના આવે એની કાળજી રાખું, તો પણ અમદાવાદી લ્હેકો missing હોય, એટલે તરત પકડાઇ જઉં..!

અને શબ્દોની સાથે સાથે સંગીત અને ગાયકી પણ એવા મઝાના છે કે – ઘરના કોપ્યુટર પર સાંભળતા હો કે live programમાં – ફરી ફરીને once more… કરવાનું મન થાય..!

પહેલી વાર સાંભળો ત્યારે પેલા ગીતની વચ્ચેના શબ્દો ખડખડાટ હસાવી દે.. આ હા હા… મારી લાયખા.. 🙂

સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન – અવિનાશ વ્યાસ

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી અને અસીમ મહેતાના સ્વરમાં સાંભળો.

https://youtu.be/MA1v5SzMoE8

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…

ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,
અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાત..
અને અમદાવાદમાં ચીપી ચીપીને….
(પવાલામાં પાણી પીશો…?? )
અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…

નર્મદનું સુરત જુઓ….
નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું.
તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
તપેલી ને એ કહે પતેલી
(મારી લાયખા… બટાકાનું હાક..!!)
તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…

એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ હાલો બાપા..
કે ચરોતરીમોં કેમ છો, ચ્યમ છો ને ગરબડને ગોટાળો, હેંડો લ્યા..

કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર…
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…

ટહુકાને આંગણે આવી ઘેલી વસંત……

જુન ૨૦૦૬માં જ્યારે ટહુકો શરૂ કર્યો હતો, ત્યારે ખબર નો’તી કે ફક્ત શોખ માટે શરૂ કરેલો આ પ્રયાસ મારા માટે જીવનનું એક અભિન્ન અંગ બની જશે.

અને સપ્ટેમ્બર ૨૦૦૬માં જ્યારે San Francisco છોડીને Los Angeles ગઇ, ત્યારે પણ ખબર નો’તી કે આટલું જલ્દી આ શહેર, મને આટલા પ્રેમથી પાછી બોલાવશે.

તમારામાંથી ઘણાને ખબર હશે, કે એપ્રિલ, 2008 માં – હું અને અમિત – અહીં San Jose (CA) ના એક નાનકડા મંદિરમાં – પ્રભુ અને થોડા વડીલોના આશિર્વાદ લઇ લગ્નગંથ્રીથી જોડાયા, અને તમારા આ ટહુકોના જીવનમાં ઘેલી વસંત આવી..

જીંદગીનું એક નવું અને સૌથી મહત્વનું chapter શરૂ થઇ રહ્યું છે..  અને મને ખાત્રી છે કે આપની શુભેચ્છાઓ અને આશિર્વાદ હંમેશા મારી સાથે રહેશે 🙂

એક નવું સુમધુર ગીત આવતીકાલે – Specially for Me & Amit…

અને આજે – ટહુકો પર પહેલા મુકેલા, અને મારા ઘણાજ ગમતા યુગલગીતો…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગાથે સુખ શોધીએ, રચીયે…  એક હુંફાળો માળો….
ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી….
કહી દો અમોને તમે… વારંવાર… તમોને પ્રેમ કરું છું હું….
પઘારો વસંતો, આ આંગણ સજાવો….
એક સથવારો સગપણનો.. મારગ મઝિયારો બે જણનો…
ચાલ! વરસાદની મૌસમ છે, વરસતા જઇએ…
અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે…
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે..
ઘેલી વસંત આવી રે…
પ્રેમમાં ચાલને ચકચૂર થઇ ચાલ્યા કરીએ…
આહા એટલે આહા એટલે આહા….

ઊર્મિસાગર.કોમ, ટહુકો પર, અને ઇમેઇલથી ઘણા મિત્રોને શુભેચ્છાઓ મોકલી એના માટે સૌનો દિલથી આભાર, અને સાથે સાથે દરેકને સમયસર જવાબ ન આપી શકી એના માટે માફી પણ માંગુ છું.  નવી નોકરીની શોધ, ઘર બદલવાનું, વિઝાનું કામકાજ, ટહુકોના જન્મદિવસની તૈયારી, અને બીજી જવાબદારીઓ તરફ ધ્યાન આપવાની કોશિશમાં મિત્રો સાથે ઘણી ઓછી વાતો થઇ, અને આટલા મહત્વના ખબર આપવામાં મોડુ કર્યું, એ માટે મને માફ કરશો ને?

Happy (2nd) Birthday.. ટહુકો….

ટહુકોનો આજે બીજો જન્મદિવસ..  આમ તો ટહુકો પર ઉજવણીમાં કંઇક નવુ ક્યાંથી હોય? જ્યારે ને ત્યારે ગુજરાતી સંગીતની જ વાતો થાય ને… પછી એ ટહુકોનો જન્મદિવસ હોય કે કોઇ કવિ કે સંગીતકારનો..

તો આજે પણ એ જ – ગુજરાતી સંગીત…. 

આજની આ વાનગીમાં આમ જોવા જઇએ તો ખાસ કંઇ નવુ નથી રાંધ્યુ…  જે હાથ લાગ્યું, એ યાદ આવ્યું એને મારા સ્વાદપ્રમાણે અને આવડ્યુ, સુઝ્યુ – એ રીતે બનાવ્યું છે…   આજની આ ભેળપૂરી કેવી લાગી તે જરૂરથી જણાવજો… હોં ને ? 🙂  

અભિનંદન to લયસ્તરો… !!

ઇંટરનેટ પર ગુજરાતી કવિતાનો સૌથી મોટો ખજાનો – લયસ્તરો..!! એક એવો દરિયો જેમા જેટલીવાર ડુબકી મારો એટલીવાર મોતી હાથમાં આવે…  

આજે લયસ્તરો પર 1000મી કવિતા મુકી છે વિવેકભાઇએ…  તો આપણે પણ માણીએ એ જ ગીત અને સાથે વિવેકભાઇના શબ્દોમાં એનો આસ્વાદ – (સંગીતના બોનસ સાથે !! ) – નયણાં – વેણીભાઈ પુરોહિત

 

આજથી ફરી પાછો ગુંજશે ટહુકો …

Updated on December 8, 2008.

૮ ડિસેમ્બરના દિવસે ટહુકો પર ૧૦૦૦મી પોસ્ટ મુકી, એની સાથે જ હવે ટહુકો પર ગીતો પહેલાની જેમ જ આખેઆખા ગુંજશે.. આશા છે કે અધુરા ગીતોને લીધે મિત્રોનું ટહુકા માટેનું વ્હાલ અધુરુ ના થયું હોય..!! 🙂
————————————————
Posted on February 14, 2008.
આપનો લાડકો ટહુકો ફરી એકવાર તૈયાર છે આપના હૃદયના તાર-તારને રણઝણાવવા…

તકનિકી સમસ્યાઓના કારણે ઘણા લાંબા સમય સુધી ટહુકો.કોમના ચાહકો એમના મનપસંદ ગુજરાતી કાવ્યસંગીતથી વંચિત રહ્યા એનો વસવસો છે. આજથી આપ આપના મનગમતા ગીતો ફરીથી સાંભળી શક્શો, પરંતુ આખેઆખા નહીં. મૂળ સંગીતનું મૂલ્ય અકબંધ રાખવા ટહુકો પર રજૂ થનારા બધા ગીત હવેથી પૂર્ણસ્વરૂપે રજુ નહીં થાય કેમકે ટહુકો ગુજરાતી સુગમ સંગીતનો માત્ર છડીદાર છે, સંગીતનો પર્યાય કે સંગીત પોતે નહીં. અહીં તો વહેંચવાની છે ટહુકાની મીઠાશ, આખેઆખો મોર નહીં.

આશા રાખું છું કે ટહુકોમા થયેલા આ નાનકડા ફેરફારને આપ ચોક્કસ વધાવશો.

આભાર,

જયશ્રી ભક્ત.

P.S. Happy Valentines Day… !! @};-

Happy New Year…

નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.. 
૨૦૦૮ નું વર્ષ અને આવનાર દરેક દિવસો, વર્ષો પ્રગતિ અને ખુશી લાવે એવી અભિલાષાઓ….

છેલ્લા ઘણા વખતથી ટહુકો પર ગીતો streaming બંધ છે, અને CPA ની પરિક્ષાઓ તથા અંગતજીવનની વ્યસ્તતાને લીધે આ બાબત પર હું વધારે ધ્યાન નથી આપી શકી, એ માટે આપ સૌની માફી પણ ચાહું છું.

અને સાથે ખાત્રી આપું છું કે ટહુકો ફરીથી ગૂંજશે.. બસ મને થોડા સમયની જરૂર છે..!! 

જો કે આમ તો ટહુકો પર દરરોજની એક ગીત – ગઝલ – કવિતા આવશે જ….  ભારતીય સમય પ્રમાણે સવારે ૫.૩૦ વાગે… !!

ફરી એક વાર : Wish you all Happy New Year..!!

ગુજરાત ટાઇમ્સ (ન્યુયોર્ક) એ વખાણ્યો ટહુકો.કોમ

આપણે ત્યાં કહેવત છે ને – ‘વર’ને કોણ વખાણે ? તો ‘વર’ ની મા.  પણ જ્યારે બીજા લોકો પણ વખાણે ત્યારે એ ‘વર’ની મા ને કેટલી ખુશી થતી હશે? બરાબર ને ?

મને પણ કંઇક એવી જ ખુશી થઇ – જ્યારે ન્યુયોર્કથી પ્રસિધ્ધ થતા સુપ્રસિધ્ધ ગુજરાતી સાપ્તાહિત – ‘ગુજરાત ટાઇમ્સ’ માં આપણા વ્હાલા ટહુકાની નોંધ લેવાઇ.

ગુજરાત ટાઇમ્સનો એ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો. gujarat-times-epaper.pdf

આભાર : શ્રી હસમુખભાઇ બારોટ.