સ્વર – હેમુ ગઢવી અને સાથીઓ
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે’શે
જોબનિયાને માથાના અંબોડામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે
જોબનિયાને પાઘડીના આંટામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે
જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે
જોબનિયાને હૈયાંના હિલોળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે
જોબનિયાને હાથની હથેળીમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે
જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે
જોબનિયાને પગની પાનીમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે



.jpg)

આજે નવરાત્રીના છેલ્લા દિવસે સાંભળીએ અમારા બે-એરિયાના જાણીતા કવયિત્રી શ્રીમતી મેઘલતાબેન મહેતાની કલમે લખાયેલા થોડા મઝાના ગરબા. આ બધા ગરબા જે ‘સાહ્યબો મારો’ આલ્બમમાંથી લેવાયા છે, એ તમે એમની વેબસાઇટ પરથી – 
આજે નવરાત્રીના પહેલા દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – માણીએ આ ખૂબ જ જાણીતો ગરબો..