મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય…
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય…
ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય…
જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય
એને નવું વર્ષ કહેવાય…
– અંકિત ત્રિવેદી
Nice Line …….
એને નવું વર્ષ કહેવાય…. વાહ અંકિતભાઇ વાહ …. બહુ સરસ ગીત છે
excellent
સૉ ને નુતન વરસ ના અભિનદન્.
સુંદર કાવ્ય. નવી. ચીલા ચાલુ રીતે તિ દિવાળી ઉજવાય છે જ, પ કવિજ આ કલ્પના કરી દિવાળી ઉજવી શકે અને માણી શકે.
આ દીશામાં મારુ કાવ્ય અહીં ટપકાવું છું!
દિવાળી …… ચીમન પટેલ “ચમન”
કંઈ દિવાળીએા આવીને ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્યા ભઈ.
કંઈ દિવાળીએા આવીને ગઈ!
સાફ કરે સહું પોતાના ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
સારા કપડાં પહેરીને સૌ ફરે
બને વાનગીઓ સારી ઘરે ઘરે.
દિલની સાફસુફી કરવાની રહી,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
પૂજન કરી મેળવવું છે સુખ
દેવ દર્શનથી દૂર કરવું દુઃખ
મંદિરમાં જઈ પ્રદિક્ષણા ફરે
ભાથુ ભાવીનું આ રીતે ભરે.
કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
સાફ કરે સૌ અંદરના ઘર
રાખે અમિદ્રષ્ટિ સૌની પર
પ્રેમ પૂજન કરી મેળવે સુખ
દૂર કરે જે દુઃખીએાનંુ દુઃખ!
શાંતિ ઘરની સૌની લુંટાઈ રહી,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
કે’વા જોઈએ ‘ચમન’ને સાચું
ભલે લાગે કોઈને કડવું ને ખાટું
હરિફાઈ ચાલી છે મંદિરોમાં જયાં
વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં!
ભગવાન ભાવનાનો ભૂખ્યો ભઈ,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
– ચીમન પટેલ ‘ચમન’
હે ઈશ્વર્……….
“તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય
એને નવું વર્ષ કહેવાય…”
સુંદર કાવ્ય છે….
સૌને નુતન વર્ષાભિનંદન…
Net kholtaan j aavun kavya vanchvaa male,
Ene navun varsh k y.