હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર…..
પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ….
ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ…..
તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર….. હરિ…..
– મુકેશ જોષી
એક સવારે –
બહુ સરસ શબ્દાંકન – વર્ષો પહેલા કવિશ્રી સુંદરમ સાથે પોંડીચેરીમાં ગપ્પાગોષ્ઠિનો લાભ મળ્યો હતો. એક સવારે ગણગણાવીને ફરી જુની યાદો તાજી થઈ.
બહેનો નિરાલી અને અંકિતાના મધુર સુરોમાં બુંદન બુંદન બરસે મેહા-સુરીલા શાસ્ત્રીય સંગીતની બંદીશ માણીને ખૂબ આનંદ થયો.
ટહુકોને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે ! ધન્યવાદ !
હ્રદય સોંસરવી સંવેદનાની અરજી,
બાકી મુકેશભાઇ, હરિની મરજી !
બહુજ સુન્દર ! વિવેકે ભાઈ એ સરખામણી સ હી કરી !
રમેશ પારેખના ખભે ખભો મિલાવી ઊભો રહી શકે એવો આ એક ગીતકાર…
વાહ કવિ!
Very touchy poem, indeed.
very very touchy n emotional prayer..
ફૉટા સાથે અરજીમા તમૅ હરિ સાથે પરણવાની વાત કરી,, અહી હરીને પાઙૉશી તરીકે સ્વકારવાની વિનંતી…! ખુબ સંદર..!