થોડા Special हिन्दी ગીતો ….

આમ તો મને અને ભાઇને – બંનેને ખૂબ જ ગમતા હોય એવા ગીતો યાદ કરું તો કદાચ હિન્દી ટહુકો કરીને નવો બ્લોગ જ શરૂ કરવો પડે.(અને ભવિષ્યમાં કદાચ એવું કરું પણ ખરી હોં, મારો ભરોસો નહીં :D)

પણ હાલ પૂરતા આ એક ગીત અને એક ગઝલથી જ કામ ચલાવીએ.

————————————————-

અમિતાભ બચ્ચને ગાયેલા ગીતોનો એક આખો આલ્બમ બની જાય, એટલા ગીતો બીગ-બી એ ગાયા છે. કદાચ – મેરે અંગને મે…, નીલા આસમાન સો ગયા…, મેરે પાસ આઓ મેરે દોસતો.., રંગ બરસે ભીગે… વધારે જાણીતા છે. પણ મને કોઇ અમિતજીનું ગાયેલું ગીત પસંદ કરવા કહે તો વગર વિચાર્યે આ જ ગીત યાદ આવે. અને કદાચ સૌથી મોટુ કારણ એ કે મારા બીગ-બી ( Big Brother ) નું પણ આ ઘણું જ ગમતું ગીત.

સ્વર : અમિતાભ બચ્ચન.

जीधर देखुं, तेरी तसवीर, नझर आती है..
तेरी सूरत, मेरी तकदीर, नझर आती है..

————————————————-

હિન્દી ફિલ્મી ગઝલોનો કોઇ જ ચાહક એવો હશે જેણે આ ગઝલ નહીં સાંભળી હોય. જ્યારે ગીત અને ગઝલ વચ્ચેનો તફાવત સુધ્ધા ખબર નો’તો, ત્યારથી આ ગઝલ ખૂબ જ સાંભળી છે. આશા છે કે તમને પણ ફરીથી એકવાર સાંભળવી ગમશે. (મને ખબર છે, તમે આ પહેલા પણ આને સાંભળી જ હશે… છું ને હું એકદમ સ્માર્ટ છોકરી 🙂 )

સ્વર : ભુપીન્દર સીંગ , આશા ભોંસલે

किसी नझरको तेरा इंतझार आजभी है..
कहां हो तुम ? के ये दिल बेकरार आजभी है

—————————————————

Hey Big B…, Happy Birthday !!

20 replies on “થોડા Special हिन्दी ગીતો ….”

  1. That’s why I always say one sentence that”Amitabh Bachchan is the best thing ever happened to India after Mahatma Gandhi”

  2. એકદમ સ્માર્ટ છોકરી પાસેથી તો આટલી સુન્દર ગઝલને ગીતની અપેક્ષા દરરોજ રાખીશું તો પણ નિરાશ તો નહીં જ થઈએ….જયશ્રીબેન કમાલના ને આપણો “ટહુકો” એમની ધમાલ….થેન્કયુ ને એવાર્ડ ખુબ નાના લાગે..તો પણ અમને ખુશ કરવા માટે આભાર તો માનીશજ.

  3. ટહુકામાઁ બિગ બી….. અને અફલાતૂન ગીત સાથે. સલામ જયશ્રીબેન્.દિવસભરનો થાક ઉતરી ગયો.

  4. thank you,
    i m also jayshree nd m in toronto, canada. i listen to tahuk.com regularly nd very happy for aitbaar ghazal. thank u so much.
    jayshree

  5. ભુપિન્દર નુ મોકો કહા ગુન્જે રે બન્દે …ભજન મેળવવા ની વિનન્તી કરુ ચ્હુ.

  6. જો કોઇપણ વાચક મીત્રો પાસે અમિતાભ બચ્ચનુ “મધુસાલા” નુ કાવ્ય હોય તો મને આ સાઈટ પર રાખવા વીનંતી

    Thank You

  7. જયશ્રી
    મને આ ગીત
    હોળી આવી હોળી કાન્હા હોળી આવી રે,
    આજ હોળી આવી રે
    દુર ગગન માં ગુલાલ્

    Please can you help me find it?

  8. ખજાનો છે આ ટહુકો તો…
    મજાનો છે.
    બહુ દુર ગુજરાત થી,
    ઘર ઘર માં છે સંભળાતૉ

  9. ટ હૂકો.કોમ ને લાખ લાખ સલામ્,સુજલ્લામ્,સુફ્લામ્,વન્દે ગુજરાત્,

  10. Kisi Nazar ko … link does not work. Also could you check “Manas Urfe” by Nayan Desai.

    Thank you so much though for everthing else we can listen. It makes life beautiful Thank you so
    Jayshree.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *