નાગર નંદજીના લાલ… – નરસિંહ મહેતા

આ નવરાત્રી શરૂ થઇ, અને ગરબા – રાસની મૌસમ આવી. અને જ્યાં રાસની વાત થતી હોય, ત્યાં રાધા-કૃષ્ણનો રાસ યાદ કર્યા વગર કેમ રહી જવાય ?

આ ગીતની એક તો ખાસિયત કવિ શ્રી હરીન્દ્ર દવેના અવાજમાં આ ગીતનો આસ્વાદ.. જાણે કે એમની સાથે સાથે આપણે પણ કૃષ્ણ-રાધાનો રાસ જોવા પહોંચી જઇએ…!!

અને ગીતને સ્વર આપ્યો છે ગુજરાતી સંગીતના Legendary ગાયિકા – કૌમુદી મુનશી એ. કૌમુદીબેનના હજુ તો ઘણા ગીતો આપણે સાંભળવાના છે.. આજે શરૂઆત કરીએ આ રાધાગીતથી.

raas_leela_pb39.jpg

સંગીત : નિનુ મઝુમદાર
સ્વર : કૌમુદી મુનશી
આસ્વાદ : હરીન્દ્ર દવે

.

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
.. નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.
.. નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
.. નાગર નંદજીના લાલ !

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
.. નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
.. નાગર નંદજીના લાલ !

20 replies on “નાગર નંદજીના લાલ… – નરસિંહ મહેતા”

  1. સુમન્ત કલ્યાનપુર ને સુર મનડલિ ના કન્થ મા ગુજરાત ભુલિ જાને જમુના તટ પર રાસ જમાવવા આવિ પુન્ગ્યા.

  2. A very well made website. It was a pleasure going through it and listening to traditional songs. Where can I buy select songs from. I want it for keeps.

  3. Mr Bankim Dholakia our executive Director has suggested this song. I must say and thankful to him that our cast celebreti Kaumidini Munshi has really song a invaluable memory

  4. બહુજ સરસ ભજનો છે….. મન પ્રફુલ્લીત થઇ રોજ સાભળ વા થી….. ખુબ ખુબ અભાર…

  5. નાગર નન્દજિના લાલ્…બઆલ પન્મા ગાતાતા..લ્ખાન આને ગાએલા મા ૧..૨..કદિ મા લોપ હતો…મનદોરવા માતે માફ કર્શો જિ….

  6. નન્દ્ જિ ના લાલ ,,,,,,ખુબજ સુન્દર
    મજા આવિ ગઈ

  7. આ ગિત થિ મને મારિ પ્રાથ્મિક શાલા યાદ આવિ ગઈ કેમ કે આ ગિત અમારા પાથય પુસ્તક મા આવ્તુ હતુ સરસ ગિત
    ઘના સમયે સામ્ભલવા મલ્યુ. આભાર

  8. નિનુ ભાઈ ના ગિતો મા સિતાયન મુકાય તો ચાર ચાન્દ લાગિ જાય

  9. Harindrabhai na avaj no jadu . Anhiya je Aswad aapyo chhe ene vadhare manavi hoy to ” Narsainyo Bhakta Harino” namani Cd ke Caset chhe ee sambhadjo. Aakho programe Pujya Harindrabhaie compare karyo chhe. ( sorry for the espelling mistake ગુજરાતિ મા લખવુ હતુ પન બહુજ વાર લાગે

  10. હ.દ.ના મૃદુ મંજુલસ્વરમાં આ ગીતની પૂર્વભૂમિકા (આસ્વાદ નહીં, હોં કે!) સાંભળવાની ખૂબ મજા આવી. ગાયકી પણ એવી જ મધુર છે… વારંવાર માણવાનું મન થાય એવી મજાની ભેટ…

  11. બહેના ! તમારી શક્તિ ને ભક્તિનો સુઁદર
    સમન્વય એક રાધા -એક કહાનના આ ચિત્ર
    અને રાસમાઁ દેખાય ને સઁભળાય છે હોઁ ! જય અઁબે !

  12. Awesome !!!! સાક્ષાત હ.દ. ના અવાજ માં આસ્વાદ…..જયશ્રી આજે તો તે હદ કરી નાખી….મારી ટોપ ટેન ની લીસ્ટમાં હવે ફરી નં-૧ ને બદલવુ પડશે :)…જીઓ જીઓ… નવરાત્રી ની સરસ શરુઆત કરી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *