માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !
લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !
મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !
પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !
રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !
મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !
જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !
– અશરફ ડબાવાલા
————–
ધવલભાઇ આ ગઝલ માટે કહે છે :
તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે. ( આભાર – લયસ્તરો)
————-
અને હા….. સાથે એક અગત્યની જાહેરાત (Press Note as provided by Chicago Art Circle)
ફ્રેન્ડ્ઝ ઓફ શિકાગો આર્ટ સર્કલ યોજે છે
“શબ્દ અને સંગીતનો મહોત્સવ”
શિકાગોના મશહૂર તબીબ ડો. અશરફ ડબાવાલા એક હાથે પ્રિસ્ક્રિપ્શન ને બીજા હાથે કવિતા લખે છે. અશરફ ડબાવાલાની ગઝલો ગુજરાત તેમ જ અમેરિકામાં સમાનભાવે સમાદર પામી છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાત લિટરરી એકેદમી ઓફ નોર્થ અમેરિકાનું ચુનીલાલ વેલજી પારિતોષિક અને વિખ્યાત નાટ્યસંસ્થા “આઇએનટી” નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયાં છે. તેમનો કાવ્યસંગ્રહ “ધબકારાનો વારસ” ગુજરાતની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. તેમની નિગેહબાની હેઠળ છેલ્લાં ૧૫ વર્ષોથી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ અને લોકપ્રિય કાર્યક્રમો રજૂ કરતી સંસ્થા “શિકાગો આર્ટ સર્કલ” અવારનવાર અમેરિકાના વિશિષ્ટ ભારતીયોને બિરદાવે છે. તે “શિકાગો આર્ટ સર્કલ”ના ઉત્સાહી મિત્રો હવે એવા અલબેલા શાયર ડો. ડબાવાલાને બિરદાવવા ગુજરાતી શબ્દ અને સંગીતનો બે દિવસનો મનોરંજક તેમ જ કર્ણરંજક કાર્યક્રમ યોજી રહ્યા છે. શનિવાર, તારીખ ૭મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૬:૩૦ વાગ્યાના એક ભવ્ય “આંતરરાષ્ટ્રીય કવિ સમેલન”માં શ્રી અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવામાં આવશે, અને તે ઉપલક્ષ્યે ભારતથી આમંત્રિત કવિઓ ચિનુ મોદી, અનિલ જોષી, વિનોદ જોષી, કૃષ્ણ દવે અને અમેરિકાના ચંદ્રકાન્ત શાહ, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, પ્રીતમ લખલાણી, અબ્દુલ વહીદ “સોઝ”, કમલેશ શાહ, ભરત દેસાઈ અને અન્ય મહેમાન કવિઓ પોતાની કૃતિઓ પેશ કરશે. આ સભામાં અતિથિ વિશેષ તરીકે નિમંત્રિત છે મધુ રાય, રામ ગઢવી, મધુસૂદન કાપડિયા અને નરેન્દ્ર લાખાણી.
રવિવાર તારીખ ૮મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૪:૩૦ વાગ્યે આયોજીત “સંગીત સંધ્યા”માં ન્યુજર્સીના પ્રો. મધુસૂદન કાપડિયાનું તેમની અવિરત સાહિત્યસેવા બદલ, કેલિફોર્નિયાનાં જયશ્રીબહેન ભક્તાનું તેમના સાહિત્યિક બ્લોગ “ટહૂકો” (www.tahuko.com) થકી કરાતી કાવ્યસેવા બદલ, અને ઇલિનોઈ સર્કિટ કોર્ટ(શિકાગો)નાં જજ કેતકિ શ્રોફનું તેમની સિદ્ધિઓ બદલ સન્માન કરાશે. આ પ્રસંગ ઉજવવા ગુજરાતી સંગીતવિશ્વના લોકપ્રિય કલાકારો શ્યામલ, સૌમિલ, અને આરતી મુન્શી પેશ કરશે ગીત, ગઝલ અને હાસ્યસભર સંગીતની રમઝટ.
આ ઉત્સવ ઉજવાશે 435 નોર્થ રાઉટ 59, બાર્ટલેટ, ઇલિનોઈ 60103 (ફોન 630-837-1077) સ્થિત રમણીય જૈન સેન્ટર ઓડિટોરિયમમાં. કાર્યક્રમના આયોજકો કહે છે કે સાચી શોભા તો તેના પ્રેક્ષકો જ છે. અમે દેશ પરદેશથી ઉત્તમ ચીજો પેશ કરીએ જ છીએ અને આશા છે કે સાહિત્ય અને સંગીત રસિકો ઊલટથી ભાગ લેશે અને કાર્યક્રમને, અશરફને બિરદાવશે.
આ કાર્યક્રમની ટિકિટો છે: ૭મીનું કવિ સંમેલન તથા અલ્પાહાર – $10, $25, VIP($50); ૮મીની સંગીત સંધ્યા સાથે ડિનર – $25, $35, VIP($50); બંને દિવસની સંયુક્ત ટિકિટ – $25, $50, VIP($100).
ટિકિટ તેમ જ વધુ માહિતી માટે વીરેશ ચાંપાનેરી 847-566-2029; નિશા કપાસી 847-757-6342; ઉત્પલ મુન્શી 224-578-5100; મુકુન્દરાય દેસાઈ 847-803-9560 અથવા હોરાઇઝન મેડિકલ સેન્ટર (લીના) 847-490-0600
Vadhu kae nhi lkhata aakho ma ashru aavi gaya
Bhuj sundar rachna che
Malik no jay ho
Congratulations. It was gr8 pleasure to attend the musical programme.
Congratulations to Asharafbhai, you and all other who will be recongnized this week end by Chicago Art Circle.
[…] કવિ શ્રી ને રૂબરૂમાં સાંભળવાનો એક મોકો શિકાગોવાસીઓને (સાથે મને પણ) આવતા શનિવારે મળશે.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો. […]
અગોતરા અભિનંદન જયશ્રી બેન. તમે હકદાર છો. તમે ગુજરાતી કવિતા, સાહિત્ય અને સુગમ સંગીત ની જે સેવા કરો છો તે બેનમુન છે.ઈશ્વર તમને વધારે શક્તિ આપે આ પ્રવ્રુત્તિ કરતા રહેવા માટે.
કયા શબ્દોમાં નવાજું ડબાવાલા સાહેબને…! બસ એટલું જ કે તેમના આ શબ્દો રમે રોમે રોમમાં…
જયશ્રી – અમિત આપ બંનેને પણ અભિનંદન, દિલથી
નિશાન્ત મારુ નામ ચ્હે Your site is really beautiful and really great and feeling proud on Gujrat and also being Gujrati After listening this all creativity of Gujjus. Its really really great work to put all stuff on one network u did very Weldon job. I am spreading this site to all my friend i like it lots i cant live without searching this site and listening all stuff. I love it
આફ્રિન. અશરફ્ ડાબાવાલાની આ રચના ખુબ ગમી.માંનો આવો રુડો ગરબો એક અમેરીકામાં તબીબ નો વ્યવસાય કરતા કરતા રચે તે એક અનોખી ઘટના છે.છેલ્લી બે પંક્તિઓ ફાંકડી બની છે.
જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !
તેમનું સન્માન અનેક એવૉર્ડ વિજેતા કવિ તરીકે થાય એ ખુબ ગરવી વાત છે.
મારે તેમના તબીબ તરીકેના વ્યક્તિત્વ ની વાત કરવી છે.હું તેમનો એક પેશન્ટ છું.સાતેક વરસથી તેમના સમ્પર્ક્મા છું.તેમને નિકટ્થી નિહાળ્યા છે.એક તબીબ દર્દીની સારવાર કરે તે વાત નવી નથી.પરન્તું આ તબીબ ખુબજ કાળજી પુર્વક દર્દીની વાત પુરી ગમ્ભીરતાથી સાંભળે,ઝીણવટ થી બધી વિગતો મેળવે,કોઇ ઉતાવળ નહી,કામનો બોજાનો ભાવ નહીં,સહાનુભુતી પારાવાર,મુડ ઉત્તમ અને પ્રસન્નતા સવારે કામ શરુ કરે ત્યારે જેવી હોય તેવીજ દિવસના અંતે હોય.દર્દીનું અર્ધું દુખ તો આ તબીબના આવા વ્યવહારથીજ ઓછું થઈ જાય્.મને લાગે છે કે આવા ડૉક્ટરોનેજ કારણે તેમને હીલીંગ એન્જલ્સ કહ્યા હશે.સલામ ડૉક્ટર ડાબાવાલા.
પ્રિય જયશ્રિ બહેન્,
તમ્હારુ સાતત્ય અને ખન્તપુર્વકનિ મહેનત અને અહેતુકિ ભક્તિને અમરા શત શત વન્દન. આ પુરસ્કર તો ઘનો વામનો છે. ટ્હુકો ખુબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ!
પ્રિય જયશ્રી,
ખુબ ખુબ અભિનન્દન અને ટ્હુકો ખુબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ!
નીલા
ટહુકો અને જયશ્રીબેન બહુમાનના પૂર્ણ હકદાર છે.
ગીત-ગઝલ-સંગીત મારફત ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો તેમનો અભિગમ દાદ માગી લે છે.
અમેરીકામા રહેતા ગુજરાતીઓ પણ સાહિત્યકારો, કવિઓ, સંગીતકારો વિ. નો જે આદર કરે છે તે પણ પ્રસંશાપાત્ર છે.
માનવંતા કવિઓ, સંગીતકારો અને ટહુકો કરતા જયશ્રીબેનનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન.
યોગિની અને ઉલ્લાસ ઓઝા
ડૉ.અશરફભાઈએ સરસ ગરબાના ઢાળ અને પંક્તિની પાછળ રે ! મૂકી ગઝલને એક અલગ અંદાઝથી રજૂ કરી સુંદર પ્રયોગ કર્યો..!
સાથે-સાથે શિકાગો આર્ટ સર્કલ દ્વારા યોજાનારા જાજરમાન કાર્યક્રમની વિગતો પણ ઉપસ્થિત રહેવા લલચાવે એવી….
ટહુકો.કૉમ દ્વારા આપણી માતૃભાષા ગુજરાતીના પ્રચાર અને પ્રસારમાં અને નવી તેમજ ભૂલાતી જતી
કવિતા,ગીત અને ગઝલોને વાચકો/ભાવકો સુધી પહોંચાડી અમુલ્ય સંસ્કૃતિના વારસાને જાળવવામાં દ્રષ્ટાંતરૂપ યોગદાન આપવા બદલ જયશ્રીબેનનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એમને અને ડૉ./કવિ/શ્રી અશરફ ડબાવાલા તથા કેતકીબેન શ્રોફ…વિ.ને હૃદયપૂર્વક અભિનંદન.
જયશ્રીબેન
તમને ઘણા ઘણા અભિનન્દન.
તમારી આ અભિવાદન વિધિ ની વાત જાણેી ને ઘણેી ખુશેી થયેી.
તમને અન ડો. અશરર્ફભાઈ ને ખુબ ખુબ અભિનન્દન
તમારા થકેી ઘણા લોકો ના ગેીતો ગઝલો અને સન્ગેીત સામ્ભલ્યા એ બદલ તમારો અને તમારા ટ્હુકાનો ખુબ ખુબ આભાર
આ પ્રમાણે અવિરત ગતિ થેી તમે અને ટહુકો પ્રગતિ કરો અને લોક્ચાહના મેળવો એવી અભ્યર્થના
મનોજ
Dear Jayshree,
I am very happy that you will be recognized for your enormous contribution to Gujarati poetry via your blog.
Jay Ho!
Vijay