(photo: TrekEarth.Com)
ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.
બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.
જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.
હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.
હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.
ના કશેથી આવવું કે ના જવું –
ને ઉપરથી જાય ના ભીનો વખત.
શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.
સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.
ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !
-રવીન્દ્ર પારેખ
Waaaaaah.khub j sundar rachna.khub gami.tamari kagadna kodiyano ..e pan mari favorite chhe.kyyaaa baat.
‘કાગળના કોડિયાનો લીધો અવતાર’ મુકવા વિનંતી…
‘કાગળના કોડિયાનો લીધો અવતાર’ મુકવા વિનંતી…
aa kavita vanchi ne bahu juna divas ni yad avi gai. varsas vishe su kahevu. kadach guj kavita ma jetla undan thi lagni darsavay che atli kadach j biji bhasha ma thati hase.
વાહ …………..
સરસ રચના.
જળ ભલે આપે વરસાદ તુ મને,
આંસુ ઉમેરી ને પાછુ આપવાની કલ્પના કેટલી સરસ,,,
અને સાવ લીલુ ઘાસ ફેલાયુ બધે,
દેવકાવ્યો ની ખુલી છે હસ્તપ્રત..
સુન્દર સરખામણી..
અદ્હ્ભત રવિન્દભાઈ,
ભિનિ આન્ખે કેમ ઉકેલુ કહે,
વિજલિ કે કોઇના દસ્તખત.
વિજય દેસઈ.
વાહ રવીન્દ્રભાઈ ! ક્યા કહેને !
તસ્વીર પણ ખૂબ સુંદર અને યથોચિત – અભિનંદન જયશ્રી.
બહુ સુંદર અને ઉંડાણ ભરી ગઝલ.
“જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.”
“ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !
ખરેખર સાવ ભીંજવી દીધા.
વરસાદ, વીજળી અને બીજુ કેટલુ બધુ !
ગહન ગઝલ.
શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત
બહુ જ સરસ
સાદ્યંત સુંદર ગઝલ.. બધા જ શેર જાનદાર થયા છે…
POEM IN THE FORM OF DRAMA