ટહુકો પર આ પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું ગીત – આજે કવિ શ્રી અનિલ જોશીના અવાજમાં ફરી એકવાર.
કવિ શ્રી ને રૂબરૂમાં સાંભળવાનો એક મોકો શિકાગોવાસીઓને (સાથે મને પણ) આવતા શનિવારે મળશે..
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !
ઐ દરિયા ઉપર ઓલ્યા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઊડ્યા
ને જાત મ્હાલી એવી તો ભાઇ મ્હાલી !
ઐ કાચો કુંવારો….
નાના હતા ને તૈ ખાટલા ટ્પ્યા ને પછી ઉંબરા ટપ્યા
ને પછી દરિયો ટપતા તો ભાઇ ગલઢા થયા ને પછી
જૂનું મકાન કર્યું ખાલી એવું તો ભાઇ ખાલી !
ઐ કાચો કુંવારો….
પછી ભમ્મરિયા ઘૂનામાં ન્હાવા પડ્યાં
પછી પાણીનો રંગ મને લાગી ગિયો
પછી દોરી ઉપર ભીના લૂગડાની જેમ
મને સૂકવી દીધો સાવ સૂકવી દીધો.
પછી દરિયાની ઓસરીમાં પીંજારો બેઠો
ને રૂથી ભરાઇ જતા કોરા આકાશમાં
સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને
આગ લાગી, એવી તો ભાઇ, લાગી !
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !
અનિલ ભૈનુ કવ્ય શ્રુન્ગાર રસથિ ભરેલુ સે.મને ગમયુ સે.હલવિ શૈલિમ લખયુ સે.સુન્દરસે.
ભુલ ભરેલુ ગુજરાતિ લખવુ ગમતુ નથિ તેથિ (સે)નો ઉપયોગ કર્યો સે.રસ્વૈ અને દિર્ઘૈ પન યોગ્ય રિતે વપરિ શકાતુ નથિ.શુ થાય?
આ ગીત આશિતભાઈ એ સ્વરબધ્ધ કર્યુ છે જેનુ કોમ્પોઝીશન ખુબ સુન્દર છે તે આપવા વિનન્તિ
mara nanpan ma ashitbhai e swarbadh karel aa geet … mara mitra tejas gupte na swar ma sambhdyo hato …. aaj lagbahg 30 varas pachi pan e shabdo ane e dhun yaad che ane tyar thi aaj sudhi aa geet sambhadva ni ichha che ..gotu chu …pan kyay madtu nathi
i dont know this subject
બહુ જ સરસ.
સરસ!!
A nice poetry from Anil Joshi. This song is already composed and sung by Ashit Desai. Please bring it for Tahuko listeners.
તડપદી ગુજરાતીમા સરસ આનંદમય રચના અને કવિશ્રીના સ્વરમા મઝા આવી ગઈ….આભાર
સરસ,
શ્રી અનીલ જોશી ના અવાઝ માં સામ્ભળવાની ખુબ મઝા આવી,
આભાર,જયશ્રીબેન,
સરસ કામ કરી રહ્યા છો.
Some competent person, please take trouble to explain the composition, please.
બહુ મઝા આવિ ગઇ આ કવિતા મા
લયના મોજાઓ પર સવાર પઠન, સાંભળનારને તરબતર ન કરી દે તો જ નવાઈ.
nice song
thanks jayshree
અનિલભાઇના અવાજમા તો ગઝલ સાંભળી. હવે શ્યામલ મુન્શીની સાંભળવશો તેવી આશા છે.
વાહ્..બહુ સરસ ગીત.
એક દુમ સરસ. જિવન નિ વાત કરિ
મસ્ત ગિત ,સરસ લાગ્યુ
એલા ભાઇ આ તો ખુબજ મજા પડી ગઇ. અતિશયોક્તિ લાગશે પણ ૧૯૯૦ ની સાલ થી આ ગીત માટે રઘવાટ હતો ને ક્યાંય મળતું ન હતું. તે વખતે મેં એક કેસેટ સાંભળેલી તેમાં આ ગીત હતું. (ઊર્મિ ને જણાવવાનું કે આ ગીત કમ્પોઝ્ડ જ છે.) કોઇ આગળ પાછળની માહિતી ન હતી મારા પાસે. હવે બીજો પ્રોજેક્ટ એ આ ગીત એમપી૩ ફોર્મેટ માં મળી જાય…
શયામ્લ મુનશઈ એ કંપોઝ કરેલ છએ.
અરે વાહ મજા આવી ગઈ… આ ગીત કોઈ કમ્પોઝ કરે તો ઓર મજા આવે નઈઁ?!
જયશ્રી
કાંઈ ટેલીપથી થઈ લાગે છે.
કાલે રાત્રે મારા પત્નિ સાથે આ ગીતની ચર્ચા કરતો હતો,
ત્યારે બધા શબ્દો મને યાદ ન હતા,
ત્યારે બે ત્રણ ડાયરીમાં પણ શોધી જોયું પણ ન મળ્યું,
અને આજે તમે આ ગીત પોસ્ટ કર્યું.
આપનો ધણો આભાર
—-જય ત્રિવેદી
સુંદર મજાનું ગીત…
મસ્ત ગીત !