૨ વર્ષ પહેલાના અષાઢ મહિનામાં સંભળાવેલું આ ગીત – આજે ફરી એકવાર… ગીત જો કે એટલું મઝાનું છે કે અષાઢ હો કે વસંત – એના તાલ સાથે ડોલવાનું મન થઇ જ જાય..! થોડા વખત પહેલા ‘ડગલો’ આયોજિત ‘મેઘાણી વંદના’ કાર્યક્રમમાં જ્યારે માધ્વીબેન-અસીમભાઇ અને સાથીઓએ આ ગીત રજૂ કર્યું ત્યારે મારા જેવા કેટલાય શ્રોતાઓ માટે ખુરશીમાં બેસી રહેવું મુશ્કેલ થઇ ગઇ હતું..! 🙂
સ્વર : માધ્વી – અસીમ મહેતા અને સાથી (હેતલ બ્રહ્મભટ્ટ, સુમોહા પટેલ, આણલ અંજારીઆ)
ડગલો કાર્યક્રમ ‘મેઘાણી વંદના’ દરમ્યાન રજૂઆત
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
Posted on – July 19, 2010
આષાઢી બીજ આવી અને ગઇ.. અને આમ તો મમ્મી એ ૧૦-૧૨ દિવસ પહેલા યાદ કરાવેલું કે તારી પાસે પેલું ‘અષાઢી મેઘના અંબર ગાજે’ વાળું ગીત હોય તો અષાઢ મહિનો શરૂ થાય ત્યારે મૂકજે… પણ બીજી બધી દોડા-દોડીમાં રહી જ ગયું…
તો ચલો, માણીએ આ મઝાનું ગીત – અને સાથે પાર્થિવ ગોહિલનો અવાજ… એમણે વર્ષો પહેલા સારેગામાની મેગા ફાઇનલમાં કરેલી રજૂઆત સાથે..!
http://www.youtube.com/watch?v=02XJmaS6zqY
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે,મેઘાડંબર ગાજે !
—આષાઢી.
માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—
આષાઢી .
ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે,સૂતી ગોપી જાગે.
—આષાઢી .
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે
—આષાઢી.
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.
—આષાઢી.
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે !
***********
વાહ વાહ સરસ મજા આવિ ગૈ .. અદથો ળાડવો ભલે પણ સ્વાદ અવિ ગયો . ખુબ મજા આવિ/
ખુબ જ સુઁદર કામ…. આપના આભારિ… “સુના સમદરનેી પાળે” ગિત મળે તો જરુર અપલોડ કરજો….. ધન્યવાદ અને શુભકામનાઓ…
ખુબ સુન્દર રિતે ગિત નિ રજુઆત્ કરિ
જયશ્રિબેન, ખરેખર અશાઢ મહિનામ આ અમર ગીત સામ્ભળીને મન એકદમ ત્રુપ્ત થઈ ગયુ..ધન્યવાદ!!!
તમારો અવાજ ખુબજ સુન્દર …….વાહ,,,,ભાઈ….વાહ….
beautiful and sweet.manilal.m.maroo
તમે આનંદ ના પંખી ટહુકે ટહુકે ગહેક્યા અને અમને તરબોળ કીધા
સવારે કામકરતા રાષ્ટ્રીય શાયર નું અમર ગીત અષાઢી સાંજ વેહલી સવારે સાંભળું ને મન મોર બની ગેહકાટ કરી ઉઠ્યું
અભિનંદન ની હેલી ઓછી પડે
નયન દવે
ખુબજ સુન્દર રજુઆત મજા આવિ
પાર્થિવજીને સો સલામો !ભાઇ…..રઁગ રાખ્યો તમે તો !
આભાર સૌનો !મેઘાણીજીને વઁન્દન સહ શ્રદ્ધાન્જલિ !
મેઘાણીનુ આ સદાબહાર ગીત. બેનમૂન.આજે અષાડ મહીનામા સાભળ્વાની મઝા આવી.ખુબખુબ આભાર.
મજા આવિ ગૈ બહેન્. ઈન્ટ ચુનાના જન્ગલમ આવુ સુન્દર ગેીત સામ્ભલિને આન્ખો ભિનિ થૈ ગૈ.. આભાર
પાર્થિવનો સૂર તો મોહક છે જ પણ આ ગીત કોઇ લોકગાયકના પડછંદ અવાજમાં સાંભળવું વધુ ગમે.જયશ્રી બહેન,કોઇ જાણીતા લોકગાયકના કંઠે ગવાયેલ આ ગીત મૂકો તો ઓર મજા આવે.
Unable to find link to play Aashadhi sanj na… any scope ?
Try on below link, you may get what you want….
http://www.youtube.com/watch?v=Xm7YpZhGyFQ
ખરેખર ઘણુ’ જ સુ’દર આ ગીત છે, હૂં શિક્ષક છું. અને આ ગીત મે શાળામાં બાળકો સમક્ષ મૂક્યૂ. આખુ ગીત હોઇ તો ખૂબ મજા આવશે.
ખરેખર ઘણુ’ જ સુ’દર આ ગીત છે, મને ઘણુ’ જ ગમ્યુ’ તેથી લખ્ય વિના રહી શકતો નથી. ખૂબ ખૂબ અભિન’દન આપવાનુ’ મન થાય છે. બસ બહુ લખી શકતો નથી.
બહુ સરસ .તારા મમ્મિ ને પ્રિન્ત પહોચિ જસે.
સરસ ગીત અને ગાયકી, વરસાદનો મહોલ માણ્યો, આનંદ અને આભાર….
http://www.youtube.com/watch?v=dpXH3qCWwUY
Another Meghani song with beautiful visuals at this recently posted video link. Enjoy.
અરે મઝા આવી ગઈ.તમને આ રેકોર્ડિન્ગ મોકલનારે ત્યાં હાજર મહાનૂભાવોન પ્રતિભાવ સાથે મોકલ્યું હોત તો વધારે આનંદ થાત.પાર્થિવે ખરેખર કમાલ કરી છે.લાડવાનો ટુકડો ખાઈએ તો પણ સ્વાદ તો એ જ આવે જે આખા લાડુ નો હોય.આભાર બેન્.
અદભુત ગાયન અને રજુઆત..!
-મીત
Jayshree,
Thanks, it’s like you showed the whole “LADVO” and gave only a mouthful.
Please try and get the whole recording. Love the good work you do and the effort you put in to get the best.
Thanks
Jyoti
વાહ.. પાર્થિવ ગોહિલની તો કાયાપલટ થઈ ગઈ છે !
આ ફાઇનલ મેં જોઈ નહોતી.. એણે ગુજરાતી ગીત ગાઈંને તાજ મેળવ્યો એ જાણી-જોઈ મન મોર બની ગયું…
Wonderful poem by beloved Meghani. Nice rendering by Parthiv. Off course, no Meghani lover would be happy for incomplete song, but thanks for whatever you have posted. Will be waiting for full recording.
આષાઢી સાંજનાં અંબર ગાજે – ઝવેરચંદ મેઘાણી
ઉપરોક્ત ગીત અને અન્ય અતિ પ્રાચીન રાસ -અમારી સાઈટ ઉપર ક્લિક કરી ને સાંભળી શકાય તેમજ સંગ્રહ કરી શકાય તે રીતે પ્રસ્તુત કરેલ છે. તમોને અવશ્ય ગમશે.
રશ્મી શુક્લા
http://sursangat.com/index.php?showtopic=569&pid=7315&st=0&#entry7315
http://sursangat.com/index.php?showforum=52
મેઘાણીજીનુ સુંદર ગીત. પાર્થિવની સુરીલી રજૂઆત. આભાર.
આ ગીત હાલમા ઈ-ટીવી ગુજરાતી પર “લોક ગાયક ગુજરાત” પ્રોગ્રામમા પણ સાંભળ્યુ હતુ.
માનનીય વલ્લભદાસભાઇ,
આપ જોઇ શકો છો કે અહીં પ્રસ્તુત રેકોર્ડિંગ પાર્થિવ ગોહિલે ‘સારેગામા’ના કાર્યક્રમમાં કરેલી રજૂઆતનો હિસ્સો છે. અને આવી સ્પર્ધાઓમાં સમયની મર્યાદાઓને ધ્યાનમાં રાખવી પડતી હોય છે. તદુપરાંત, બની શકે કે જે રેકોર્ડિંગ અહીં મૂક્યું છે – એ પણ સંપૂર્ણ ન હોય… મને જે મળ્યું, એ મેં વહેંચ્યું. અને ગીત અડધું તો અડધું, પણ ભારતભરના સંગીત મહારથીઓની સાક્ષીમાં પાર્થિવે રજૂ કર્યું, અને દુનિયાભરના સંગીતપ્રેમીઓએ માણ્યું, એનો મને વધુ ગર્વ છે.
મને જ્યારે આ ગીતના બધા શબ્દોવાળું સારુ રેકોર્ડિંગ મળશે, ત્યારે આ ગીત ફરી રજૂ કરીશ. પણ just because this particular recording doesn’t include all the stanzas, criticizing the same for being incomplete doesn’t appeal to me personally.
Jayshreeben & Team:
Many stanzas are left out by singer Parthiv Gohil from this immortal poem’s rendition.Is the soul of Meghani satisfied? Certainly not.So also mine.
No wonder, insatiated souls do not rest easy.
Vallabhdas Raichura
North Potomac
July 18,2010
આભાર, કોઇ વાર મેઇલ કરે તો રાજીપો થાય દીકરી.