૨ વર્ષ પહેલાના અષાઢ મહિનામાં સંભળાવેલું આ ગીત – આજે ફરી એકવાર… ગીત જો કે એટલું મઝાનું છે કે અષાઢ હો કે વસંત – એના તાલ સાથે ડોલવાનું મન થઇ જ જાય..! થોડા વખત પહેલા ‘ડગલો’ આયોજિત ‘મેઘાણી વંદના’ કાર્યક્રમમાં જ્યારે માધ્વીબેન-અસીમભાઇ અને સાથીઓએ આ ગીત રજૂ કર્યું ત્યારે મારા જેવા કેટલાય શ્રોતાઓ માટે ખુરશીમાં બેસી રહેવું મુશ્કેલ થઇ ગઇ હતું..! 🙂
સ્વર : માધ્વી – અસીમ મહેતા અને સાથી (હેતલ બ્રહ્મભટ્ટ, સુમોહા પટેલ, આણલ અંજારીઆ)
ડગલો કાર્યક્રમ ‘મેઘાણી વંદના’ દરમ્યાન રજૂઆત
આષાઢી બીજ આવી અને ગઇ.. અને આમ તો મમ્મી એ ૧૦-૧૨ દિવસ પહેલા યાદ કરાવેલું કે તારી પાસે પેલું ‘અષાઢી મેઘના અંબર ગાજે’ વાળું ગીત હોય તો અષાઢ મહિનો શરૂ થાય ત્યારે મૂકજે… પણ બીજી બધી દોડા-દોડીમાં રહી જ ગયું…
તો ચલો, માણીએ આ મઝાનું ગીત – અને સાથે પાર્થિવ ગોહિલનો અવાજ… એમણે વર્ષો પહેલા સારેગામાની મેગા ફાઇનલમાં કરેલી રજૂઆત સાથે..!
ગઇ જુન ૧૩ ના દિવસે અમારા ડગલાના ઉપક્રમે જે ‘સ્વર્ણગાથા ગુજરાતની‘ કાર્યક્રમ રજૂ થયેલો, એમાં રજૂ થયેલ આ ગીત આપ સૌ માટે… સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ સાથે….
આ ગીત ઘણી રીતે ઘણું જ ખાસ છે… અહીં રજૂ કરનાર હેતલ-સુમોહા માટે તો આ ગીત ખાસ છે જ.. પણ એમની પાસેથી પહેલીવાર આ ડગલો કાર્યક્રમના એક ‘practice session’ માં સાંભળ્યું, ત્યારથી એ મને પણ એટલું જ વ્હાલું છે. કોણ જાણે શું કારણ હશે, પણ જેટલીવાર એમની પાસેથી આ ગીત સાંભળ્યું, રૂબરૂમાં કે રેકોર્ડિંગ – એટલીવાર આંખો ભીની થાય…
હેતલ-સુમોહાએ આ ગીત – એમના સી.એન.વિદ્યાલયને અર્પણ કર્યું છે – જે ગીત પહેલાની શ્રુતિની પ્રસ્તાવનામાં આપ સાંભળશો જ..!!
આપણને ૬૩ વર્ષ પહેલા મળેલી સ્વતંત્રતા કેટલી મોંઘેરી છે – એ ઝવેરચંદ મેઘાણી – આપણા રાષ્ટ્રીય શાયર ના શબ્દોમાં સાંભળીએ..! અને સાથે – કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દોમાં આસ્વાદ..!
એના ભૂખ્યા પેટ છતાં એને, કેવી મોંઘી તુ કેવી મીઠી
એના બેડી બંધન તુટશે, એવી આશે ખલ્ક બધી ખડી !
– ઝવેરચંદ મેઘાણી
**************************
સાથે સુમોહા-હેતલના શબ્દોમાં થોડી વાતો… વાંચતી વખતે જાણે આપણેય સી.એન.વિદ્યાલય પહોંચી જઇએ..!
This song has a very distinct memory of my childhood. Usually this song used to be sung almost every week at least once in our C.N. prarthnamandir during the months of August and January as a tribute to our svatantrata senanis…
If I close my eyes and sing the song I will go back to my prarthnamandir with a statue of Gandhiji in the center back of the stage and our small team of sangit udyog students would be sitting in the front facing the audience as if Bapu is standing right in the back of us and we are singing this song.
Usually the month of august is a month of rain and as we sang this song it would be raining. The notes of the composition are so touchy that many times we saw tears filled eyes of many students in the audience. Sometimes even we would be in the middle of singing the song and would see Jhinadada coming towards the prarthnamandir….immediately all the children would raise and wave their right hand in respect of his arrival. As far as I know Jhinadada ‘Snehrashmi’ he mentioned that he could hear all the songs sung in the prarthnamandir and whenever he listened to these songs for eg. taara naam ma….. and ame namie tane chirsathi…… from his home that used to be very close to the prarthnamandir he couldn’t stop himself to come and be the part of the prarthna.
We were 10,11 years old at this time. It was in 1985 and we didn’t know what it means. But the composition ,lyrics,environment of the prarthnamandir and Jhinadada himself made such a deep impact on our little minds and hearts that even today I feel so rich being part of this whole experience.
– Sumoha.
I have memories of this song from when I was about 6 year old, hearing my elder sister Priti singing this song, she also studied in CN.
I remember in my 5th grade when our Music teacher started teaching this song in our Sangeet Udhyog class, I jumped in my seat surpised as I almost knew the song! – It has been a favourite ever since.
Both Sumoha and I come from a ‘ Loyal-To-CN-families’ having many family members/cousins who studied in CN. & I think we all are extremely lucky to be nurtured by such a balanced & coulorful environment which was filled with lightness of freedom but at the same time grounded with very high level of discipline .
Little more background –
Around 1970s onwards many schools in Gujarat started English medium schools & due to that many Guajarati medium schools like Navchetan etc eventually closed down.
During those tough time the founders of CN very firmly held their grounds & continued their emphasis on Gujarati language medium for all students K to 12. They have continued introducing students of tender age of 8-10 years of age with very best and classic pieces of gujarati literature & music as part of curriculum, providing highly regarded poets/writers as teachers like Shri SnehRashmi(Jhina dada), Madhav Ramanuj and Yoseph Mecwan & many others.
– Hetal
**************************
માતૃભૂમિનો પ્રેમ
સ્વતંત્રતા એ શબ્દનો અર્થ જાણવા માટે ક્યારેય શબ્દકોષ ન ઉથલાવતા. એ શબ્દનો સાચો અર્થ અનુભવકોષમાં પડ્યો છે : એ શબ્દ પણ નથી, એક લાગણી છે, જે અનુભવી શકે એ અનુભવી શકે; ન અનુભવી શકે એના માટે એ બારાખડીમાં આવતા કેટલાક સંકેતોથી વિશેષ કશું જ નથી.
સ્વતંત્રતા એટલે શું ?
તમે માનું નામ લ્યો અને હ્રદયમાં જે લાગણીનો ઝરો છલકાઈ ઊઠે, એ જ વત્સલતા સ્વતંત્રતા નામમાં પણ રહી છે. બીજા બધા સંજીવની મંત્રો વિશે તો આપણે વાર્તા-પુરાણોમાં વાંચ્યું છે, પણ સ્વતંત્રતા એ તો સિધ્ધ સંજીવની મંત્ર છે. નિર્જીવના હ્રદયમાં જીવન પ્રેરે એવો મહાન મંત્ર.
અદાલતમાં લાંબી કારવાઇ ચાલ્યા પછી એક આરોપીને ‘નિર્દોષ’ જાહેર કરવામાં આવ્યો, ત્યારે એણે કહ્યું : ‘અત્યાર સુધી આ ત્રણ અક્ષરના શબ્દનો કેટલો મોટો મહિમા છે એની મને કલ્પના પણ નહોતી.’ કોઇ પ્રજા જ્યારે ગુલામીની ધૂંસરીમાંથી મુક્ત થાય ત્યારે જ એને સ્વતંત્રતા એ શબ્દનો સાચો અર્થ સમજાય છે.
પરાધીનતાના દીર્ઘ કાળ પછી પહેલી જ વાર જ્યારે માણસ પોતે સ્વતંત્ર છે એવો અનુભવ કરે એ ક્ષણનો જ મહિમા છે – અને ભારતમાં આ ક્ષણ પંદરમી ઓગસ્ટ ૧૯૪૯ના રોજ નહીં, એ પહેલાં કેટલાયે દાયકાઓ અગાઉ આવી હતી. પરાધીનતા એ બહારની કોઈ પરિસ્થિતિ નહીં, પણ આંતરિક મન:સ્થિતિ છે; અને આ સ્વતંત્રતાનો અમલ માનવીના મનમાં ઘૂંટાય પછી એને કોઈ બંધન બાંધી શકતા નથી.
આપણે સ્વતંત્ર નહોતા ત્યારે કવિએ અનુભવેલી સ્વતંત્રતાની ખુમારીનું આ કાવ્ય છે. આપણે આઝાદી દિન ઉજવીએ છીએ, પણ આજના આ ઉત્સવને શક્ય બનાવવા માટે પોતાની સમસ્ત આવતી કાલ જે માણસોએ હોમી દીધી, એમને કેમ વીસરી શકીએ?
કેટકેટલા યુવાનોએ સામેથી છૂટતી ગોળીઓની બોછાર સામે હસતા મુખે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારાઓ બુલંદ કર્યા હતા, એ વાત હજી ગઈ કાલના ઈતિહાસની છે. સ્વતંત્રતા શબ્દનું જાદુ આ યુવાનો પર જે હતું એ આજે છે ખરું? એ જમાનામાં ગુલામીના અન્ન ખાવા કરતાં આઝાદીના તરણાં પર જીવવાની ખુમારી ધરાવતા લોકો આપણી વચ્ચે હતા. આજે આઝાદ થયાને આટલો સમય વીત્યો છે ત્યારે મેઘાણીની આ કવિતા આપણને ફરી એક વાર એ વાતાવરણમાં મૂકી દે છે અને આપણા એક કવિના શબ્દો વેધક તીરની માફક આંખો અને હ્રદયમાં વાગે છે.
દેશ તો આઝાદ થતા થૈ ગયો –
તેં શું કર્યું?
આ સંઘર્ષમય યુગમાં આ પ્રશ્નનો ઉત્તર ભલે સૌ કોઇ પોતપોતાની રીતે આપે છતાં એ પ્રશ્ન અત્યારે તો નિરૂત્તર જ લાગે છે.
ક્યાં છે એ ખુમારી જ્યારે હસતાં હસતાં જુવાનો ફાંસીને વરમાળા સમજીને પહેરી લેતા હતા !
માતૃભૂમિ માટેનો પ્રેમ – આ કૈ શીખવવાની વસ્તુ નથી. બાળકને કોઇ શીખવી નથી શકતું કે માને કેમ પ્રેમ કરાય! પણ જે બાળક માતાને પ્રેમ કરે છે એ સારી પેઠે જાણે છે કે માનો હાથ જો મસ્તકે હશે તો ગમે તેવી આપત્તીનો એ સામનો કરી શકશે..! ગમે તેવા ભય વચ્ચે પણ માતાનું નામ હોઠે આવી જશે, તો મૃત્યુ સાથે પણ એ પોતાનો પંજો મિલાવી શકશે.
માતાનો પ્રેમ મળવો એ જન્મસિધ્ધ હકીકત છે; માતાને પ્રેમ કરવો એ કર્મસિધ્ધ અધિકાર છે.
– હરીન્દ્ર દવે
(આભાર : માનસરોવરના હંસ)