સ્વર : હંસા દવે
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય
( લખીએ કયાંથી કાગળ… ફોટો: http://dollsofindia.com/)
.
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ.
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ
ત્યાં હૈયું હાથને રોકે
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.
અમે તમારાં અરમાનોને
ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને
અંધારે અજવાળ્યાં
તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ.
– મેઘબિંદુ
દિવ્ય ભાસ્કરની હયાતીનાં હસ્તાક્ષર કોલમમાં વાંચો, સુરેશ દલાલ દ્વારા આ ગીતનો રસાસ્વાદ.
સાવ કુંવારો કોરો કાગળ…
‘મેઘબિન્દુ’નું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જન્મ : ૧૯૪૧), કાવ્યસંગ્રહ : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય. આ કવિ મુંબઈમાં- મુલુંડમાં રહે છે. એમની કવિતાનું મૂળ અંગત સંવેદનામાં છે. કાગળમાં ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય પણ છતાંયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું એની વિમાસણ હોય છે.
અહીં કવિ કાગળ પર પ્રિય વ્યકિતનું નામ હજી લખે ન લખે ત્યાં તો એમની આંખમાં આંસુ આવે છે અને આંસુના પડદા પાછળથી પ્રિય વ્યકિતનું નામ જોવાનું રહે છે. આ ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે કાગળ લખવો તો છે, પણ લખાતો નથી. અને કોરા કાગળને કોઈ અર્થ નથી. આપણું જીવન સામાન્ય રીતે સુખ અને દુ:ખના બે મોટા હાંસિયા વચ્ચે વહેંચાઈ જતું હોય છે. કયારેક થાય છે કે કાગળમાં તમને સુખની ઘટના લખું. લખવા જાઉ છું ત્યાં તમારા વિનાનું મારું સુખ એટલે દુ:ખ-મારી કલમને રોકે છે. દુ:ખની ઘટના લખવા જાઉ તો હૃદય હાથને રોકે છે.
કારણ કે તમે પણ મારા જેટલા જ દુ:ખી હો અને એમાં હું તમને મારા દુ:ખની વાત કરીને વધારે દુ:ખી કરું એ મને ન ગમતી વાત છે. લખવું છે અને લખાતું નથી. લખાય છે એ પૂરેપૂરું પ્રગટ થયું નથી. હું છેકભૂંસ કર્યા કરું છું. આખો કાગળ છેકાછેકી કરતાં કરતાં માંડ માંડ પૂરો થાય છે. પૂરો થાય છે એ તો કહેવાની એક રીત છે. બાકી જગતમાં કોઈ કાગળ કયારેય પૂરો થતો નથી. કાગળમાં આખું હૃદય પાથરવું છે. ભાવને પૂરેપૂરો પ્રગટ કરવો છે. હૈયે છે એ હોઠે આવતું નથી. હોઠે આવે છે તે કાગળ ઉપર પ્રગટતું નથી. પ્રહ્લાદ પારેખની ચાર પંકિત યાદ આવે છે.
હૈયાની જાણો છો જાત?
કૈવી હોયે કંઈયે વાત,
તોયે કૈવી ને ના કૈવી,
-બંને કરવાં એકીસાથ!
પ્રિય વ્યકિત માટે લાખલાખ ઉમળકાઓ અને અરમાનોને ઉમંગથી શણગાર્યા હોય. પ્રિય વ્યકિતનાં સપનાંઓ માટે ગાઢ અંધકારમાં પણ અજવાળા પાથર્યા હોય. ગમે એટલું કરીએ તો પણ પોતાના મનને કશુંક ઓછું જ લાગવાનું. પ્રિય વ્યકિતને માટે જમીન આસમાન એક કરી નાખવા મન તલપાપડ થતું હોય છે. આપણી અપેક્ષાના અશ્વ હણહણતાં હોય છે. પણ પ્રિય વ્યકિતની ઈરછાઓ, વેગ અને આવેશ પવનથી પણ વિશેષ જોરદાર આગળ ને આગળ ફૂંકાતા હોય છે. આમ જે કંઈ લખવું છે તે લખાતું નથી. પ્રિય વ્યકિત માટે જે કંઈ કરવું છે તે કરાતું નથી. અને અધૂરપની મધુરપ સાથે જેટલું જીવાય એટલું જીવી લેવું છે. આ સાથે એક ગીત મુકું છું:
હું તો લખતી ને કોરો રહે કાગળ
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!
અહીંના આકાશ મહીં ત્યાંનાં કોઈ વાંદળાં
રે, આવી આવીને જાય વરસી;
હરિયાળી આમ ભલે ખીલી ને તોય મને
લાગે કે આજ ધરા તરસી.
એકેએક ઘૂંટે ઘૂંટાયો દાવાનળ;
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!
પંથ મારો ચાલે ને તોય મને લાગે
કે અહીંયાં કોઈ પંથ નથી કયાંય;
અહીંનો સૂનકાર બધો આવે સમેટવા
એવો કયાં ટ્હૌકો રેલાય?
મૌનમાં ગળતો રહે છે હિમાચળ
કે પંથ મારો આગળ જતો ને હું રહું પાછળ!
I AM LIVING IN LONDON.SOMETIME FEEL ALONE.I MISS INDIA A LOTS,MY HEARTS STILL KATHYAVADI.AND GUJRATI SONGS IS MY LIFE.FIRST THAX MY LOVELY SIS CHANDA.KE SHE TOLD ME THIS WEBSITE & THAX JAYSHREEBEN.THAX AGAIN.
very touching song. few simple words expresses emotions very well
કાગળ મારે લખવો તે કેમ કરી,
ભાવ મારે ભરવો તે કેમ કરી,
લખાયે ના જી ! … કાગળ
જરીયે મારી કલમ ના ચાલે,
મારે ગાવું તે શું ગાને,
મને સમજાયે ના જી ! … કાગળ…
પ્રિય વ્યકિતને કાગળ લખવો એ સહેલુ નથીજ…..
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ….
વાહ વાહ્!!!
no words for it just touched my heart lovely
It shows real love. Without writing anything, heart tells everything.
FARI KAHIK TAJU THAI GAYU.
સુંદર ગીત – સહેજે ર,પા,નું “કાગળ હરિ લખે તો બને” યાદ આવી જાય.
‘મેઘબિન્દુ’નુ એક મુક્તક
અતીતના સ્વપ્નની વાત છું
એક તૂટેલા દર્પણને વાત છું
મને રોપો નહીં રસાળ જમીનમા
સહરામામા ઊગી શકું એવી જાત છૂં
realy i like sond and thank you for your good song
રેઅલ્ય ગોૂદ અન્દ ને સોન્ગ ઇ લિકે થિસ ત્ય્પે સોન્ગ ,વેર્ય વેર્ય ગોૂદ્
હન્સાબેન નો અવાઝ એત્લોજ તરોતાઝા લાગે છે
ભગ્વાન તેમ્નિ જોડિ અખન્ડ રાખે .
કેનેડા મા પન ગુજ્રરાત નિ મહેક એત્લે
પ અને હ નો સુર્..
સુંદર !હૈયાની વાત કોઈ જાણી શક્યુ નથી.
વેદનાને કોઈ પહેચાણી શક્યુ નથી અને
જીવનને કોઈ સમજી નથી શક્યુ નથી.
ગજેન્દ્ર.ચોકસી.
કનેક્ટીકટ.અમેરિકા.
Very nice song. Really enjoyed it.
મેઘબિંદુ આપની રચના અદભુત છે
આપની ગેરહાજરી સતત વરતાય છે
જય શ્રી બેન અને અમિત ભાઈ ખુબ ખુબ આભાર અસામ ઇન્ડિયા મા સુન્દર ગુજરાતિ ગીતો સામ્ભળી ને ખુબજ આનન્દ આવ્યો.
પોતાનાને પત્ર લખવો કેટલો કઠીન છે તેનુ શ્રી મેઘબિંદુ દ્વારા સુંદર ચિત્રણ.
સુંદર!!! ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ…..વાહ વાહ!
It’s Really a good Song. really enjoyed.
સરસ્
વાહ…!