અમરભાઇને રૂબરૂમાં સાંભળવા એ ખરેખર એક લ્હાવો છે. કોઇ પણ કવિતા કે ગઝલ રજૂ કરવાની એમની આગવી રીત જાણે આપણને કવિ-કવિતાની થોડી વધુ નજીક લઇ જવામાં મદદ કરે છે.
અને અમદાવાદીઓને એ લ્હાવો અવારનવાર મળતો રહે છે.. વધુ એક એવો જ લ્હાવો મળશે જુન ૧૯મી એ… વધુ માહીતી માટે અહીં ક્લિક કરો.
કાવ્યસંગીત શ્રેણી – મરીઝ (૧૯ જુન, ૨૦૧૦ – અમદાવાદ)
પ્રસ્તાવના, સંગીત અને સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વારાભિષેક
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.
કોણને એ મ્હોતી,
ને નેણ ભરી જોતી,
શું જાણ એને ન્હોતી ?
કે ચાંદલો બંધાણો પાણીનાં પાશમાં… પોયણી o
તમરાએ ગાન મહીં,
વાયરાને કાન કહી,
વન વન વાત વહી,
ઢૂંઢતી એ કોને આટલા ઉજાસમાં… પોયણી o
અંકમાં મયંક છે,
ન તોય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શિબાવરી બનેલ અભિલાષના હુતાશમાં… પોયણી o
-રાજેન્દ્ર શાહ
* ‘શબ્દનો સ્વારાભિષેક’ આલ્બમ ખરીદવાની ઈચ્છા ધરાવનાર અમેરિકામાં રહેતા મિત્રો અહીંથી માહિતી મેળવી શકે છે…!
Dear Jayshriben
aapni site ne rasthi manu chhu.ghani krutio varsho pachhi vanchava mali.badha pustako aajna samayma gharma rakhava
shakya nathi tyre tamari aa ananya seva amara jeva gujarati sahityana bhavako mate anmol chhe.aapano aabhar.
સરસ શબ્દો
મધુર મધુર સ્વરાંકન
શબ્દો અને સ્વર બંને આનંદ આપી જાય છે……
સરસ અવાજ છે…
Rajeshbhai,
Try a different version. The file is working fine here on my computer.
Hi Jayshree
Nice wording… But alas !!! I’m unfortunate….
It shows “error opening file” when u play the track…
Pls check…
Warm regards,
RAJESH VYAS
CHENNAI
શ્રી જયશ્રીબેનઃ
તમે સુન્દર કવન અને ગવન પ્રસ્તુત કરો છો અને સાથે સાથે સુન્દર તસ્વીર પણ. આ બધા માટે આભાર.
કેવી નાની બહેરનું ગીત! પણ કવિએ કેવી સરસ રીતે તમામ કંડીઓને એકબીજા સાથે સાંકળી લીધી છે!! આખી રચના અદભુત થઈ છે… વારંવાર વાહ..વાહ પોકારી ઊઠવાનું મન થાય છે અને તોય વાહવાહી ઓછી પડતી હોવાનો અહેસાસ થાય છે…
ગાયકી પણ એવી જ કર્ણપ્રિય છે!!
—ભાઇને/બેનને રૂબરૂમાં સાંભળવા એ ખરેખર એક લ્હાવો છે. આએક બહુ ચીલાચાલુ
કોમેંટ છે.પુ.ઊ. હોય કે આશીત કે સોલી હોય બધાને આ લાગુ પડે છે.
કોણને,
જ્યોતિ,
શિબાબરી
આ શબ્દોમા ભુલ હોય તેવું લાગે છે
અદભૂત…..સંગીતમય…..
આલ્બમ પણ અદભૂત
Niruddeshe : songs of poet Rajendra Shah-
Song-Mazam ratama / Kavita Krishnamurthy -We are looking for this Gujarati song.If you or anyone has plaese upload or send us by mail.devduttasatgmaildotcom