મેહુલ સુરતી નામના ‘ખજાના’ નું વધુ એક મોતી… મેહુલના સ્વર-સંગીતમાં આ સરળ પ્રેમકાવ્ય એકદમ ખાસ લાગે અને વારંવાર સાંભળવાનું મન જરૂર થાય…
સ્વર – સંગીત : મેહુલ સુરતી
કવિ : શ્રી જે. કે. પટૅલ
.
સખે, ગીત ગાવા દે મને તારા પ્રેમનું,
સૌરભ પ્રસરાવવા દે મને તારી પ્રિતનું.
બુલબુલ બની વિહરવા દે, ઉધ્ધાત તુજ ઉપવનનું.
ઘંટારવ બની ગુંજી ઉઠું, નિશદિન તુજ મંદિરનું.
નથી શબ્દજાળ કે અલંકાર, મીઠાશ શેની ભરું?
ફક્ત ભાવનાનો ભર્યો કુંજો, છલકાઇ જાય ઓ ભેરું.
પંખી બની, ઊંચે ઊડી, કુંજે કુંજે ગાયા કરું,
ગમે તુજ પ્રિત કેરા ગાનમાં, મસ્ત બની રાચવું.
આ ગીત અંજલિ રૂપે તર્પણ કરી, મુજ સખાને અર્પણ કરું,
ગીત ગાવા દે, સખે, ગીત ગાવા દે.
ભગવાન તમારા બંન્નેનું ભલું કરે આ ગીત સર્જન માટે..!
-મીત
ચોથી વર્ષગાંઠ પ્રસંગે ખુબ ખુબ અભિનંદન !
બહુજ સુન્દર ગેીત ચે મન કોૂબ્જ ગમ્યુ .ચોથિ વર્શ્ગન્થ અવે ચે તો અભિનન્દન્ તહોૂકો ખોૂબ અનન્દ અપે ચે.
સ્વરકારઃ શ્રેી જે. કે. પટૅલ.
Wah Jayshree…
Classical melodious LUV song… Gr8 Gr8…
Warm Regards,
RAJESH VYAS
CHENNAI
દરેક પ્રેમિ ના દિલ નો અવાજ્
ખુબ સુનદર્
ચોથી વર્ષગાંઠ નજીક આવી ઍટલે પંખીઓ ઉડવા લાગ્યા અને પ્રેમથી કલશોર કરવા લાગ્યા છે.
કુંજે કુંજે ટહુકો સાંભળવાની હમેશા મઝા આવે છે. અભિનંદન.