રમેશ પારેખની કવિતાઓમાં આવતી વિષય-વિવિધતાનો વધુ એક નમૂનો એટલે આ કવિતા… પોતાની મૂછોના આવા વખાણ બીજા કોઇ કવિએ કર્યા છે ખરા? 🙂 હા, મને મૂછ અને કવિતાની એક સાથે વાત નીકળે ત્યારે મને ગમતી આ કવિતા – …કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો ચોક્કસ યાદ આવે..!!
( રમેશ પારેખ….. Photo: http://rameshparekh.in)
મારા ચ્હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા…
અમરેલી શ્હેર જેવું અમરેલી શ્હેર મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા…
કોણ જાણે ક્યાંથી આ નાસિકાના છાયડામાં
દોમ દોમ તાણી છે રાવટીઃ
ભીતરનું ભોપાળું નીકળ્યું કે અસ્સલમાં
એક એક તંત છે બનાવટીઃ
કોઇ નથી કરતું પડપૂછ, મને ખમ્મા…
ખોંખારા મારવાથી હિમ્મત રહે છે
અને લાગે છે વાહવાને દાદુઃ
બાકી તો માછલી બતાવે છે રેતીના –
રાફડામાં જીવવાનો જાદૂઃ
ધીંગાણું કોણે જોયું છ? – મને ખમ્મા…
– રમેશ પારેખ
[…] મારા ચ્હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ… […]
રમેશ પારેખની આ કવિતા ખુબ મજાકિયા છે.ઍમની આવી બીજી કવિતાઑ મુકો તો મઝા પડી જાય.
ર/પા.ને વિશયની ખોટ કદી પડતી નહે.વિશયો તેને ગોતતા ફરતા.
એક છોકરીના હાથમાથી રુમાલ પડે.
ને આખું ગામ વળે નીચે
જુવાનો આંખ ફાડે ને બુઢાઓ આંખ મીચે.
*(નીચે અને મીચે નો પ્રાસ કેવો સાહજીક રીતે બેસી ગયો છે.)
અથવા
ગોકુળમા હોય શકે નહી દહી ની દુકાન અને રાધા હોય શકે ચશ્મા
અમરેલી ગામમા મસાણ જોઇ જીવણા ખિખી ખિખી ખિખ્ખી ખિખી હસમા
*(હસમા અને ચશ્મા નો પ્રાસ તો ર.પાનેજ સુઝે(
અને અહીં તો કલ્પના ક્યાં પહોંચી છે
દરિયાની છાંયડીમા મછલીનું ગામ અને ગામ મહી દંતકથા ચાલે
કે ભાઇ, અહીં દરીયો હતો ગઈ કાલે ,, કે જીયો જીયો
અને આ ગીતનું શીર્ષક પણ કેવું /શાણા આસ્તિકોનું ગીત !
અશરફ ડબ્બાવાલા એ સાચું જ કહ્યું છે
સ્વર્ગસ્થ સૌ કવિ ને તું ઉત્તમ ભલેને ગણે
પણ એ કહેને એમાં ર,પા ,કેટલા હતા !
સુંદર મજાનું કાવ્ય… ર.પા. એટલે ર.પા…
ખોંખારા મારવાથી હિમ્મત રહે છે..ખમ્મા તને ઘણી ખમ્મા ! વિહંગભાઈ, “રમેશ”થી ભુલા પડવાનું આપણને ક્યાં પાલવે એમ છે?!
મુછાળા માનવીને ઘણી ખમ્મા !
ઉલ્લાસ
ર.પા.ની વિષય વિવિધતા અનન્ય છે. આ મૂછકાવ્ય પ્રથમ પુરષ એકવચનમાં ભલે હોય એ ‘આલા ખાચર’ ટેગવાળું વધુ છે.
અમરેલી નામ પાડીએ હરએક શહેરનું, તો ક્યાંય આ “રમેશ”થી ભૂલા નહીં પડાય !
ભાઈ ભાઈ એ અમારુ અમરેલી…
Dear Jayshree
tari paase to akshaypatra chhe. thnx a lot. u come up with things which one may not think of.
Sejal Shah
ખમ્મા, રમેશભાઈની મૂછને ઘણી ખમ્મા!
સુધીર પટેલ.