કવિ શ્રી ભગવતીકુમાર શર્માને એમના ૭૬મા જન્મ દિવસે ખૂબ ખૂબ… હ્રદયપૂર્વક શુભેચ્છાઓ..! અને સાથે સાંભળીએ એમની આ ગઝલ, રવિન નાયક અને ગ્રુપના સ્વરમા..! દર વર્ષે રવિનભાઇ ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ દ્વારા પરેશભાઇને યાદ કરવાનો એક વધુ મોકો ગુજરાતીઓને આપે છે – એવા જ એક કાર્યક્રમમાં રજૂ થયેલું આ પરેશભાઇનું જ સ્વરાંકન…!!
(વાંસના વન…….. Photo: http://photobucket.com/)
સ્વરાંકન – પરેશ ભટ્ટ
સ્વર – રવિન નાયક અને સાથીઓ
વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.
તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.
શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.
કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.
– ભગવતીકુમાર શર્મા
tamari aa site pr tame anand kumar sinh nu sugam thoda song upload kro wo reqest he_
VERY NICE ONE
I still remeber, I had particiapate in this song with Mittali Didi Baxi , Dhara Majmudar and many more.It was a best programme of my life and yes want to share that when I was in school days Ravin Bhai and Shefali madam has inspire me to learn music and Dance……….Thanks to Them and this is one of my fav song………….
વાહ રવિન ભાઈ ! સી સી મહેતા નુ stage યાદ આવી ગયુ.
Gr8 song from gr8 composer. Thnx for the song.
Plzzzz., Plzzzzz., Plzzzzz., find all the songs sung by Beloved Late Pareshbhai. He was and still is a rare jewel. Do everything possible to find n post them.
વાહ શ્રી રવિનભાઈ…………
વાહ રવિનભાઈ……..
Excellent!
When ever the name KRISHNA goes in any poem it makes it beautiful.
It reminds me the adventures of natkhat in Vrindavan.
પવનની ખૂબીઓને બ-ખૂબી ઝીલતી ગઝલ- એક સુંદર કાવ્ય. વૃંદગીતના ફોર્મેટમાં આ ગઝલને કુદરતી કવિતાની જેમ રજૂ કરી શકાઈ છે. કવિતાને આત્મસાત કરી સ્વરાંકન કરનાર આપણા અદ્ભૂત સંગીતકાર સ્વ. પરેશ ભટ્ટને સલામ. રવિન નાયક આણી મંડળીને એના આગવા કસબ બદલ અભિનંદન.
ઉત્તમ ગઝલ અને ગાયકિ. ઘેરે બેસિને પન ઓદિતોરિઉમ મા સમ્ભ્લુ તેવો આનદ થયો.
કમ્લેશ બુચ્
સુંદર ગઝલ… ગાયકી પણ સ્પર્શી ગઈ…
Wah, kya baat hai, what a composition ! Fantastic. Nowadays, Vrind Gaan is rarely being composed. It was composer like Kshemubhai’s forte, who has composed so many Vrind Gaan by his Shruti corus.
This song has revived those golden days. Hats off to Ravinbhai and his group.
Even after so many years of his death, the composer like Paresh is fondly remembered by his music lovers, to pay tribute to his work, itself shows the calibre of his compositions. Long live Paresh and his work.
Jayesh Mehta (sahradayfoundation@gmail.com)
બહુ જ સરસ રજુઆત. રવિનભાઈ ‘પરેશ સ્મૃતિ’ અવિરતપણે નિષ્ઠાથી ઉજવે છે .. એક યજ્ઞની જેમ ! તેમને અભિનંદન.
કવિશ્રીને ખુબ ખુબ અભિનંદન. આજનું કાવ્ય બહુ જ સરસ છે.