(સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક……)
સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી
.
સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
આપણે એક જ ઝાડની જાણે જુદી જુદી ડાળી,
ફૂલની ઝીણા પાનની આડે તડકો રચે જાળી;
અંધારાની પડખે રમે અજવાળું અઢળક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
રામજી મારા બોરમાં વસી શબરી કેરી ભુખ,
વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
– સુરેશ દલાલ
Nice poem and beautiful Composition.. !!!!!!!!!!!!
..વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ…
Beautiful!!!
સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
રાધા તુ ક્યા ખોવાણી ???
લગોલગ અલગ અલગ મલક અધદક દાદિ જાદિ ભુક ફુક્
સુન્દેર ગિત સુન્દેર સ્વર જ્હલક આ ફલક પર્
ચાંદ સૂરજની વાત નીકળી અને પેલું ગીત ” આજનો ચાંદલિયો મને લાગે વહાલો, કહી દો સૂરજને કે ઊગે નહિ ઠાલો ” યાદ આવ્યું. ચાંદ અને સૂરજને ભલે રહેવું એક જ મલકમાં પણ સૂરજને અગર એના ઉદયથી વંચિત રાખવામાં આવે તો ચાંદાનું અસ્તિત્વ ક્યાં ? સૂરજ થકી તો ચાંદ ઉજળો છે એ ભલા કેમ ભૂલી જવાય ? સૂરજના તેજે તો એનાં મૂલ અંકાય છે. હા, ચાંદામામા અને સૂરજદાદાની વચ્ચે આવતી ધરણીને કાજે ચંદ્રની સોળ કળા (૧. અમૃતા, ૨. માનદા, ૩. પૂષા, ૪. પુષ્ટી, ૫. તુષ્ટિ, ૬. ધૃતિ, ૭. શશની, ૯. ચંદ્રિકા, ૧૦. કાંતિ, ૧૧. જ્યોત્સના, ૧૨. શ્રી, ૧૩. પ્રીતિ, ૧૪. અંગદા, ૧૫. પૂર્ણા, ૧૬. પૂર્ણામૃતા.) સર્જાય છે.
કવિતા ખુબ સારી પણ ગીત સાભળવા ની મજા ન આવી. “ઘટ્ઘટ મા રાધા ની રઢ લાગી” એ ગીત મળે તો સાભળવુ ગમશે
yes .. only Suresh Dalal .. Nice one! And superb photograph!
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
સરસ..અભિનંદન.. શૌનક પંડ્યા.સરસ સ્વર…અને..- સુરેશ દલાલ ની કલમ.ની વાત શુ કરવી???.
Jayshreeben & Team:
Only Suresh Dalal can provide such beautiful imagery in a poetic form.One more point for his consideration: Birds have no national boundaries and need no passports nor visa.Ditto for sea life.
Vallabhdas Raichura
North Potomac
May 28,2010.