કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.
-દલપતરામ કવિ
—
(જરા = ઘડપણ)
(આભાર વિવેક ટેલર)
ખુબ જ સરસ………..
જુવાનીતો દીવાની છે. તો ડોશી બાળપણને શોધવાને બદલે જુવાનીને ગોતે તેતો પથ્થર ઉપર પાણી રેડવા જેવુ થયુ.
મનહર છંદમાં લખાયેલ મનહર કાવ્ય… મોટેથી ગાઈએ તો વધુ મજા પડે…
કવિ દલપતરામની આ માર્મિક રચના. વળી, આજે રોગ,વૃધ્ધાવસ્થા અને મૃત્યુથી સંસારને મુક્ત કરવાના રહબર ભગવાન બુદ્ધનો આજે જન્મદિવસ છે. તદ્દન પ્રાસંગીક રચના.