ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર – સૌમ્ય જોશી

વિવેક આ ગઝલ માટે કહે છે:
ઈશ્વર ઉપર લખાયેલી ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…

મન વગર મેં એ રીતે દર્શન કર્યું,
દોસ્ત, એણે જે રીતે સર્જન કર્યું

* * * * *

ગઝલ પઠન – સૌમ્ય જોશી

.

સ્વર – સંગીત : આલાપ દેસાઇ

.

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

– સૌમ્ય જોશી

27 replies on “ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર – સૌમ્ય જોશી”

  1. vah,vah,excellent saumyabhai,-chakkas nagar-vala j ne ? at that time i did not know i would come to america & whenever i will miss my gujarat your voice & achhndas poetry would keep me in a high mood as much as as much as the chivas regal whiskey !!! u may not recall bharati vyas of cbi introduced us in our bank.

    mahavirsami-& bharwad ni vat touched me,bravo!!!keep it up,
    wel come jindgi pachhi agal shu karyu chhe ?

    i shall be back in india on 1st sept.

    pankaj shah na jai jinendra

  2. વાહ …ક્યા બાત… ક્યા બાત…. ક્યા બાત્….

    થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
    લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

    જુદી પ્રાર્થના..રુટિનથી અલગ…તોય તને સંભળાય છે ઈશ્વર ?

    કયા બાત ..
    મુકેશ જાની .સુરત્

  3. Please, deliver my complain to Ishwar.
    ઈશ્વર! સાચે જ તું અગર નામ વગરનો અનામ હોતે,
    તો આ ધારા પર વેર ન હોત, ન કદી આતંક હોતે.
    ધરમકરમ નહિ, દાર્શનિકની સમજના થોડાક શબ્દ હોતે.
    તો ના અહીં બંધન હોતે, ઉડવાને વિશાલ ગગન હોતે.
    તેં જ જો દીધી હોત શિખ સંતોષ અને અપરિગ્રહની
    તો અહીં તારા જ ઘરોમાં ખર્વોનું સામ્રાજ્ય ન હોતે.
    ઈશ્વર! હવે તો મને આવે છે તારા ન હોવાનો વ્હેમ.
    નહિ તો તારા જ નામની આટલી ફ્રેન્ચાઈઝ ન હોતે.

  4. મને અહિંયા એક બીજી પ્ંક્તિ યાદ આવે છે. કે,

    ” હું હાથ મારો ફેલાવુ તો તારી ખુદાઈ દુર નથી,
    પણ તું આપે’ને હું લઉ એ વાત મને મ્ંજુર નથી.”

    • ચોટદાર રજૂઆત.
      સત્ય કહુ તો પૂરેપૂરી રચના જગત ને જોવાની તમારી વિશાલ દ્રશ્ટિ ને દર્શાવે છે ને કાવ્ય માં થયેલ અદ્ભૂત રજૂઆત અદ્ભૂત.

  5. Saumya sir is simply the best….
    ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
    તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.
    very deep lines sir… heads off.
    we love you…

  6. Saumya is a multidimentional persionality. This gazal
    reflects its calibre. I want best.

    Bahrain, 27 May 2010

  7. એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
    મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

    સૌમ્ય ભાઈએ નરથી નારાયણને પડકારીને સમોવડિયા કે એક થવાની વાત કહી. આતો કવિની ખુમારી છે !

  8. 100% agreed to Vivekbhai…. sathe sathe j Nazir Dekhaiya ni “Gaganvasi Dhara Per…” rachana yaad aavi gai!!

    જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
    લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

    Afreen….chotdaar sher!!!

  9. wonderful thoughts….

    મન વગર એને દર્શન કર્યુ,
    દોસ્ત, એને જે રિતે સર્જન કર્યુ….!!!

    I like this thoughts…

  10. Yes, Saumya Joshi one of the finest Poet, Actor, Director, Writer and above all one of the finest “Sir” of H.K.Arts… feel proud to be the student of Saumya Joshi …

  11. સૌમ્ય જોશી ના સ્વર મા ગઝલ પઠન અતિ સુન્દર. ઠોકર વાગે ત્યારે તરત જ મો માથિ ઇશ્વર નુ નામ તરત આવે જ.

    જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
    લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

    બહુ જ સુન્દર વિચાર.
    ધન્યવાદ્.

  12. ભગવાનની જબરદસ્ત ધોલાઇ થતી હોય એવું લાગ્યું. ગજબની ગઝલ છે !

  13. થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
    લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

    એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
    મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

    વાહ …!!! આફરીન શબ્દ પણ અહીં ખૂબ ઓછો પડે…

    ક્યાંક ભગવાનનેય આવું સાંભળવું પડશે એવું વિચાર્યું નહોતું… સાચી વાત છે, ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ નથી …!!

  14. One of the brightest stars on the firmament of Gujarati Poetry … a great actor, writer, director, colleague and above all, a WONDERFUL HUMAN BEING with so much sensitivity. His other creations published recently bear a very distinct and different mark … the title is “Greenroom-ma” … as he has been associated with theatre throughout.

    Keep it up Saumya – Gujarati language has got a new dimension with your sensitivity.

    Himanshu

  15. કાવ્ય સારુ. પણ્ સ્વરાન્કન અને ગાયકિ સાવ વાહિયાત્……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *