બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી – સુરેશ દલાલ

આજે ૨૫ મી મે એટલે મારા માટે થોડો ખાસ દિવસ.. મમ્મી પપ્પાના અને સાથે એક વ્હાલી સખીના લગ્નની વર્ષગાંઠ. એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ પ્રેમ કાવ્ય ભેટ..!  🙂

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

–  સુરેશ દલાલ

( આભાર – લયસ્તરો)

17 replies on “બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી – સુરેશ દલાલ”

  1. સુઁદર રચના. આવા મનથેી તાજામાજા જુવાનેીમા રહેએ તો ઘડપણ આપોઆપ સુધરેી જાય. ધન્ય થયા અમે જયશ્રેી. માગ્યા વિના મો માગ્યુ પેીરસવા બદલ!!
    કલ્પના

  2. Jayshree,
    A hearty congratulations to your parents on their anniversary.

    કમાલ કરે છે જેવી જ મઝા આ ગીતમાં પણ આવી.

  3. ડોશિ આને દોસો જ સચો પ્યઅર કરે કેમ સમ્જઆ ? મર જેવને ૫૨ વર્શ પર્ને થય હોય ત્યરે સમ્જય કે દોશિ કેત્લિ કિમ્તિ ચ્હે

  4. સુ.દ. નુ સુંદર કાવ્ય. ડોસો-ડોસી હજુ પ્રેમ કરે છે.

  5. જયશ્રી બૅન,
    પહેલાં તો તમારા મમ્મી પપ્પા ને લગ્નની વર્ષગાંઠના અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્યાર ભર્યા અભિનંદન.
    બહુ જ મઝાનું ગીત.
    જલસો પડી ગયો વાંચીને.

  6. એક દો સો અએને અએક દોશિ બધા દોસા દોસિઓનિ વાત
    નાના ઓ પન અએક બિજાને રાજિ રાખ્વાનો નિયમ રખે તો ,

    એ તો કેવિ મઝાનિ વાત

  7. જયશ્રી,
    પહેલાં તો તારા મા બાપુ ને પ્યાર ભર્યા અભિનંદન.બહુ જ મઝાનું ગીત.જલસો પડી ગયો વાંચીને.

  8. Prasangochit ane khoob sundar kavya…..
    And Jayshreeben,wishing a very happy anniversary & many more years of togetherness to your parents & to your friend also!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *