ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.
ખરતાં ફૂલોને રોજ જોવાનાં બાગમાં
ઊગ્યાં – ના ઊગ્યાં ને ઓરાયાં આગમાં
પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું,
જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું.
રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભૂલામણી
અધવચ્ચે અણધારી આફત ને તાવણી
રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું !
ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું..
વિશ્વાસ એ કે તમે સાથે છો
દુર હોવા છતાં પણ મારી સાથે છો…
કોઇને કંઇક આપતી વખતે આ વિચાર ઝબક્યા વિના રહેતો નથી, કે ગમે તો સારુ સાચવે તો સારું. તો પછી મહા મુલૂ મન આપતી વેળાછેક લગી સાચવે અને મોતનો અભિષાપ ન ઉતરે તો સારું એ ઝંખના રહે. ખૂબ સુંદર. કવિવરને પ્રણામ.
કહે છે કે માનવની ઝંખનાજ એને પુર્નજન્મ અપાવે છે….
રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું !
ઉગતો સૂરજ આપવાની વત અને સાંજ સુધી જ સાચવવાની તાકીદ કરવાની વાત ઘણુંબધું ઈંગિત કરી જાય છે…
મજાનું ગીત…