કાંટાના ડંખ સાથ છે ફૂલોનું ઝેર પણ
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ
તણખા છે સંસ્કૃતિના કળિઉગનો વાયરો
જંગલની જેમ ભડકે ભળે છે શહેર પણ
દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ
આવ્યા તમાશો જોયો અને લીન થઇ ગયા
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ
શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’, એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ
શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’, એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ
આ કલ્પના ખુબ જ સુદર છે. મન પ્રફુલ્લિત થઈ ગયુ.
આવ્યા તમાશો જોયો અને લીન થઇ ગયા
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ
અનન્ય સત્ય …
આવ્યા તમાશો જોયો અને લીન થઇ ગયા
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ
શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’, એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ
-ઉત્તમ રજૂઆત…