પ્રિય સ્વરકાર-ગાયક મિત્ર આલાપ દેસાઈ સુગમ સંગીતનો વારસો સુપેરે જાળવી રહ્યા છે. મંચ અને મહેફિલ બંને વચ્ચેનો ફરક આલાપને ખબર છે.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી અકાદમીના છત્રમાં આલાપ દેસાઈ સાથે `ગઝલ ગુજરાતી’ શીર્ષક હેઠળ કેટલાક પ્રયોગ કર્યા છે. માત્ર અંતરંગ બેઠકમાં જ સાંભળવા મળે એવી ગઝલો એની ચુસ્ત ગાયકીમાં સાંભળવાની મજા જ કંઈ ઓર છે.
અમારી જેમ આલાપ પણ જનાબ ખલીલ ધનતેજવીના અઠંગ ચાહક છે. ખલીલભાઈની ઘણી ગઝલોનું સ્વરાંકન કર્યું છે, જેમાંથી એક આજે આપ ભાવકો સમક્ષ રજૂ કરીએ છીએ. સાંભળો અને શૅઅર કરો. જય જય ગઝલ ગુજરાતી.

આભાર. સરસ અનુભૂતિ રફી.
વાહ સંગીત અને સાહિત્યનો શુભ સમન્વયે