પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. – મુકુલ ચોક્સી

લાડકી દીકરી સાસરે જાય, ત્યારની વિદાયવેળાના ઘણા ગીતો આપણે સાંભળ્યા છે, અને વધુ એવા ગીતો હજુ ટહુકો પર આવશે… પણ આ ગીત થોડુ અલાયદું છે.

અહીં પ્રસ્તુત ગીતમાં એક દીકરી જ્યારે સાસરે ગયા પછી પપ્પાને યાદ કરે છે, તેની વ્યથા છે. મા-બાપ સાથેનો નાતો અનોખો જ હોય છે.. અને તેમાં પણ જ્યારે દીકરી પપ્પાની થોડી વધુ લાડકી હોય.. ત્યારે એને આમ પપ્પાથી દૂર પરદેશે જવાનું વધારે આકરું લાગતું હોય.

આજે ‘ફાધર્સ ડે’ ના દિવસે આ ગીત ખાસ દીકરીઓ અને દીકરીઓના પપ્પાઓ માટે.

Happy Father’s Day, Pappa.

સ્વર : નયના ભટ્ટ
સંગીત : મેહુલ સુરતી

.

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

116 replies on “પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. – મુકુલ ચોક્સી”

  1. Jayshreeben,,,,,,
    Kharekhar aa geet ne birdavava maate shabdo ochha pade chhe,,, mari aankanu paani sukatu nathi aa geet sambhali ne,, kharekhar aaje mara dikrane yaad kari hun buv radu chhu,, 2 years thai jawana enu moh joye,,, ph par kayam puchase pappa kyaare aavso,,, buv kapru laage chhe koik vaar aavi rite alag rahi ne jeevavu,,,,, atyaar sudinu suathi saaru geet hase aa,,,, thank you very much Jayshreeben……..
    Thank you….

  2. Didi, thanks a lot for this song. Now, when we remember our father, we just listen this sweet song. Emotions and sweet memories are related with it. કારન કે મારા મમ્મિ-પપ્પાને આ ગિત ખુબ ગમ્યુ હતુ. હવે જ્યારે પપ્પા આ દુનિયામા નથિ ત્યારે આ ગિત અમને બધાને રદાવિ જાય ચે. It touches our souls. and thanks to nayanaaunty & mukuluncle.

  3. જ્ય્શ્રેી બેન તમારો ખુબ્ જ આભાર્,
    અમેરિકા વસ્તિ મારિ બેન નિ યાદઆ પાવિ દિધિ,પાપા નિ લાદ્કિ ચ્હે મારિ બેન્,
    આભાર્

  4. hi….
    aap ne jo gujrati samaj ant mtrubhasha mate j kam karyu che , te mate sow pratham tamne khub khub dhanyavad ane subhkamna………..
    jevi rite tame guj. kavita/ bhajan / gajal / no rasthad pirsyo che te rite guj. bhasha na bo mota gaja na bhajnik shree NARAYAN SWAMI…na sumadhur kanthe gavayela bhajano sabhdavani khub ichha che….

  5. Great Song. Sorry wanted to type in Gujarati but it didn’t work. Reminds me of my parents and try to listen almost everyday. Nice tribute to all fathers. Liked the site very much. Great job. Keep up the good work. All these songs, ‘kavitas’, ghazals make me proud to be a GUJARATI.

  6. મારુ નામ પ્રિતશ

    pan aaj kal hu AUSTRALIA ma rahu chu mari further study mate, mara PAPPA-MUMMY thi dur..
    aa song mai aajthi 6 years pahela 1st time surat ma SMC NATAK COMPITION ma smbhliyu hatu….i Miss ma PAPA-MUMMY in AUSTRALIA ,….Parents ni aapni jindgi ma ketli jarur hoy te aaje ahi temna thi dur aavine mane kkhabar pade che…
    AA Song fakt Chokrioo mate nahi pan amara jeva CHOKRAO mate pan khubaj DIL NE SPERSHI jaay aeevu che….

    Thank u ..Thank u Soo much JAISHREE Me’m

  7. awesome song….papa ni to yad apvae j chhe sathe papa sathe vitaveli ek ek pal ni pan yad apave chhe….mane pan ahi Australia ma jyre papa ni yad ave chhe to gau chhu….. પ્રિય પપ્પા હવે તો તમારા વગર….મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર..
    વ્હાલ તમને ય જો હો અમારા ઉપર..અમને પણ લઇને ચાલો તમારે નગર

  8. One more father’s day was passed without my beloved Pappa (and mummy). Both of them left me alone in this world a year ago…પ્રિય પપ્પા અને મમ્મિ ના ચરણો મા પ્રણામ. I listen to this song every month on the date my pappa left me….

  9. હેપી ફાધર્સ ડે-ફાધર માટે ફાધર્સ એટ હાર્ટ માટે પણ..!
    ચાર દિકરીઓને ચાર દેશમાં વળાવીને પણ વર્ષો થઈ ગયા છતાં પપ્પા સાથે મને પણ હેપી ફાધર્સ ડે કહે છે.ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ…
    આ ગીત સાંભળી આંખ ભીની થાય તે સ્વાભાવિક છે બીજી તરફ અમારા બન્નેની ભૂતકાળની સ્મૃતિ તાજી થઈ ચિત પ્રસન્ન થાય છે.

  10. જયશ્રીબેન,
    તમને મારે દરવખતે આફ્રીન કહી નવાજવા પડેછે.તમે કરો છો પણ એવું. ગીત દિકરાઓ ને પણ રડાવી દે તેવું છે.બાપુજી એટલે બાપુજી.
    બાપુજી ના રાજમાં ના રહેવાય પણ માંના રેંટીયામાં રહેવાય, એ કહેવત સાચી નથી.બાપુજી એતો બા ની પુંજી છે.બીચારો
    ન રડી શકે કે તેની વ્યથા કોઈ ની આગળ કહી શકે.
    બીના ત્રીવેદી ની વાત તદ્દનસાચી છે,હ્રદયને સીધુ સ્પર્શતું આ ગીત તેને અને તેનાજેવી અનેક દિકરીઓ ને રડાવી દે તેવું છે.ધન્યવાદ….
    ઈન્દ્રવદન વ્યાસ

  11. This is a very touching song and especially for daughters like me who stay far away from their fathers in India, Really Jayshree, I am still wiping my eyes. Thankyou, soooo much. Bina Trivedi

  12. I dont understand what should I write for this song, but just trying to express my feelings… After listening to this song, I cried a lot for my father and my daughter, dont know for how long I cried.
    I lost my mother in my childhood. We were living in a small village and my father was very young and my brothers & me were small kids when my mother passed away. Papa didnt get married again because he never wanted a step-mother for me. He alone brought us up excellently, simultaneously looking after all other social responsibilities. Those days, girls were not given good education, but my father fought with all orthodox elders of my family and made me acquire a Doctorate degree. He never took care of himself, never considered his needs and sacrificed everything for us-his children. Today whatever I am, its just because of my father. He is my strength. I really wish that in my next birth, I should be born to the same parents again. Papa…… “Thank you” cant express how grateful I am, but still thank you for being there always when I needed… I havent seen God, but for me God is u. I am really proud that I am ur daughter. Officially father’s day comes once in entire year, but for me, everyday of my life is my father’s day.
    My daughter is married and lives in USA. Though I am her mother, it seems like she is my mother! The way she takes care of us, I really feel like my mother has come back to me as my daughter. She is very much attached with her father and after listening to this song, my husband-her father also had a lump in his throat. Jayshreeben, I request u to put “તો પપ્પા હવે ફોન મૂકું….” on tahuko. plz, plz, plz consider my request the soonest possible and sorry….I wrote a long comment…

  13. ફરી ફરીને ધન્યવાદ જયશ્રીબેન. નયનાબેનની ગીતપ્રસ્તુિત પણ અદ્ભુત છે.
    વ્હાલી દીકરીની યાદથી હ્રદય અને આંખો બેઉ ભીંજાઈ ગયાં. હજુ હમણા સુધી જેનો હાથ પકડીને હું ફુગ્ગો, ઢીંગલી ને બરફ્ગોળો ને ચોકલેટ અપાવવા લઈ જતો એને હાથ પકડીને ચોરીમા બેસાડવાનો સમય ક્યારે આવી ગયો એ ખબરેય ન પડી… નાનપણમા ગમેતેવી રોવા ચડી હોય ને તોય મારા ખભે માથું ઢાળીને તરત ચુપ થઈ જાય, એ મારી વ્હાલી દીકરી સાસરે જતી વખતે મારાજ ખભે માથું ઢાળીને સૌથી વધારે રડી હતી અને હું એને કેમેય કરીને છાની નહોતો રાખી શક્યો… સાચું કહું તો એના ગયા પછી આખું ઘર સૂનું પડી ગયું છે. અમારો નાચતો-ગાતો-બોલતો પોપટ હવે સાસરામાં કોયલ થઈને ટહુકવા લાગ્યો છે! સાચેજ, કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો…

  14. શુ કહેવુ ને શુ લખવુ…હ્રદયના તાર ઝણઝણાવી દે અને આંખો છલકાવી દે તેવુ ગીત. મારી આંખમાથી આંસુ રોકાતા જ નથી. વ્હાલા પપ્પા, બાળપણની મારી હજારો નાદાનીઓ, િજદો અને મસ્તી-તોફાનો ને તમે હસતા હસતા સ્વીકારી લેતા. તમે મને ઉચ્ચ સંસ્કાર અને િશક્ષણ આપ્યા અને હંમેશા મારી જોડે ઢાલ બનીને ઊભા રહ્યા. “હું બેઠો છું ને!” – તમારા આ શબદોએ જ્યારે જ્યરે મારો confidence ડગી ગયો હોય ત્યારે મને નવો ઉત્સાહ આપ્યો છે. પપ્પા-મમ્મી તમારા ચરણોમા મારા કોિટ કોિટ પ્રણામ. Thank you Pappa….

  15. i like this poem it is good when i listen i remember my dad and father in law i am so lucky that my father in law give me lots of love like my father .so i remember both of them right now i am living in usa
    and i miss my both father

  16. It’s really a very touchy song.a married daughter’s immotions towards her father, is described in a beautiful words.i felt that i am singing this for my father.Its truely said that there is no replacement of parents in this world.so thank you mukulbhai for such a wonderful creation.

  17. આ ગીત મને રડાવી ગયું, આથી મેં તેને મારા બ્લોગ પર ચિપકાવી દીધું.

    ક્ષમા કરશો જો કોઇ ભૂલ થઈ હોય તો.

  18. जयश्रीबेन और मित्रों
    मैने इस गीत को अपने ब्लोग पर आपकी अनुमति के बिना लगाया है उसके लिये मैं आपसे क्षमा याचना करता हूँ.. पर सुबह यह गीत http://www.zazi.com पर जब सुना तब से मन बैचेन था।
    वहां से गीत मिला तो .rm फोरमेट में.. आखिरकार घंटों की मेहनत के बाद आपका ब्लोग मिला, मैने सोचा कि इतने सुन्दर गीत को सिर्फ गुजराती पाठकों श्रोताऒं के लिये ही रखना तो हिन्दी वालों के साथ अन्याय होगा। अत: आपका प्लेयर और कविता के गुजराती शब्द (Lyric) मैने कॉपी किये हैं।
    अगर आपको लगता है कि मैने यह ठीक नहीं कि या तो आदॆश दॆं मैं इस पोस्ट को हटा दूंगा
    http://mahaphil.blogspot.com/2007/11/blog-post_28.html

  19. I dont what type of comment shall i leave for this …
    But , Its AWSOME…………. JUST AWSOME……………
    I dont have my dad and thats why not only village or home but i dont like even this world…

  20. સાચે જ જયશ્રી,
    આ ટાઈપ કરૂ છુ ત્યા તો મારુ કિબોર્ડ મને ભીનુ લાગ્યુ અને ખ્યાલ આવ્યો કે હુ પણ …..
    હુ તો હજી મારા મમ્મી-પપ્પા સાથે જ છુ, છત્તા આ ગીત સામ્ભળી ને એમા એટલી ખોવાઈ ગઈ કે જાણે આ ગીત ને હુ માત્ર સામ્ભળી જ નહી અનુભવી પણ રહી હતી….
    એ પળ નો વીચાર આવ્યો કે ક્યારેક એમને છોડી ને જાવુ પડ્શે તો ! ! ! !
    અને મારુ કીબોર્ડ ભિનુ થઈ ગયુ…….ખુબ સુંદર મેહુલ ભાઈ
    જયશ્રી ફાધર્સ ડે માટે આ થી ઊત્તમ બિજુ કાઈ જ ન હોઈ શકે

  21. દિકરિ અને ગાય દોરે ત્યા જાય્…. દિકરિ વહાલ નો દરિયો….
    વધુ તો શુ લખુ ? તારે સથવારે વિતેલ પલોને યાદ કરિ કરિ ને
    મારુ જિવન સમાપ્ત થઇ જશે ?

    પપ્પા……

  22. A very touchy poem. I believe that I should spend some time with my beloved pappa who is far away from me and far…..away…. from my mummy, who left us heavenly abode two years ago.

    Happy Fathers Day!

    For us, everyday is a Father’s day and everyday is a Mother’s day!

    Pappa ane mummyne koti koti vandan

  23. અલ્પા અને નીતા,
    ગીતે તો રડાવી જ દીધી પણ તમારી લાગણીઓએ પણ આંખમાં આંસુ લાવી દીધા…………… બસ નિરાશ થયા વિના
    દિકરી વિનાના પિતાને તમારી જરુર છે તો એમની ઇચ્છા પૂરી કરો એ જ સાચી શ્રદ્ધાંજલિ……………

  24. મારે પણ જો દિકરી હોત તો ???????????

    મેહુલને અભિનંદન સુંદર સંગીત પીરસવા બદલ

  25. Harshadbhai, Only daughters whose pappas are not there in this world can understand the pain….

    Friends, slow down from your busy lives and spend time and cherish the moments with your parents while they are there…

  26. જયશ્રી
    આ નીતા કોટેચા અને અલ્પા એ તો ખરેખર રડાવી દીધા….

  27. આ ગીત મારી એકની એક વ્હાલી સ્વીટલી દીકરી જાણે મારા માટે ગાઈ રહી છે…જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર!
    મારે પણ એની સાથે જાવું છે, પણ ખબર નથી ક્યારે, કેવી રીતે!
    એણે મને કહેલું કે “પપ્પા, હું તમારો શ્વાસ, તમારું લોહી, તમારો એક એક કોષ એટલે હું! મમ્મી મને ઘણી વખત કહે છે કે હું બિલકુલ તમારા જેવી છું……” એની નાનીનાની આંગળીયો, એના નાનકડા હ્રદયનો ધીમો ધીમો ધબકાર, એની આંખની ચમક, એનું million dollar smile, એના શરીરની અલૌકિક સુગંધ બધું અત્યારે યાદ આવે છે. મારે પણ એને કહેવું છે કે
    પ્રિય લાડલી! હવે તો તારા વગર,
    મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.
    યાદ તને હું કરતો રહું જેટલી
    જિંદગી લંબાતી રહે છે અહીં એટલી!!

  28. માતૃવંદનાને લગતુ ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. પરંતુ એવા કવિઓ બહુ ઓછા છે કે જેમને પિતૃવંદના વિશે રચના કરી હોય.
    આપણે જેટલું માતા ને મહત્વ આપીએ છીએ એટલું મહત્વ કદાચ પિતાને નથી આપી શકતા.

    પણ એનાથી પિતાનું મહત્વ કાંઈ ઓછું નથી થાયી જાતુ.

    Dady I miss you..

  29. આ ગીત સાભળી ને ઘણા પપ્પા ને તે રડાવી દીધા.

  30. This song ha immense speed to touch our soul… the purity warm and true love we can feel when we listen in.

    In Surat, i just came to know that A person’s father is died and when they bring him for Agnisanskar, He played this song at smashan to tribute his father.
    Don’t you think this is an honor of this song?

    Keep it up Priya Pappa Team…

  31. I cried a lot after listening this song… this is my first father’s day with out my pappa. He left this world in April 2007. Pappa, I miss you a lot and I love you always….

  32. mara papa to mane mukine upar chaliya gaya che emne hu ktlu miss karu chu a fakt maru j man jane che. pls, papa ekvar to matha par hath feravva aavo.

  33. મારી એક ની એક દીકરી ને સંભળાવ્યું, ભાષાંતર કરી આપ્યું અને એ તૉ રોઈ પડી……….
    Appropriate song on Father’s Day.

  34. વ્હાલી દીકરીની યાદ તાજી કરાવી દીધી.
    આભાર

  35. Very nice and beautiful song.I liked it very much.Very nice work of Mukul uncle and mehul uncle.The voice of Nayana Bhatt is also very melodious.Keep it up ! Thanks Jayshree auntie for keeping this song on its perfect day.

    HAPPY FATHERS DAY

  36. એકદમ મસ્ત ગીત છે! હું પણ મારા પપ્પાને હમણાં જ ફોન કરું છું કે મને આજે તો એમનાં નગરે લઇ જ જાય… 🙂

    Happy Fathers Day!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *