સ્વર : હરીહરન
સંગીત : અજીત શેઠ
.
હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…
આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..
પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…
હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
– ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
– ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !
જ્યારે તમને કવિતા મા શબદોમા ભુલ તરફ્ ધ્યાન્ દોરવા મા આવે ત્યારે તે સુધારો ( અલ્બત્ત તપાસ કરેીને) કરવો જોઇયે.
કવિતામા ખોટો શબ્દ પ્ર્તયોગ તે કવિનુ અપમાન ચ્હે.
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !
સ્દુધારો
——–અમને જોબન ફળજો !
રાસ બિહારી ભાઈના ગીત ની લીનક મળે “
હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો
સુધારો………
“થોડુંક લખજો” નહેી પણ “થોડુંક લળજો”
શ્રી માધવ રામાનુજે યુવાન વયે એક્ વાર આપઘાત કરવા પર્યંત કરેલ. બચી ગયેલા, ત્યાર બાદ આ કાવ્ય લખ્યું હતું.કવિની વાંચન ક્ષમતા અદ્ભુત અને કંઠ ખુબ મીઠો છે,.તેમના કઠે આ ગીત સામ્ભાવું એક લ્હાવો છે.
Really speechless,
how wonderful and depth words and poetry,
Salute to Madhavbhai, Shri Ajit sheth, and Shri Hariharanji and to tahuko
deveshdave,bharuch
ઘ્ણા દીવ્સે ફ્રી સાંભળ્યં…. આનન્દ થયો …
હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
– ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
– ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !
અહીં લખજો ની જગા એ સાચો શબ્દ લળજો છે.
હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લળજો:
– ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
– ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !
રાસબિહારી દેસાઇ ના અવાજ માં આ રચના ખૂબ જ સુંદર છે. એ મળે તો અહીં મૂકશો.
ત્રણ ત્રણ દિવસથી આ ગીત મનમાંથી ખસતું નથી…કવિશ્રીની પ્રખર પ્રતિભાવાળી પુત્રી નેહાના સ્વર્ગવાસની વેદના સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે તેવી પ્રાર્થના.સાથે યાદ આવી-
My wonderful grand daughter Neha, had accident.
Her body was crushed; head was separated and
jammed in vehicle. My daughter was hospitalized
at New Delhi .She survived. We stayed with her for
about four weeks. During that period I wrote the
following poem in Hindi-translated afterwards
translated by Resp.Nareshbhai.
—————
Lift her Oh! With tender care,
For she a bud of Jasmine is ;
Oh! Take her not to the funeral pyre,
Long did she pine for God’s decree.
Nay; cover not with flowers her softness sweet
Lest She w’d get hurt with pressure and reed,
Shed not the bitter tears of selfish greed,
For sweeter than honey her sweet heart is.
On the parting procession sing prayers she sang.
Be laden with virtues, leave deep bereavement,
From there let her part on her self-select path,
For God is waiting her kind kindled heart.
Her love so amazing, her soul realized,
Sweet NEHA be one with her love divine
very beutiful song, પણ રાસ બિહારીજી ના સ્વરમાં વધુ હ્રદય સ્પર્શી લાગે છે. ફરિ કયારેક રાસ બિહારીજી ના સ્વર માં સમ્ભળાવવા માટે વિનંતી.
હુ ક્રિશ્ન ગિતો નથિ સામ્ભ્દિ શક્તિઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇ
તો કૈન્ક કરો ને પ્લિઝ્
ખરેખર સરસ
હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
– ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
– ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !
જ્યારે જ્યારે આ ગીતની સાથે વહી એક ઝીણી ટીસ,એક વેદનાની છોળ ભીંજાવી જાય અને થાય કોના માટે ,કંઇ ભાવ સમાધિમાં લખ્યું હશે આ કોમળ કોમળ…કોઇ મદદ?
Beautiful lyrics and great music composition
આ ગીત હરિહરને ગાયુ છે.
I forgot to say that I think,this song has been sung by Hariharan.
Hi,
This website is really a blessing for those who knows the values of Gujarati Songs & culture.
Everyday I hear the various songs from this website.I live in Germany but eventhough I feel that I am in Vadodara.
Thanks Jaysriben.
It sounds like Hariharan’s voice.
કોમળ…કોમળ… ભારત દેશને ફરી પાછો પાછળ છોડીને અમેરિકાગમન કરવાનો આજનો દિવસ… આ વખતે અમે સૌ ખૂબ યાદ આવીશું, જયશ્રી… કોમળ કોમળ યાદો બનીને સતત સતવતા રહીશું…
શુભેચ્છાઓ…
I believe the singer is Hariharan. Beautiful song
Very nice one
– ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
– ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !
કોમળ જીવની સહજ આકાંક્ષાઓ કવિએ સુંદર રીતે આલેખી છે.
સુંદર ગીત!
આભાર!
જ્યશ્રિ હુ કામ પર આવવા લાગિ પ્લેસ ઇ મૈલ કરજે તારુ તહુકો . કોમ સારુ ચે ઇસે કેવિ રિતે લખાય તે જનાવજે
રાત્યુઁ આઁજતા લખાવુઁ જોઇતુઁ હતુ .ક્ષતિ બદલ ક્ષમાયાચના.
આઁખ્યમાઁ આઁસુ આઁજતા !…વાહ કોમળ !
વાહ જયશ્રીબહેન !