તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
કોણ તારી વાત સાંભળશે, હ્ર્દય !
એક પથ્થર કોને કોને વાગશે?
તું અમારો છે તો ધરતીના ખુદા!
તું અમારા જેવો ક્યારે લાગશે ?
જિંદગી, તું આટલી નિર્દય હશે?
તું મને શું એક પળમાં ત્યાગશે?
હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!
એણે માગી છે દુવા તારી ‘અદી’
તું ખુદા પાસે હવે શું માગશે !!
બહ પાછલી ઉંમરે અદી સાહેબે ગઝલ લખવાની શરુઆત કરી..પણ બહુ ઝડપથી આગલી હરોળમાં આવી ગયા..હમણા જ નીદા ફાઝલી સાહેબને ચીનુ મોદીના ઉર્દુ કવ્ય સંગ્રહના વિમોચનમાં સાંભળ્યા ત્યારે એમણે એક ચોટદાર વાત કહી કે ગઝલ લખવાની શરુઆતની ઉંમાર 40ની હોવી જોઈએ..ત્યાં સુધીની જીંદગીની સફરે ગઝલના શેરમાં શેરિયત અને ઉંડાણ લાવવા જેટલી સમજણ આપી દીધી હોય છે..આ વાત અદી સાહેબ માટે કેટલી સાચી લાગે છે
એણે માગી છે દુવા તારી ‘અદી’
તું ખુદા પાસે હવે શું માગશે !!
આવી દુઆ માટે –
‘આમીન’
this blog is really intersting
ખુબ સરસ
હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!
બહુ જ સરસ ગઝલ છે. શુક્રિયા.
An example of effortless fluidity!It would be wonderful to listen here,if it has been sung or even recited by the poet.-himanshu.p.s.try recitation for a change and there will be farmaish for a full mushaira!
કદાચ આ ગઝલ, મનહર ઉધાસના કોઇ નવા આલ્બમમા સાભળી છે. any ways it’s nice gazal.
તું અમારો છે તો ધરતીના ખુદા!
તું અમારા જેવો ક્યારે લાગશે ?
– સાચી વાત… ઉપરવાળાને સંભળાય છે કે?
I was lucky to listen Adi saaheb reciting this gazal himself in one of kavi sammelan …
પહેલો જ શેર એટલો ધારદાર કે એના પર જ એટલી તાળીઓ પડી હતી !!