કાવ્ય – કરસનદાસ માણેક

gandhijee.jpg

કોટિ કંઠ જેના સ્તુતિગાન કરે
કોટિ કંઠ જેના સ્તુતિગાન રટે,
જેને દર્શન વિશ્વ બધું ઉમટે ;
મૃત માનવતાને  જીવાડવામાં
જેની જોડી નથી ધરતીને પટે ;

એવા અદભૂત આ અવધૂતનું અંતર
આંખ ખોલી એક વાર જુઓ :
એને ભીતરમાં ભડકા સળગે ,
એનું દુ:ખ દેખી એકવાર રુવો !

એણે માનવપ્રેમનું ગાણું કર્યું :
ઝેર જીરવીને સુધા-વ્હાણું કર્યું ;
અને જૂઠને હિંસાની સામે સદા એણે
એક અખંડ ધિંગાણું કર્યું ;

અને આજે એની તપસિધ્ધિકેરે ટાણે
જૂઠ ને ઝેર રેલાઇ રહ્યા !
જેને નાથવા આયખું ગાળ્યું તે નાગના
તાંડવ આજ ખેલાઇ રહ્યા !

એણે માનવતાને મ્હોરાવવી’તી ,
દેવવાડી ધરાપે લ્હેરાવવી’તી :
હ્ર્દયે હ્ર્દયે પ્રભુના કમલો કેરી
ફોરમ દિવ્ય ફોરાવવી’તી :

અને ઉકરડા આજ ડુંગર ડુંગર
જેવડા એની મા-ભોમ પરે ;
બદબો થકી રુંધતા આત્મને દેખી
ઉર એનું કલ્પાન્ત કરે !

ઓ રે , જન્મજયંતી તણા રસિયા ,
ખોલો લોચન અંધકારે ગ્રસિયાં
જરી તો દેખો ઘન વેદનાના
વન અંતર જે એમને વસિયા

એની આત્મસૃષ્ટિને ઉચ્છેદીને
એના દેહની આરતી શીદ કરો :
ડગલે ડગલે એનું ખૂન કરી
એને પૂજવા પુષ્પથી કાં નીસરો !

એની જન્મજયંતી તો ત્યારે થશે ,
જ્યારે પ્રેમની બીન બજશે ,
જ્યારે બ્રહ્મના અંકશા મુક્ત આકાશમાં
મુક્ત ધરા દિવ્યતા સજશે ;

એને મુક્ત સમીરને નીરના નૃત્ય ની
સંગ મીલાવીને તાલ સદા
અરે મુક્ત પ્રકાશમાં મુક્ત માનવ્યનું
નાચી રહેશે મન મુક્ત યદા !

9 replies on “કાવ્ય – કરસનદાસ માણેક”

  1. મને એજ સમજાતુ નથી કે આવુ શાને થાય છે
    ફુલડા ડુબિ જતા પથથરો તરિ જાય છે

    મારી પાસે આખુ ગીત છે.

  2. કરસનદાસ માણેકનુ – મને એજ સમજાતુ નથી –
    સાભળવુ છે અને વાચવુ છે.

  3. કરસનદા માનણેક નુ જિવનઅન્જલિથાજો

    મહાલક્ષ્મીબેન અવરાણી ના કણ્ટે

  4. Very touching and on time. Shri Karsandas described Mahatma as a REAL Mahatma. Thanks a lot to Jayshreeben. That’s why Tahuko is leader in Gujarati vishwa!
    Shri Yogeshwarji wrote a MAHA-KAVYA on Mahatma Gandhiji which can be find at Swargarohanb.org

  5. एनी आत्मसृष्टिने उच्छेदीने ,
    एना देहनी आरती शीद करो !
    “मारुं जीवन ए ज मारो संदेश “…..पू.बापु.

  6. tahuko.com is the fastest medium to pass complements to jayashree for her valuable work.(cell no.is useless)…keep giving yr soul to this site.

  7. Poem by Shri Karsondas Manek shows the reality about Mahatma Gandhi.Only on 2nd Oct. every year we worship Mahatma Gandhi at Rajghat and then forget him.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *