તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.
ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા ?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.
આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.
સમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.
એને કશું ન કહેશો ભલા, એનો વાંક ક્યાં ?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.
બસ હવે જઉ એમ કહેતા નહીં તમે,
શબાબ થી હજી આંખો ભરી નથી.
સરસ ગઝલ. પહેલી જ વાર વાંચી.
આંખો મેં હજી આખે રાસ્તે પાથરી નથી…
હ.દ.એટલે હ.દ.
સમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.
હજી બે પાંપણો ભેગી કરી નથી અને ત્યા તો સમણા ની વાત……આ તો કોઈ પ્રેમી જ કહી શકે……ખુબ જ સ….રસ…
સુંદર ગઝલ… યાર! આખી ગઝલ જ સરસ છે… ‘એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી’વાળી વાત તો ખૂબ જ જંચી ગઈ…
વાહ!ઃ
ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી….
… એને કશું ન કહેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ ક્દીય મહોબ્બત કરી નથી