આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા

થોડા વખત પહેલા ટહુકો પર પેલું એકદમ સ્પેશ્યલ ગીત – દે તાલ્લી… દે તાલ્લી… સાંભળેલું, એ યાદ છે ને? એજ આલ્બમ – ‘દે તાલ્લી’ માં સ્વરબધ્ધ એક બીજું ગીત આજે સાંભળીએ.. અને એ પણ એક મઝાના ખબર સાથે..!!

‘સાંસ્કૃતિક અભિવાદન ટ્રસ્ટ’ તરફથી ૨૦૦૯નો સંગીતક્ષેત્રનો એવોર્ડ શ્રી રાજેન્દ્રભાઇને મળી રહ્યો છે. આપણા સર્વે તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન..!! અને હા, મુંબઇગરાને એમના તરફથી ખાસ આમંત્રણ છે આ એવોર્ડ સમારંભમાં હાજરી આપવા..!! એવોર્ડની સાથે એમનો તથા ઇંદિરા નીકે અને શાહબુદ્દિન રાઠોડનો કાર્યક્રમ પણ છે..! (જેમને બીજા ક્ષેત્રોમાં એવોર્ડ મળી રહ્યા છે..!)

સ્થળ – સમય – તારીખ : 13th February – Bhavans, Chowpatty at 5.30 p.m
(The entry is absolutely free and without passes)

ગાયક / સંગીતકાર – રાજેન્દ્ર ઝવેરી
કવિ – મનોજ ખંડેરિયા

.

આપણી જુદાઈનું આ ભામ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

11 replies on “આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા”

  1. To kalpesh Mehta, I think the separation poet talks about is the separation from God. So water in cow’s eyes is as much a mystery as God.

  2. મારિ કોઇ દારલખિમા પાનદદુ નથિ મને પાન્ખર્નિ બિક ના બતવો?i really like d song by shree jagdish joshi would like to hear..

  3. Upload this song and download in heart.
    Thank You….

    એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
    ધેનુની આંખનું હું પાણી

    આ કડીનો અર્થ સમજાવશો તો બહુ આભારી થઈશ.

  4. વિસરાયેલી રચનાઓને સ્વરબધ્ધ સ્વરુપે ફરીથી સાંભળવાની તક આપવા બદલ આપનો આભાર….

  5. Apni khusboo se apna pata bhi deta
    Woh meray shaher mein hota to mujhay bata bhi deta
    Mujh se naraz tha to koi baat na thi
    kiya zaroori tha judai ki saza bhi deta

  6. આપ નો આભાર્… દુર્લભ અને હ્યુદય સ્પર્શિ કવ્યો ના ઉપ્વન બદ્દલ!

    આમ્રિશ Pandya
    Switzerland

  7. Wow Jayshree,
    Agressive number it is.. Rajendrabhai sung well too in lyrics of Manojbhai..
    War Regards,
    Rajesh Vyas
    Chennai

  8. જાણે યુગો પછી આ રચના સાંભળી… ભૂલી જવાયેલું કોઈ સપનું આવીને ફરી આંખને અડ્યું હોય એમ લાગ્યું…

    સાંભળી સાંભળીને ઘસાઈ ગયેલી આ કેસેટની ઑડિયો સીડી કદી મળી જ નહીં…

    આભાર!

  9. રાજેન્દ્રભાઈ ને અભિનન્દન….૧૩ તારિખે જરુર જૈશુ….અગઊ થિ આમન્ત્રન બદલ આભાર……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *