વસંતનું પદ – મણિલાલ હ. પટેલ

(ઊડી ગયેલું જંગલ લઈને પંખી ડાળે આવ્યાં…..Bharatpur Bird Sanctuary)

કુંજડીઓ થૈ બોલે છે પડછાયા
વહી ગયેલા પાછા કોના ઘરમાં આવ્યા ?….

કોણ ક્યારનું હળથી મારી પડતર માટી ખેડે ?
અડધું ઊગે અંકુર થઈને પડધું પૂગે શેઢે
ખેતરને ભીંજવતી આજે ટહુકે કોની છાયા ?
કુંજડીઓ થઈ બોલે છે પડછાયા….

ઝાકળ જેવી આંખો ખોલી શેઢે સસલું બોલે
આંબા ઉપર ફૂટે મંજરી સીમ ચઢી છે ઝોલે
ફૂલ ફૂલમાં આભ ઊતર્યું સૂરજ થઈ છે કાયા
કુંજડીઓ થઈ બોલે છે પડછાયા….

ઊડી ગયેલું જંગલ લઈને પંખી ડાળે આવ્યાં
વહી ગયેલા દિવસો પાછા સૂના ઘરમાં લાવ્યાં –
કુંજડીઓ થઈ બોલે છે પડછાયા.

– મણિલાલ હ. પટેલ

12 replies on “વસંતનું પદ – મણિલાલ હ. પટેલ”

  1. ખુબ સરસ રચના.ભરત વિન્ઝુડા સથે હું મારો સુર પુરાવું છુ.

    પાદ પુર્તિ કરવાનું મન થાય એવો ફાંકડો ખલિપો વરતાયછે.સૌ કવિઓને ઇજન છે…

  2. Trija antara ma aek pankti khute chhe
    aapnu to badhu chale.aem gani ne kavi e
    kadach lakhi pan na hoy !

    Padachhaya sathe aavya chale ?

  3. બહાર હિમ વરસે અને હુ વસન્તનુ પદ વાચુ ,મજા આવી ,અમેરિકાથી
    નીલેશ

  4. સરસ ગીતો મોકલવા બદલ આપનો આભાર માનુ છુ.
    ગુણવન્ત જાની
    અમદાવાદ.

  5. પ્રિય આમિત અને જયશ્રી,
    બહુ મઝાની કવિતા,એના શબ્દોમાં કોઇ બીજો પણ અર્થ નીકળતો હોય તૅવું લાગે હ્એ.જોકે હું થોડૉ જ સમજી શકી ચ્હ્હું.
    મા

  6. જયશ્રીબેન,
    વસંતનું પદ – મણિલાલ હ. પટેલ નું આજનું કાવ્ય ગામડે જઈ માણેલા મઘુર દિવસોની યાદ તાજી કરનારું ગીત ઘણું જ સુન્દર છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *