સ્વર : આરતી મુન્શી
.
તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! ….. તારી બાંકી રે…..
તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !….. તારી બાંકી રે…..
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
Dear Jayshree, the link is not displaying. Can’t listen to this.
Thanks a lot mam
Its very nice mem thanks for that
ખુ…બ.. જ… ગમ્યુ !!!!
its was very memorable days to attend her latcure.
એક મને ગમતો આભનો ચાન્દલોને બીજો ગમતો તુ..
No other words can express these feelings..
વાહ જ્યશ્રિબહેન વાહ તમરા આ લોકગિતે મને મારુ બાળપણ ની યાદ અપાવી
[…] તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે https://tahuko.com/?p=792 […]
really liked to hear this song after long time. wicket
શાન્તા ભકત
સવાર સવાર મા આ રાસ સાભળવા મા આવ્યો. મન ખુસ થઈ ગયુ. સ્કુલમા હતિ ત્યારે આ રાસમા ભાગ લિધો હતો. તે દિવસ યાદ આવ્યો. ખુબજ ગમ્યુ
Getting to listen to this song is like hitting a million dollar Jackpot. Thank u very much.
Really it gives me pleasure of my Navratri days.
please keep it
from SOHINI A SHAH UMRETHWALA
બૌજ સરસ ગેીત ચે !! I have always loved it…unfortunately i dont have it..
Thanks for sharing..!!