હિંદમાતાને સંબોધન – ‘કાન્ત’

સૌ વાચક-શ્રોતા મિત્રોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… કાલે પોસ્ટ કરેલા રિંછ-સિંહ વાળા ગીતની જેમ આ નીચેનું ગીત પણ શાળામાં ખૂબ લલકાર્યું છે..! દેશભક્તિના ગુજરાતી ગીતો યાદ કરવાના હોય તો આ કદાચ સૌથી પહેલું યાદ આવે..!! (કોઇ પાસે આનો ઓડિયો હોય તો મને વધુ માહિતી આપશો?)

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

9 replies on “હિંદમાતાને સંબોધન – ‘કાન્ત’”

  1. aa geet shree rasikbhai bhojak dwara swarbaddh karayu hatu ane aakaashvani ahmedabad par emna j avaj ma raju thatu hatu

  2. This rastra geet telling us we are ll equal. Can we call person we don’t know and try to meet him and get acquanted. It is tough to do. Isn’t it. Specially when terrorisam threat is to our country. If any one can make diffeence is us and we got time and resources.

  3. નિશાળની યાદો તાજી કરાવી….
    આ રચનાનો છંદ ઈકબાલના ‘સારે જહાં સે અચ્છા…’ વાળો જ છે એટલે એ ઢાળમાં પણ ગાઈ શકાશે.

    सारे जहाँ से अच्छा हिन्दुस्तां हमारा
    हम बुल बुलें हैं इसकी ये गुलिस्ताँ हमारा

    गुरबत में हो अगर हम रहता है दिल वतन में
    समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा

    पर्वत वो सब से ऊँचा हम साया आसमाँ का
    वो संतरी हमारा वो पासबाँ हमारा

    गोदी में खेलती हैं इस की हजारों नदियाँ
    गुलशन है जिन के दम से रश्क -ऐ -जनाँ हमारा

    ऐ आब -ऐ -रूद -ऐ -गंगा वो दिन है याद तुझ को
    उतरा तेरे किनारे जब कारवाँ हमारा

    मज़हब नहीं सिखाता आपस में बैर रखना
    हिन्दी हैं हम वतन है हिन्दुस्तां हमारा

    यूनान -ओ -मिस्र -ओ -रोमा सब मिट गए जहाँ से
    अब तक मगर है बाकी नाम -ओ -निशाँ हमारा

    कुछ बात है की हस्ती मिटती नहीं हमारी
    सदियों रहा है दुश्मन दौर -ऐ -ज़मां हमारा

    ‘इकबाल’ कोई महरम अपना नहीं जहाँ में
    मालूम क्या किसी को दर्द -ऐ -निहां हमारा

    इकबाल

    गुरबत = परदेस
    पासबाँ = चौकीदार
    रश्क -ऐ -जनाँ = स्वर्ग की इर्ष्या
    यूनान = ग्रीक, मिस्र = इजिप्त, रोमा = रोमन साम्राज्य
    महरम =आत्मीय
    दर्द -ऐ -निहां = छुपा हुआ -अंदरूनी दर्द

    http://avataran.blogspot.com/2010/01/blog-post_25.html

  4. આતો મારુ નાનપનનુ ગિત્…!!! મારા બાલપનનિ યાદ આવિ ગૈ…અમે મોતે મોતેથિ ગાતાહતા .એ દિવસો યાદ અપાવ્યા બદલ ખુબ્…ખુબ્.આભાર.

  5. Excellent Selection. Really meaningful !

    “Bless us all…Bharatmata”

    Jai Hind : Jai Hind : Jai Hind

  6. જૂની જૂની યાદો આવી ગઈ…. વાહ વાહ….

    I really liked the tune with which sang this in our school assemblies. It was very catchy, very melodious, easy to sing-not too high, nopt too low. રાગડા તાણીને ગાવાની મઝા આવે એવી ધૂન હતી/છે.
    અને પાછા multiple વર્ગૉના વિદ્યાર્થીઓ ગાતા, જેથી આખો hall ગુંજી ઊઠતો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *