તું મારો વર ને હું તારી વહુ – અવિનાશ વ્યાસ

સ્વર : ગીતા રોય
સંગીત : અવિનાશ વ્યાસ

(Happy Anniversary….Romilla & Vishal Patel)

.

ઓ રંગ રસિયા કહે ને
હું તારી શું છઉં
તું મારો વર ને હું તારી વહુ

નથી થવું મારે રાજાની રાણી
મારે મન આટલું બહુ
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….

બની તારા ઘરની રાણી
ઘૂંઘટડો તાણી હું પનઘટ
પાણી ભરવા જઈશ રે

તુજને ભાળી નૈના ઢાળી
મારા એ આવ્યા, એ આવ્યા
એવું કહીશ રે

છાનું રે છપનું સપનું સરજું
તને કહું કહું ને રહી જઉં
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….

પૂરણપોળી ઘીમાં ઝબોળી
તને જનની જેમ જમાડીશ

થઈ નટખટ નારી
લ્યો પાનસુપારી,
કહી સંગે રંગ રમાડીશ

તારા મન ઉપવનની કોયલ થઈ
તને ટહુકી ટહુકી કહું
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….
————-

આભાર : mavjibhai.com

19 replies on “તું મારો વર ને હું તારી વહુ – અવિનાશ વ્યાસ”

  1. ખુબ સરસ ગિત બહુ ગમ્યુ મજ પડી પત્નીને પણ સંભળાવી, ખૂબ ખૂબ આભાર ટહુકાનો.

    સુધિર અને દક્ષા ટાટમીયા

  2. Dear Smt. Jayshreeben and Shree Amitbhai,

    Thank you for sending this Song with karnapriya voice of Geeta roy and composed and music by Shree Avinash Vyas.

    I remember my college life. This was very old song but love to listen and make me fresh too.

    From Shrenik R. Dalal

  3. નથી થવું મારે રાજાની રાણી
    મારે મન આટલું બહુ
    કે હું તારી વહુ

    બહુ જ સરસ ગીત રચના છે…

    લલીત મારૂ

    મુંબઇ

  4. મજા પડી….સુન્દર સ્વર્….

    ..ઓ રંગ રસિયા કહે ને
    હું તારી શું છઉં…

  5. મે આ ગીત સાઁભળ્યુ નથી પણ વાઁચવાની, પઠન કરવાની મજા પડી, મારી પત્નીને પણ સંભળાવી, ખૂબ ખૂબ આભાર ટહુકાનો.
    નીલેશ – નેહા જાની

  6. પેલું રમેશ ગુપ્તા(?)નું ગુજરાતી ફિલ્મી ડ્યુએટ ફની-ગીત યાદ આવી ગયું…

    “હું તારી વહુ થઈ”
    “બા ને કઈ દઈશ”

    🙂

  7. Dear jayshree n amit,
    Soooooooooooo sweet of u!I hope some one we know visit the site n recognize Vishal n Romi.The Var N Vahu seems to have had quite a good time at the trip.So this year they some unusual gifts for their Wedding anni.A holiday n a song on ur website .We would like to see more n more such appropriate gifts coming our way.
    Thank u
    love mummy

  8. Wow Jayshree !!!!
    Something superb after a very long time…
    Outstanding traditional voice of Gita Roy in tune of Avinash Vyas..
    Gr8 Keep it up !!!
    Warm Regards
    RAJESH VYAS
    CHENNAI

  9. તને ટહુકી ટહુકી કહું
    કે હું તારી વહુ……ટહુકમા ટહુકો મળ્યો! કેવી મજા આવી.

  10. ગિતાદત્તના સ્વરમા ગુજરાતિ ગિત સાન્મ્હલવાનિ બહુ મઝા પદિ.ગિત અપ્રતિમ…!!!!

  11. અવિનાશભાઈની સર્જકતાની ખુબી આ ગીતમાં બહુ જ સુંદર રીતે પ્રગટ થાય છે. લગભગ ૧૦૦ ટકા નવપરીણિત યુગલો આ ગીતને પોતાની લાગણી પ્રદર્શિત કરતું કહી શકે! સાચો કવિ એજ કે જે બીજાની લાગણીઓ બહુ સચોટ રીતે પ્રદર્શિત કરી શકે!

    ડિનેશ ઓ.શાહ, ડી.ડી.યુ., નડિયાદ, ગુજરાત, ભારત

  12. Dear Jayshreeben and Amitbhai,

    I remember my college life. With my eyes closed while listening this this song I feel as if my beloved wife sadhana is singing for me to make me smile and happy when I become sad.

    Of course it is very nice song sung by Geeta Roy with music of Avinash vyas.

    Thanks for including this song in your tahooko.com and reminding my old but Golden Days.

    From Shrenik R. Dalal

    ( writer of Book ‘ kalam Uthave Awaz ‘)

    shrenikdalal@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *