સૌને ૨૦૧૦ ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. નવુ વર્ષ સૌને માટે (અને આ અમેરિકાની ઇકોનોમી માટે) ખુશીઓ અને સમૃધ્ધિ લાવે એવી પ્રભુપ્રાર્થના… 🙂
અને નવા વર્ષની શરૂઆત કરીએ મેહુલ સુરતીના આ મઝાના ગુજરાતગીત સાથે…!!
સંગીત : મેહુલ સુરતી
સ્વર : પાર્થિવ ગોહિલ
ગુજરાત તને અભિનંદન
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.
વેદકાળથી વહે નિરંતર જ્ઞાનભકિતની ધારા,
દશે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહીં ન્યારા,
તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન,
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.
ધરતીકંપમાં ઉભો રહયો તું, સાવ અડીખમ માણસ,
દુષ્કાળોની દારુણ ક્ષણમાં, સતત ધબકતો માણસ
સરળ-સહજ થઇ સંતાડયું તેં આંસુભીનું ક્રંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.
કોમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે,
ગરબે અંબા રમતી
દેશવિદેશ વેબસાઇટમાં
વિસ્તરતી ગુજરાતી / ગુજરાતી વિસ્તરતી
સમૂહજીવનમાં સૌની સાથે, વ્હેંચે કેવાં સ્પંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.’
સ્વર્ણિમ સંકલ્પો જાગ્યા છે,
જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય
બોલે હર ગુજરાતી. દેશ અને દુનિયાને ખૂણે
કરીએ મળીને વંદન
-ભાગ્યેશ જહા
. ખૂબ સરસ. ગુજરાતનો ઝબકાર ઝીલતું ગીત.
અભિનંદન.
ગુજરાત્ નો અવિરત પ્રેમસ્ત્રોત હમેશા વહેતો રહે.
સ્વર સન્ગેીત શબ્દમા મધુર અવાજે ગુજરાતનેી જ્યોત્ ને પ્રજ્વલિત કરનાર સૌને સલામ્.
જય જય ગરવિ ગુજરાત્.
જય જય ગર્વિ ગુજરાત ખરેખર ખુબ જ સરસ
જય જય ગરવિ ગુજરાત્.
સ્વર સન્ગિત્ નો સુલય સમન્વય્.
વાહ્…વાહ્….ક્યા બાત હે.
ખુબ સરસ…. ભાગ્યેશ સર … નુતન સ્વર્ણિમ વર્ષનો સ્વર્ણિમ ઉપહાર … સુંદર શબ્દ રચના, સંગીત અને ગાયકી પણ…
વેદકાળથી વહે નિરંતર જ્ઞાનભકિતની ધારા,
દશે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહીં ન્યારા,
તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન,
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.
મને ગુજરાતી હોવાનુ ગોરવ છે. આભાર ભાગ્યેશસર,જયશ્રી દિદિ તથા મેહુલભાઈ
પાર્થિવભાઈ…..
Excellent and congrate to every participant in the song.
My best wishes to all swarnim Gujarati members.
Bye….
Congratulations to all who is associated with this song. Was really lucky to be part of swarnim gujarat jayanti,representing Japan. It was really once in a healthy life time experiance. Just one request can u upload “Yashgatha gujaratni-swarna akshare lakhashe kavio”. Ruwanda ubha thai jay tevu geet chhe. Not sung by Manna de but on swarnim gujarat celebration day parthiv and others had sung that with a loud music. Fantastic…..
ખૂબ જ સુંદર શબ્દ રચના, સંગીત અને ગાયકી. તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન તથા આવી સુંદર રચના ગુજરાતને અર્પણ કરવા બદલ તે સૌનો તેમજ જયશ્રી તથા અમિતનો આભાર માનવાનું પણ કેમ ભૂલાય?
આપણે સૌ સાથે મળીને ગુજરાતના સમતોલ વિકાસ માટે અથાગ પરિશ્રમ કરીએ તો જ સ્વર્ણિમ ગુજરાતની સંકલ્પના સાકાર થાય અને આપણી માભોમનું ઋણ ચૂક્તે થઇ શકે, ખરું ને, મિત્રો? તો આવો, સ્વર્ણિમ ગુજરાત માટે દરેક જણ ઓછામાં ઓછો એક સ્વર્ણિમ સંકલ્પ લઇએ જે માત્ર અને માત્ર આપણા ગુજરાતની પ્રગતિને સમર્પિત હોય.
સુન્દર રાચના સ્વર અને સંગીતનો સમન્વય ને અભિનન્દન હોયજ.સ્વર્ણિમ વર્ષનિ સ્વર્ણિમ ગીતને
અભિનન્દન.
ચારુ જ્હા
નુતન સ્વર્ણિમ વર્ષનિ સુન્દર કવિનિ કાલ્પ્નાને અભિનન્દન સરસ કવિતા સંગીતનો સમન્વય તેમજ્ અતિસુન્દર ગૌરવગીત આપવા બદલ ભાગ્યેશ જ્હા ને અભિનન્દન.
દર્શન મહારાજા
સુન્દર રચના સ્વર અને સંગીત નો સમન્વય ને તો અભિનન્દન હોયજ.સ્વર્ણિમ વર્ષનિ સ્વર્ણિમ કવિતા ને
અભિનન્દન.
આપણા ગુજરાત તને અભિનંદન
CONGRATULATION TO BHAGYESHBHAI JHA FROM BHAGYESH MUKUNDRAY PANDIT ( MALAWI )
ખૂબ મજા આવી.આભાર.
Excellent sir,
Great Parthiv and Mehulbhai.
પપ્પા ધ ગ્રેટ…અને મેહુલભાઈ હોય એટ્લે કૈ કેવાય જ નૈ…અને પાર્થિવભાઇ ને ખાસ ખાસ અભિનન્દન્..
ખુબ સરસ રચના..
This song is very good. I like it alot. Congrats and Thank you for making this song. Jay Gujarati
ગુજરાત તને અભિનંદન
અભિનંદન ભાગ્યેશભાઈ !
ખૂબ ખૂબ અભિનનદન્
સ્વર્ણિમ ગુજરાતના પ્રથમ દિવસે આ રચના પ્રસ્ત્રુત કરી ગુજરાતીઓનુ ગોરવ વધાર્યુ છે.
વાહ ઘણિ જ ભાવ પ્રધાન રચના .
અભીનન્દન
ખુબ જ સુંદર શબ્દો-અનોખું સંગીત-ધમાલ સ્વર..સોને પે સુહાગા..૨૦૧૦ ની સુંદર શરુઆત થઇ..આભાર જયશ્રીબેન..
I think the music needs to be original if you are paying homage to the greatest place on the Earth. I felt like listening to Gujarati-fied version of Rahman’s song from Pukar(Naujawano).
જયશ્રીબેન, નૂતન વર્ષ ના ખુબ ખુબ અભિનદન.
ભાગ્યેશ જહા નો બરોદા પ્રેમ ચ્હ્હલ્કિ અવ્યો ..આ કોલમમા
લખવા બદલ ખુબ ખુબ આભાર.
શક્ય હોઇ તો ભાગ્યેશ જ્હા સર નો મઐલ ઇદઆઆ પ્સો
Many many thaks.
જયશ્રીબેન, નૂતન વર્ષ ના ખુબ ખુબ અભિનદન.
Thank you for sharing this awesome piece. ભાગ્યેશ જહા ના અતિશુંદર ગૌરવગીત ને મેહુલભાઇએ અત્યંત vibrant music આપ્યુ છે! અને પછી પાર્થિવ ગોહિલનો સ્વર…કમાલ! નવા વર્ષનો આરંભ ઘણો સરસ થયો.
પ્રશાંત
જયશ્રીબેન,
નૂતનવર્ષાભિનન્દન! ઘણો ઘણો આભાર! મેહુલ સુરતીએ ભાગ્યેશ જહાના ગૌરવગિતને બહુ vibrant musical composition આપ્યુ છે…અફલાતુન!
નવા વર્ષના ખૂબખૂબ આભિનંદન!!! ખૂબજ સુંદર ગીત માણવા મળ્યું! ભાગ્યેશભાઈનૉ વડોદરા સાથેનો અને ગુજરાત સાથેનો નાતૉ અતૂટ છે એમાં કોઇ શંકા નથી!કાવ્યની દરેક પન્ક્તિમાં ઍમનૉ ગુજરાત માટેનો પ્રૅમ છલકાય છે!!!! ફરીથી એક્વાર ખૂબ ખૂબ અભિનંદન.
અભિનન્દન ભગ્યેશ જ્હ. ખુબ ખુબ સરસ ભવ્ન ચ્હે.મેહુલ ને પન અભિનન્દન્
વેદકાળથી વહે નિરંતર જ્ઞાનભકિતની ધારા,
ધરતીકંપમાં ઉભો રહયો તું, સાવ અડીખમ માણસ,
દુષ્કાળોની દારુણ ક્ષણમાં, સતત ધબકતો માણસ
કેવુ મહાન છે આ ગુજરાતનુ ગૌરવ! સુન્દેર, ઘણુજ ગમ્યુ.
નવા વર્ષના શુભારમ્ભે આવી અણમોલ ભેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ટહુકોના સહુ મિત્રોને નવા વર્ષના વધામણા
hey this is gud for the beginning of a wonderful new year, keep it up jayshreeben, happy new year to u & the entire tahuko family….
I LOVE THIS
HAPPY 2010 TO ALL TAHUKO LISTENERS
THANK YOU JAISHREEBEN
સુંદર ગીત…
નુતન વર્ષ ના પ્રથમ દિને , ગુજરાત તને અભિનંદન -સાંભળવા મળ્યુ,
જયશ્રિબેન, આપનો ખુબ ખુબ આભાર.
રંજન શાહ
નવલા વર્ષ 2010ના ખુબ ખુબ અભીનન્દન…
Wishing you all Happy New Year …
Thanks for nice song…i have enjoyed this in Saudi Arabia…on day start…
..made me VIBRANT…
Jayshree ben,
What a great surprise. As i type this message, it is still half an hour for US to leave the decade behind, and enter into 2010, and i get to listen to Bhagyesh bhai’s poetry…and in the melodious voice of Parthiv Gohil…
What is unique in his poem is the depiction of reality.. Gujarati and Gujarat.. thats a true mix of modernity and traditional values. It is a unique sangam of entrepreneurship and sanskruti… that is time tested across civilizations- that which constitutes values.
Indeed Gujarat tane abhinandan…
abhinandan… Bhagyesh bhai…abhinandan
જયશ્રીબેન,
ખુબ ખુબ અભિનદન. ગુજરાત તને અભિનંદન -ભાગ્યેશ જહા લિખિત, સંગીત : મેહુલ સુરતી, સ્વર : પાર્થિવ ગોહિલ નવા વર્ષના પ્રથમ દિવસે આપેલ ભેટ બદલ.
મેહુલભાઈએ આર. રહેમાન સ્ટાઈલનું ખુબ જ સુંદર સંગીત આપી ગીતમાં જમાવટ કરી છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.