લયસ્તરો પર યાદગાર ગીતો શ્રેણીમાં આ ગીત મુકવાનું હતું, ત્યારે પહેલીવાર સાંભળ્યું. અને thanks to wordpress technical problem, આખા દિવસમાં ૧૦-૧૨ વાર આ ગીત સાંભળવું પડ્યું – music file play થાય છે કે નહીં એ જોવા માટે આમ તો એક ક્લિક કરીને બંધ કરી શકાય… પણ જેટલીવાર ક્લિક કર્યું – આખું ગીત સાંભળ્યું! પણ ગીત એટલું તો ગમી ગયું, કે બીજા ૧૦-૧૨ વાર બસ એમ જ સાંભળ્યાં જ કર્યું.. વિવેકે કહ્યું તેમ – આ કાવ્ય વાંચો, સમજો તો ખ્યાલ આવે કે ગુજરાતી કવિતા શી ચીજ છે? !!
(નિખિલનો એક રંગ … Lone Cypress, 17 Mile Drive, CA)
સંગીત : અજીત શેઠ
સ્વર : ?
સ્વર : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર
.
સ્વર : હરિશ્ચંદ્ર જોશી
આલબમ : સંગત
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી
સંગીત : સુરેશ જોશી
.
નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.
કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.
– રાજેન્દ્ર શાહ
————
(લયસ્તરો પર ‘યાદગાર ગીતો’ શ્રેણીમાં આ ગીતની સાથેની ધવલભાઇની પ્રસ્તાવના અહીં એમના જ શબ્દોમાં..!)
કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે. પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !
(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)
અદ્ભુત…….ગુજરાતી ભાપાવૈભવની સાથે સ્વરની વિવિધતાથી સભર કર્ણપ્રિય ગીત….
હરિહરન નો જ સ્વર! બિજુ કોઇ નહિ ઃ-)
સંગીત ભવન ટ્રસ્ટ ના બધાજ આલ્બમ્સ ના સોંગ મુકશો તો આનંદ થાશે.એ વખત ના અવિનાશભાઈ ના અને અજીત શેઠ ના ગીતો માં જે પ્રોફેશનલ ટચ હતો તે અદભૂત અને કમાલ નો હતો ,અત્યાર ના નવ યુવાન સંગીતકારો ને શીખવા મળે ,પ્રેરણા મળે એવા તત્વો તેમાં પડેલા છે.
કવિ શ્રી રાજેન્દ્ર શાહ ના “નિરુદ્દેશે” આલ્બમ ના -અહો સુંદર શરદ ની રાત્રી,કોઈ ના બીજું બોલે,ચાંદા શુકર બોમનશાલી (માછીમાર ગીત )
કવિ શ્રી ઉમાશંકર જોશી નું “ગીત અમે ગોત્યું ગોત્યું”આલ્બમ ના -આજ મારું મન માને ના ,ક્યાં છે કવિતા
કવિ નર્મદ ના – ભારત નહિ નહિ વિંધ્ય હિમાચલ,ગુજરાત મોરી મોરી
આ બધા ખુબજ સરસ ગીતો છે
આપણી અનુકુળતાએ અહી મુકશો તો આપણો આભારી થઈશ…
સ્વર ઃ હરિહરન
લગભગ ૨૦ વર્ષ પહેલા સાન્ભળેલુ આ ગીત સામ્ભળવા મન આતુર હતુ.આપણા સાહિત્યનો અણમોલ ખજાનો સાચવી રાખવા બદલ આભાર.
પંકજ ઠાકર
આ સુન્દર અવાજ પ્રખ્યાત ગાયક હરિહરનનો. Ajit Sheth did a great service to Gujarati Kavya-Sangeet (I believe..) in ’80s to compose many memorable songs written by Jagdish Joshi, Ravji Patel, Manilal Desai, Rajendra Shah, Ramesh Parekh, Umashankar Joshi, Madhav Ramanuj, Manoj Khanderia,… sung by Hariharan, Bhupinder, Kavita Krishnamurthy, etc. Jayashriben – (I hav enot checked for these songs on Tahuko yet but..) Please post these* when available. I wish CDs are available of these master-pieces.
*Saraki Jaye pal (Hariharan)
* Mane Aapo Uchhinu Sukh Thodu (Bhupinder)
* Dharo Ke Ek Saanj Aapne Malyaa (Bhupinder)
* Mane Sukka Kadamb Nu E Pandadu Kahe (Kavita K?)
* Aho Sundar Sharad Ni Ratri (Hariharan)
* Geet Ame Gotyu Gotyu No Toye (chorus)
* Ame Re Tilak Raja Ram Na (Hariharan)
* Aayna Ni Jem Hunto Ubhi Ti Chup (Arti Mukherji?)
* Ochinta Vaayra Na Hillole Koi Vaare (Hariharan)
Thanks.
સાદ્યંત સુંદર રચના… મારા વિચાર તો જયશ્રીએ ઉપર જણાવી જ દીધા છે…
કવિ શ્રી રાજેન્દ્ર શાહની સુંદર રચના અને મધુર અવાજમા સ્વરાંકન.
આભાર.
Rajendra shah nee ootam rachana.aa akha album ma badha j geeto khub saras chhe.album noo naam Nirudeshe j chhe.thanks
સરસ ગીત અને સરસ ગાયકી ગુજરાતી ભાષાની સમૃધ્ધિની જાણ થાય છે, કવિશ્રીને અભિનદન અને તમારો આભાર…..
ઉપર નુ ચિત્ર જોઇને નવઐ થૈ.આ જગ્યા નિ મુલાકત કરિ હતિ.
સરસ ગિત્.બન્ગલિ,દક્શિન અને ગુજરાત નો સન્ગમ્.
Swar: Hariharan and Sangeet Bhavan Coral Group.
This is the first song in the album having same name, released by Sangeet Bhavan Trust, Mumbai.
i have a recording of this song, sung by kaumudiben, its superb..if some one help me in converting the same from casset to ..digitally , which can be sent to you for tahuko.
i am based at baroda.
this is from collection of my father, late jitubhai kothari.
gautam
હરિહરન………mehul apane banne mare tya sambhalta hata.
સ્વર તો ભુપેન્દ્ર સિન્ઘ જેવો લાગે છે.
વાહ્.. ગુજ્રરાતી સાહિત્યની એક અતિ સુન્દર રચના….!!!
વાહ્..
જયશ્રી, સ્વર હરિહરન નો છે. આ જ આલ્બમ માં બીજા ગીતો પણ ખૂબ સરસ છે. મારા ખ્યાલ થી આ આલ્બમ નું નામ જ ‘નિરુદ્દેશે’ છે. આ ગીત ઘણા વખતે સાંભળ્યુ. ખૂબ ખૂબ આભાર!
રવિન્દ્રસઁગીતની છાઁટવાળુઁ નિરુદ્દેશે ભ્રમણ ને અવશેષે હુઁ જ ની અનુભૂતિ અદ્ભૂત્. કવિશ્રી રાજેન્દ્ર શાહની રચન અચાનક સાઁભળવા મળી તેથી ખૂબ આનઁદ થયો.આભાર