સૂર-સંવાદ (આરાધનાબેન)એ લીધેલી મુલાકાત દરમ્યાન તુષારભાઈએ સંભળાવ્યું હતું.. એ એમનું ગીત..
તુષારભાઇનું પેલું સૌનું જાણીતું – માનીતું ગીત.. ‘દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? એમ, પૂછીને થાય નહીં પ્રેમ…! – એ ગીત એક પુરુષની અભિવ્યક્તિ છે..! એ જ પ્રતિકો લઇને, એક સ્ત્રીના ભાવોને ઉજાગર કરતું આ ગીત કવિતા પોતાના અવાજમાં સાંભળવાનો એક અનોખો લ્હાવો છે.
( તું જ મોજું થઈ મળવાને આવ ને ! …. Fort Bragg – California, August 2008 )
* * * * * * *
પેલી મોજાંએ ભીંજવેલી રેતી, સજન ! મને કાનમાં એ એટલું કહેતી, સજન…
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’
રોજ ભીંજાતી રેત થાય કોરીધાકોર, રોજ ભીંજવતાં મોજાં પણ નવ્વાનક્કોર,
એક તરસે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
હું તરસું, તું વ્હાલપ વરસાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
કોરી રેતીને ભીંજવતા મોજાં સમો પ્રેમ વર્ષો વિતે ને તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ, કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
તારા હૈયાને તું પણ સમજાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!
-તુષાર શુક્લ
કોઇ બાધે નહિ કોઇ ને આ સાચો સગથ્
superb……love it…….
shabdo no jo TAJ MAHAL hoy to aa kruti chhe, tushar shukla e SHAHJAHAAN chhe, salaam chhe emni MUMTAAZ ne jene aatlo utkat prem mallyo.
ઋઑજ્ ભિન્જાય તોય રેત કોરિ
અને મોજા ઉપર મોજા અવ્યા કરે તોય નવા નવ્વા નક્કોરચ્હે
શુ અભિવ્યક્તિ !
I am honoured..There is a tradition in old gujaraati garabaa to write a JODNI RACHANA..this one is a JOD of the previous one..!i am happy to know that you liked it. Thanks.
એક સ્ત્રિ ના મન નુ સાચુ નિરુપન
it’s very very good
Dear,Tusharbhai tamara jeva ‘kalakar’ thi ‘Gujarati geet-sangeet sachavaya che.thanks
માનીતા કવિની મનપસઁદ રચના.હાલ તારી હથેળીને….. માણી રહી છુ ત્યારે જ આ ગીત સાભળવા મળ્યુઁ.આભાર્.
While every generation has their poets, to be born and be alive at the time of such great Gujarati poetry … I feel so very lucky … waah … thank you for such a beautiful poem and wonderful expressions Tusharbhai…thank you Tahuko for bringing that to common people like us – living far away from Gujarat. Grateful.
ENJOY!!!
તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!
Nice!!!
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’
કોરી રેતીને ભીંજવતા મોજાં સમો પ્રેમ ….વર્ષો વિતે ને…. તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને…. એ સાચો સંગાથ, ………”કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !”
તુષારભાઈ સલામ…સ્ત્રીના ભાવોને તમે ખુબજ સુન્દર રીતે વ્યક્ત કર્યુ છે..
એક પુરુષની અભિવ્યક્તિ ને ભીજવ્યુ છે.‘દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? એમ, પૂછીને થાય નહીં પ્રેમ…! –
તુષારભાઈની ખાસ રેશમી સ્ટાઈલમાં જવાબી ગીત માણવું ગમે એવું છે.
વાહ… પોતાની જ કવિતાનો કવિએ પોતે જ આપેલો ઉત્તર પણ એવો જ ધ્યાનાર્હ થયો છે… આનંદ થયો માણીને…
શ્રી તષાર શુક્લને અભિનદન, આપનો આભાર,એમની જ રચનાના પ્રતીઉત્તરના સંદર્ભે સરસ રચના અને તે પણ કવિશ્રીના સ્વમુખે, ખુબ આનદ થયો….
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન !
તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
you have to find varieties of signals for communicating your desires !!!!!!
That’s Great !!!
એક તરસે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ, કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
વાહ… અદભૂત પ્રેમ ની અનોખી અભિવ્યક્તિ…મઝા આવી ગઈ…
‘મુકેશ’
અતિસુદર—-
હુ તો કોરપ ઓઢીને તને ખીજવુ,સજન્——–
ભીજાવાની મજા જ ઓર છ્
One of the best poet,lyricist,song writter all rolled into one!.Beuty of his creations is that it is always set to wonderfull music.Like wine his work will increase and appriciate in value with time.He also anchors musical performances very well.What he says sometimes goes beyond the charm of the song that follows!If possible,I would request those audio commentaries too.-himanshu.
વાહ્..વાહ્. bueatuiful symbolism, and imaginary…! Enjoyed it.