આપણા ગુજરાતમાં તો વસંત ઋતુ ક્યારની આવી ને ગઇ… પણ આ વખતે અહીં અમેરિકામાં મોડી મોડી હજુ હમણા જ વસંત આવી છે. ( જો કે મારા કેલિફોર્નિયામાં તો એ પણ કંઇ એટલું જણાતુ નથી. ) વસંતની પધરામણીનું એક ખુબ જ સુંદર ગીત આવતી કાલે… પણ આજે વાંચીયે જયંત પાઠકની આ કવિતા. લાગે છે કે આવા જ કોઇ પ્રેમીની ફરિયાદ ઉપરવાળાએ સાંભળી લીધી હશે 🙂
પણ હા, એક વાત જરૂર કહીશ… નાની અમથી, પણ તરત જ ગમી જાય એવી સુંદર કવિતા.
આવતી રોકો વસંતને
મારે આંગણિયે ફુલડાંના ફાલ
લાવતી રોકો વસંતને
એ તો આંગણને આંબલિયે ટહુકો કરે,
અહીં એકલડું ઉર મારું હીબકાં ભરે.
કોઇ હેતસૂના હૈયાની ડાળ
હલાવતી રોકો વસંતને.
શાને શીળો સમીર બની અંગે અડે !
મારા ઝૂરતા જીવન સાથ રંગે ચડે !
એની વેણુંમાં વેદનાનું વ્હાલ
વહાવતી રોકો વસંતને.
વસંતમાં ય ડંખે છે દિલની વેરાની ,
કદાચ એ કંટકોની અસર હશે.
વિરહના દિન છે મને પસંદ,
કોઇ તો આવતી રોકો વસંત.
હેતસૂના હૅયાની ડાળ….
સુંદર કાવ્ય
Touched my heart but it at once reminds me of the geet:
‘Koi kahejo vasant kera vaira ne
dheere aavi vehni na phool gunthi jai,
mara odhnia oudi oudi jai.’
અહીં યુરોપમા તો વસંતે એના સામ્રાજયનો કારોભાર ઉનાળાને
સોંપી નિવરુતી લઈ લીધી છે.
ચાંદસૂરજ
સુંદર ગીત… આવતી, લાવતી, વહાવતી નો પ્રાસ એટલી પ્રવાહિતાથી બેસી ગયો છે કે આખી કવિતા એક હવાની લહેરખીની જેમ કોષ-કોષમાં ફરી વળે છે…
એની વેણુંમાં વેદનાનું વ્હાલ
વહાવતી રોકો વસંતને.
bauj saaras panktio kandari chee…