ગઝલ – આદિલ મન્સૂરી

surprised

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

15 replies on “ગઝલ – આદિલ મન્સૂરી”

  1. એક્ષેલ્લેન્ત બોસ્સ
    ઇત્સ રેઅલ્લ્ય હેઅર્ત તોઉચિન્ગ

  2. સરસ રજુઆત….,
    પ્રેમ નિ કોઇ દિવસ કિમત થાય નહિ,તે દુર થિ કે નજદિક થિ સમજાય નહિ.
    પ્રેમ ના દરિયા મા ઉતરો તો થાય અહેસાસ,કિનારે રહિ ને કંઇ હૈયુ ભિજાય નહિ.
    -પકંજ [ પરિમલ ]

  3. મને ગમે સાવરિયો રે માો હુ તોખોબો મગુને દય્દે દરિયો

  4. નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
    ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

    -આ વાંચીને મને આ શેર યાદ આવ્યો:

    જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
    પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.
    અને-

    નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
    અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

    – આ શેર વાંચતા જ આ શેર યાદ આવ્યો:

    ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર જોર થી,
    હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.

  5. nice one !!

    રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
    હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

  6. એક સુન્દર ગઝલ!
    જમાનાએ એવા એવા આઘાતો આપ્યા છે કે હવે જીરવાતા નથી, નથી કોઇને કહી શકતો કે નથી ચૂપ રહી શકતો. પરિસ્થિતિએ મને એવો દિવાનો બનાવી દીધો છે કે હવે હું મારી જાતને પણ ઓળખી શકતો નથી. આગળ વધવું મુશ્કેલ છે, તો પાછા જવું અશક્ય છે. જાણે મધદરિયે આવીને ઉભો છું, બચવાની કોઇ આશા નથી, છતાં ય જીવી રહ્યો છું. હવે એ ક્ષણને નિવારી શકાય એમ નથી, જ્યારે પરિસ્થિતિ બેકાબૂ બની જશે, જે એક કહાની બની તવારિખ બની જશે. પ્રસ્તુત ગઝલનો બરાબર આ જ મિજાજ એક જૂદા જ અંદાઝમાં–

    કહેવાય નહીં કે સહેવાય નહીં,
    આંખો મળી ચાર ને દર્દ એવું ઉપડ્યું
    કે રહેવાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *