ઘેલી વસંત આવી રે… – નીનુ મઝુમદાર

પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો,
વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,
ને છુટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજે
ડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે

ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદીના સ્વરમાં આ શબ્દો સાથે જ્યારે આ ગીત શરુ થાય છે, ત્યારે કોઇ પણ ઋતુમાં વસંતનું વાતાવરણ ઉભુ કરી દે છે. જેટલીવાર સાંભળો, એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવું સુંદર ગીત.

કોઇ ગીત તમને એના શબ્દોને લીધે ગમી જાય, કોઇ એના સંગીત કે પછી કોઇ ગાયકીને લીધે. પણ આ ગીત માટે એક વાત જરૂર કહીશ, આટલીવાર સાંભળવા છતાં હું એ નક્કી નથી કરી શકી કે મને આ ત્રણમાંથી સૌથી વધુ શું ગમી ગયું !

શબ્દોની જ વાત કરું, તો આ ગીતની દરેકે દરેક કડીમાં કવિએ વસંતને એવી અલગ અલગ ઉપમાઓ આપી છે કે કવિની કલ્પનાને સલામ કર્યે જ છુટકો. પછી એ કરિયાવરના લીલા પટોળા હોય, ભીક્ષા માંગતા ભમરાનો ગુન ગુન કરતો એકતારો, કે રાત-દિવસનો ગરબો. વસંતનો ઉત્સવ ઉજવતા માનસપટલ પર દરેક કડી એક અલગ જ ચિત્ર ઉભું કરી દે…. આનંદકેરી લહેરે આપણે પણ ઝુમી ઉઠીયે…..

Semi-classical જેને કહી શકાય, એવું આ ગીતનું સંગીત પણ એટલું જ કર્ણપ્રિય છે. રાગનું નામ તો નથી ખબર, પણ ગાવાનું મન થઇ જાય એટલો સરસ રાગ છે ગીતનો, અને આખા ગીતમાં વાગતા તબલા અને ખંજરી ખાસ ધ્યાન ખેંચે છે. ‘નાચે છે નટરાજ નચાવી…. આ કડી પછી જે ફક્ત તબલા વાગે છે, એ સાંભળીને તો જાણે આપણને નાચવાનું મન થઇ જાય…

અને ઉદય મઝુમદાર – રેખા ત્રિવેદીની જોડીનો કંઠ પણ એટલું જ ધ્યાન આકર્ષે છે. બે ગાયકો વચ્ચે જયારે આવો સરસ તાલ-મેલ ( આ ગુજરાતી શબ્દ છે ? ) હોય, ત્યારે એક Duet ગીતની મજા જ નીરાળી હોય છે.

ગીત – સંગીત : નીનુ મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી

.

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…

17 replies on “ઘેલી વસંત આવી રે… – નીનુ મઝુમદાર”

  1. નિનુભાઈ મઝુમદાર, ઍક વીદ્વાન ગુજરાતી સર્જક.

  2. hello jayshri

    i have been looking for song call shanedo re shanedo lal lal
    shanedo if you have got this please let me know were i can
    find it

    thanks in advance and keep up good work

  3. this song is discribing VASANT in a words,that its very diffcult to express your feelings to say how excellent lyrics and music and wonderful singers what a combination!!!!!!

  4. what an excellent combination of lyrics,music and able voices !!!!!
    even if you try hard you can’t judge what’s best in the song !
    so enjoy every inch of song !!!!

  5. શબ્દોની જ વાત કરું, તો આ ગીતની દરેકે દરેક કડીમાં કવિએ વસંતને એવી અલગ અલગ ઉપમાઓ આપી છે કે કવિની કલ્પનાને સલામ કર્યે જ છુટકો

  6. ઘના ગિતો પ્લયેઅર પેર ક્લિક કરવા છતા વાગતુ નથિ.please મને યોગય સુચન આપસો.

  7. Kharekahar vasant aavi re…maza padi gai. anand.. anand karavi de tevu adbhoot sangeet chhe.
    Here in Canada feels Good after six months loooong winter…barf j baraf this time extreme cold winter weather
    Thanks

  8. બ્ધ સમ્ભલ્નર્ને ઘેલા બનાવિિ દે એવુન સન્ગિત અને ભાશા અદ્ભુત લાગે

  9. અતિ સુન્દર ! જવાબ નથિ. Wow! What a beautiful geet! and Music is incredible! Absolutely Great!
    Thank You.

  10. ઘેલી વસંત મનડાંને પણ એનું કેવું ઘેલું લગાડે છે!
    ખરતાં પાનખરના સુવર્ણ પર્ણો પર આલેખાયેલી પ્ર્કરુતિની
    પ્રાર્થનાના પ્ર્તયુત્ર રુપે એ વસંતસેના ઊતરી આવે છે.એની
    સાથે રંગો અને ભાવોની કેવી છોળ ઊડાડતી લાવે છે!
    ચાંદસૂરજ.

  11. શબ્દો, સ્વર અને સંગીતનો સુંદર સમન્વય ધરાવતું ગીત સાંભળીને સો સો સલામ સહુને.. નીનુભાઈ,ઉદય,રેખા અને જયશ્રી સહિત. અદભૂત આનંદ આપી ગયું આ ગીત.
    આભાર

  12. વેર્યાં ફુલડાં અપરંપાર
    ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
    સુંદર ગીત!
    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *