અબોલા – પ્રહલાદ પારેખ

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !

આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં તુજ નેન

અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?

8 replies on “અબોલા – પ્રહલાદ પારેખ”

  1. આટલા અબોલા પછી આવો સવાલ, કહો
    કેમ કરી ઊતરવું પાનું?
    મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
    ખોલીએ તો બોલવાનું બ્હાનું !
    પ્રિયા અબોલા પણ લે અને પ્રેમીની વિરહ વેદનાને પણ એટલીજ સમજી શકે છે!

  2. પ્રિયાની આંખના આંસુ ક્યો પ્રેમી સાંખી શકે??

    અબોલા કેટલા ટકે??????

  3. પ્રિયજનનાં અબોલાની ગાંઠ તો પ્રેમનાં એક જ ટહુકાથી ખુલી જાય એવી સરકણી હોય છે… એને ખોલવી હોય તો બહુ મહેનત પણ ક્યાં કરવી પડે છે?! પરંતુ હા, એ પણ એટલું જ સાચું છે કે… જો અબોલા વધુ સમય રહે છે તો એ ગાંઠ કો’કવાર સમયની સાથે વધુ ને વધુ એવી તો મજબૂત થતી જાય છે કે પછી એનાં પર પ્રેમનાં કોઇ પણ ટહુકા કે શબ્દોની પણ ભાગ્યે જ અસર થતી હોય છે!

  4. જે ગાંઠ વાળતા હોય છે, તે જ અબોલા રાખતા હોય છે.
    જે મુક્ત મનના હોય છે તે બીજાને સમજવા કોશીશ કરતા હોય છે.

  5. સ્વમાની પ્રેમીનું એક સુન્દર ગીત,
    કહેવાનું મન થાય છેઃ
    ખાળ્યા ના ખળે કદી અંતરના વ્હેણ,
    યાદ રાખજે એક મારા અંતરનું કહેણ.
    આંસું મારાં તોડશે તુજ મનની ગાંઠ,
    ને હોઠ તારા કરશે તુજ મનની વાત.

  6. અબોલા નામ છે પણ કેટલું કહી જાય છે

    સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *