આજથી લગભગ ૨ વર્ષ પહેલા ભગવતીકાકાને જ્યારે મળવાનું થયેલું, ત્યારે એમણે ‘ટહુકો’ ને આશિર્વાદ આપતા કહ્યું હતું કે કવિના શબ્દો જ્યારે કવિના પોતાના અવાજમાં રજૂ થાય, એનો પણ પોતાનો મહિમા છે…! ‘આલાખાચર’ ને રમેશ પારેખના અવાજમાં સાંભળવાની એક ઓર જ મજા છે – જે બીજા કોઇનો અવાજ ન જ આપી શકે..!
તો આજે – ભવગતીકાકાની જ એક ઘણી જાણીતી ગઝલ – એમના પોતાના અવાજમાં.. આશા છે કે તમને ગમશે..!
.
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.
લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.
ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.
જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
– ભગવતીકુમાર શર્મા
મને ખબર સે કે આપ મહાન કવિ ચ્હો ,મનેતો આ માનવાનુ સદ્ભભાગ્ય પ્રાપ્ત થયુ સે.આભાર.
tame kaho chho sher chhe,hu swikaru chhu,samaj atali nathi ke tene kavya kahu k koi biji rachana kahu.pan dilane lobhave chhe,jeevanani aarasima dhundhlu thayelu bija apisodnu drashya tadrsha thhaya chhe.majanu chhe.
ghadvaiya mare thakorji nathi thavu આ ગિત્/ભજન મારે જોઇએ ચ્ચઍ. અહિ તે આપશો?
bhagvatibhai ni gazal varso pahela gai hati vali samuhma badha ne gavdavi panhati. mne bahu game tevi gazal che.
rama jadav 14 ;5 ;12 u k
વાહ !! વાહ !! કેટલા સરસ શબ્દો !!!!
ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.
લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે……
जिंदगी चलते-चलते अचानक ठहर सी जाती है,
तब देखता हूं अपनी ही आंखों में उदासी है।
जिन आंखों में डूबकर लिखता था किस्सा मुहब्बत का,
उन आंखों के कतरों की उदासी भी तो प्यासी है।
બહુ જ સરસ ગઝલ ઉર્મિઓ જગાવેી ગઈ. મને પન કોઇનિ યાદ અવેી ગઈ. ખુબ રોમેન્તિક ગઝલ્
I am big fan of Sharmaji since I was a teenage, and read lot of his work, but first time heard his voice, what pleasure it is only my heart knows. Thank you Jayshreeben for posting it. Lovely poem.
ઉદાસી અને સાઁજ- અલગ પાડવા અઘરુઁ છે,પણ ડૂસકે ચઢેલી સાઁજનો ,ઝરુખે ચડેલી પ્રતિક્ષાનો, ભીઁતે ચઢેલી મધુમાલતીનો કેફ પાઁપણોને જળવત કરી ગયો.સુઁદર ગઝલ કવિના પોતાના કઁઠે મહેકાવી ગઈ.
ખુબ જ સરસ ગઝલ..અભિનંદન
નામ છે તમારુ હૈયે પણ શબ્દો તમારા હોઠે નથિ…….
a ” param saraswat” had been honoured.we all are proud of him. it is a treat to listen to a shudhh bhashak.i had an honour to work on his great novel: asurylok.well,have you listen his gazal:tamaara vina aa sanjh na vite…?it is composed by late rasiklal bhojak of all india radio and sung by bhupindersingh and mitaliji.i was a sakshi of that production, an experimental one in those days. rasikbhaicreated drama..in music..with sound effects of a coffee cup, a sweet soft laughter…all in a musical composition..bhupiji played guitar out of love and respect for rasikbhai. a production quite ahead of its time..a melodious duet..
Tusharbhai, I would like to listen to the gazal you have mentioned – “Tamaaraa vinaa aa saanjh naa vite..”
Please let me know the name of the album. Thank you!
બહુજ સુન્દર ગઝલ
આનન્દ થયો
સુંદર ગઝલ…
આખી ગઝલ પહેલી જ વાર વાંચી… આભાર…
વાહ કવિ ! વાહ તમારુઁ કાવ્યપઠન !
બહું જ સુંદર્.. ગઝલ …. મારી મનપસંદ ગઝલ …
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
ઉપર ની પંક્તિનો મરમ એને જ સમજાય કે જેને કોઇ સાંજે કોઇની દિલથી પ્રતિક્ષા કરી હોય્…..
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
વાહ !! વાહ !! કેટલા સરસ શબ્દો !!!! “ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે” …….
Hi Jayshree !!!
What should i say hmmmmm ??? Just outstanding it is…
I just love your TAHUKO !!!!
Warm Regards
Rajesh Vyas
Chennai
ખુબ સરસ ગઝલ એ પણ કવિના સ્વરે.
વિપુલ આચાર્ય્
Good one.
આજે જુનાગઢમા ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ પુજ્ય મોરારી બાપુના હસ્તે જેમને મળી રહ્યો છે, એ નરસિન્હ મહેતા અવોર્ડથી વિભુષિત થયેલા અને ગુજરાતી સાહિત્ય પરિષદના વરાયેલા કવિશ્રી ભગવતીકુમાર શર્માને અમારા અભિનદન અને અમે સુરતના વતની હોવાને નાતે ગૌરવની લાગણી અનુભવીએ છે,અને એ જ દિવસે યોગનુયોગ, એમની જ સ્વપઠન કરેલી કદાચ એમની પ્રિય રચના અમારા સુધી લઈ આવવા બદલ આપનો આભાર……
વાહ સુંદર.હુઈ શામ ઉનકા ખયાલ આ ગયા….
સપના
વાહ !સરસ છે…
બહુજ સુન્દર ગઝલ મઝા આવી ગયી ભીત પર મધૂમાલતી વાળી વાત …
ખુબ આનન્દ થયો
very nice RACHANA. Thanks .
સરસ કવિતા છે અને ગાયું છે પણ સારું. મજા આવી.
આમ તો આ રચના એસ વી. પર એપ્રિલ ૦૪ 2009 ના દિવસે આવેલી, ત્યાર બાદ પીન્કીબેને બે વખત એમના બ્લોગ પર મૂકેલી,એક વખત શ્રી. ભગવતીના પોતાના હેન્ડરાઇટીંગમાં. હિનાબેન પારેખે એમના બ્લોગ પર સેપ્ટેમ્બર ૨૧ ના દિવસે મૂકલી. પણ આજે એમના પોતાના સ્વરમાં તમે મૂકી એનો આનંદ છે. આ રચના હંસાબેન દવેએ ગાયેલી છે. એ પણ મૂકી હોત તો વધારે આનંદ થાત.
વાહ! પુલકિત થયો.
આભાર!