આજે હરીન્દ્ર દવેની આ રચના ફરી એકવાર.. એક નવા સ્વર સાથે.
સ્વરાંકન – પરેશ ભટ્ટ
સ્વર – મેધા યાજ્ઞિક
———————–
Posted on: July 15, 2009
આજે ફરી એક કૃષ્ણગીત.. હરીન્દ્ર દવેના શબ્દો અને પરેશ ભટ્ટનું સ્વરાંકન, એમના જ અવાજમાં..! ગઇકાલે સુરતમાં પરેશ ભટ્ટની સ્મૃતિમાં એક કાર્યક્રમ યોજાયો. એનું રેકોર્ડિંગ મળે તો ચોક્કસ આપના સુધી પહોંચાડીશ. ત્યાં સુધી આ અને પરેશ ભટ્ટના બીજા મજાના સ્વરાંકનોની મઝા માણીએ.
સ્વર – સંગીત : પરેશ ભટ્ટ
.
રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો ક્હાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?
એક તો વૃંદાવન કેડી
ને કેડી પર ઉગ્યા કદંમ્બ કેરા ઝાડ
હળવો હડસેલો લાગે લહેરીને
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ
સમજું સૈયર તમે ઘરભેગી થાઓ
હવે ભુલી હું ભાન કેમ શોધું?
ઉડતા વિહંગ કેરા ટહુકા વણાયા હશે
વહેતી હવાની કોઇ લહેરમાં
ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે
હવે સમજાવો કેમ જવું ફેરમાં
યમુનાના વ્હેણનું તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું?
– હરીન્દ્ર દવે
આકાશવાણી મુંબઇ પર થી પ્રસારિત ગીતની બંદીશ જ શ્રેષ્ઠ છે. જે અહીં મુકવી જ જોઈએ. શબ્દોને સારી રીતે સંગીતમાં ઉજાગર કરવા હોય તો…..
આ ઉપર ચર્ચા મા મઝ આવિ
ચિત્ર તેમજ ગીત બન્ને સરસ્—–
હરિન્દ્રભાઈનિ રચના ખુબજ સુન્દર સે.શબ્દના સ્રુન્ગાર સજિને આવેલ આ ગિત પન્ક્તિઓ મન મસ્તિક પર કૈ કેતલિઆ સર મુકિ જાય સે.ઘનિ વાર એવુ લાગેકે એક કે બે વારનુ સામ્ભલવાનુ પ્રયત્નનિ ઉનપ લાગે.
hu jyare nano hato tyare, vocal music na class ma aa geet ame bahu vaar gayu chhe, sri arvind nivas vadodara ma.
આન્ખે થી કાજળ બે ગાલે જઈ બેઠુ, કાન કુવર ઓચ્હા હતા કાળા,
કોઈ જઈને જશોદા ને કહોરે………
ને મને ગમતું ભજન યાદ આવ્યું…
યમુનાજળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા, હળવે હાથે અન્ગો લુછી લાડ લડાવું શામળા…
Thank you very much for sharing it…….. કદાચ ગુજરાતી સુગમ સંગીત આવા જ સ્વરાંકનો અને ગીતો ના કારણે જ સૌ ગુજરાતીઓ ના દિલમા જિવતુ રહેશે….. Thanks to Mr. Paresh Bhatt for giving such a brilliant composition…..
શ્રીક્રષ્ણમાં બહાવરી રાધા ને માતા યશોદાજીના ગીતો ખુબ વ્હાલા છે…ને તેથીયે વધુ વ્હાલા ક્રષ્ણ..અને આ ગીત તો ઘણુ જ સરસ છે…વર્ગમાં શીખેલા ગીત ને ગોખેલી કવિતા વર્ષો પછી પાછી “ટહુકા”પર વાંચવા મળે છે ખુશીની વાત છે…આભાર..શ્રી.chintan સરસ ને સુન્દર લખ્યું છે
કાનુડા ને બાન્ધ્યો ચ્હે હીર ના દોરે,
બાળુડા ને બાન્ધ્યો ચ્હે હીર ના દોરે,
માથે થી મોરપીચ્હ હેઠે સર્યુ ને સરી, હાથે થી મોગરા ની માળા,
આન્ખે થી કાજળ બે ગાલે જઈ બેઠુ, કાન કુવર ઓચ્હા હતા કાળા,
કોઈ જઈને જશોદા ને કહોરે………
ને મને ગમતું ભજન યાદ આવ્યું…
યમુનાજળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા, હળવે હાથે અન્ગો લુછી લાડ લડાવું શામળા…
ખુબજ સરસ ગીત
બેનજી ,
આપ નો ખુબ ખુબ આભાર.અહીં અમેરિકા માં બેઠા બેઠા રાજકોટ ના મારા માળિયા માં પુરાયેલી
પરેશ ભટ્ટ ની બે કેસેટ -live રેકોર્ડીંગ -ને હું ઝંખતો હતો -એમાંના બીજા ગીતો ”મારું જીવન એજ
મારી વાણી ”તથા ”એક વાર યમુના માં આવ્યુતું પુર ”તથા ”વાંસ ના વન થકી વાતો પવન”
વગેરે સંભાળવા ગમશે-બધાને–ફરી આભાર -ડો સેદાની
ઘણું જ સુંદર ગીત અને સ્વરાંકન પણ અદભૂત!!! પરેશ ભટ્ટનાં શ્રેષ્ઠ સ્વરાંકન માનું એક! અમે આ અમારા સંગીત વર્ગમાં શીખ્યા છીએ!!!આભાર જયશ્રીબેનનૉ!
Very apprpriate to words and same way vihvahal voice and singing ..in voice of paresh Bhai..I enjoyed this krishna Geet though it is third on same day..very good..i like it..the way paresh Bhai sings..it..Thanks for all..
અરે આ ગીત ની પહેલી ચાર લીટી વાચી ને શ્રી દવે નુ જ એક સુન્દર ગીત યાદ આવી ગયુ,
કાનુડા ને બાન્ધ્યો ચ્હે હીર ના દોરે,
બાળુડા ને બાન્ધ્યો ચ્હે હીર ના દોરે,
માથે થી મોરપીચ્હ હેઠે સર્યુ ને સરી, હાથે થી મોગરા ની માળા,
આન્ખે થી કાજળ બે ગાલે જઈ બેઠુ, કાન કુવર ઓચ્હા હતા કાળા,
કોઈ જઈને જશોદા ને કહોરે…….
ચિત્ર સરસ ,અલબત્ત ગીત પણ!!
Wah !! Wah !!
Radha ni lat ni Laherati Kaala se, Khovayo Kaan kem sodhu….
Shu sabdo chhe !!! Ek Kampan !!!
Aabhar…
RAJESH VYAS
ગીતના ન છપાયેલ શબ્દો….
” સમજુ સૈયર તમે ઘરભેગી થઓ
ક્યાંક ભૂલી હું ભાન ,કેમ શોધું ?…
ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે
જરા સમજાવો કેમ જવું ફેરમાં ?…
આ ગીત હરીન્દ્ર દવેનું જ લખેલું છે.
કાનજીભાઈ દેસાઈ સમાજ શિક્ષણ ભવન, સુરત ખાતે ગઈકાલે યોજાયેલ “પરેશ સ્વર સ્મૃતિ પર્વ”ની વીડિયો/ઑડિયો સીડી ટહુકો.કોમ માટે મળશે એવી ખાતરી એમના ભગિની શ્રીમતિ ધર્મિષ્ઠાબેન ભટ્ટે પોતે આપી છે…
હરીન્દ્રભાઈનું આ ગીત, સ્વરાંકન અને ઘેઘૂર ગાયકી ગમ્યા…
ખુબ જ સરસ. આપ નો ખુબ ખુબ આભાર
કવિતાની સાથે શ્રી હરીન્દ્રભાઈની “માધવ ક્યાય નથી” યાદ આવી ગઈ, આપનો આભાર….. સુરતનો હોવાથી રેકોડિન્ગ મળે તો જાણ કરજો, આભારી થઈશ.
ખુબ સુન્દર…!
સરસ કૃષ્ણગીત છે.
જ્યશ્રિબેન્,
હરિન્દ્ર દવે નિ રચના નિહલિ આતિ આનદ થયો. આપ્નિ સેવા આદભુત , આભર્
નવિન્
Dear Jayshreeben,
Radhani Lat– Poet is not Harindra Dave but Bhasker Vora.
with regards,
Kanubhai suchak