****
સ્વર : બિહાગ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત
.
સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?
જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને?
સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત
સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત
વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, હોં ને !
હું છું ત્યાં સુધી તો સાદ છે, પરંતુ હું નહીં હોઉં ત્યારે શું થાશે?
પર્વત વળોટી એ આ બાજુ આવશે, તો આવીને કયું ગીત ગાશે?
હું નહીં હોઉં ત્યારે કોણ એને કહેશે કે, આ મારું ગીત મને દ્યો ને !
– રમેશ પારેખ (કુમાર – ઓક્ટોબર ૧૯૯૩)
હું સાદ પાડીને કહું છું કે અદભુત કાવ્યની અદભુત એવી સંગીત રચના… હરિશ્ચંદ્રભાઈ એ પિયાનો અને કષ્ટ તરંગ નો શું સુંદર ઉપયોગ કર્યો છે.
બિહાગ જોશી ને પહેલી વખત સાંભળ્યા…. અવાજમાં ખરજ ખૂબ છે.
Jwalantbhai, ધન્ય ધન્ય થઈ ગયો…
ઓડિયો સીડી ક્યાં મળે?
સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત
સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત
વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, હોં ને !
વાહ ખુબ સુન્દર…જીવન જો કરશે આવા સવાલો તો જવાબો મા આ ગીત હશે!!!
પારેખને પારખવા ને પામવા અઘરી વાત છે.રમેશ રમે ગીતોમાં ને ભમે પર્વતો.નદીઓ ને રણોમાં.
”
સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?
જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને?”
મઝા આવી ગઇ.
ક્લિક કર્યા રમેશ પારેખને પ્રગટ થયા ચન્દ્રકાન્ત,ઃસ્વજન થઇ આંગણે આવો” આમ કેમ?
ખુબ જ મજા આવી સરસ રચના.
સુંદર ગીત.