મોકલું છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું... Fort Bragg, Nov 2008

એ ભલે લાગે છે અક્ષર મોકલું છું,
ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.

તું સ્વયમ ઝળહળ છે જાણું છું છતાંયે,
કોડિયું મારું આ થરથર મોકલું છું

થઈ ગયું મોડું પડ્યું જન્મોનું છેટું,
તો ય લાગે છે સમયસર મોકલું છું.

હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે એ,
તેં કદી દોર્યું’તું એ ઘર મોકલું છું.

નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,
છે બધાથી પર એ ભીતર મોકલું છું.

તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,
એ જ હા, હા એ જ અવસર મોકલું છું.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

15 replies on “મોકલું છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

  1. રાજેશ્ભાઈ ટ્મારી લગભગ બથિજ રચનાઓ મા ગજબનિ શબ્દ જોડણિ સાથે સિધા વિસ્યના અન્તિમ શુધિ પોહચાડિ વાચકના કોડિયામા ધિ પુરિ જિવનદિવાને વધુ પ્રકાશિત કરવાનુ અધરુ કામ સરસ રિતે પાર પાડી દો ચ્હો,

  2. બહુધન્યવદ ;બહુ જ સરસ , અભિનન્દન , આ વાત અને અએને રજુવત , બહુ જ સરસ , સબ્દો નથે આ કવ્યા ના ………..દિલના દ્વાર ને ……………..સપર્સ કરિ જાય ……………………

  3. ..તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,
    …..એ જ અવસર મોકલું છું…

  4. નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,
    છે બધાથી પર એ ભીતર મોકલું છું.
    ખુબ સરસ….

  5. તેં સતત ઝંખ્યો ને હું ઉજવી નાશક્યો.. એ જ હા , એજ અવસર મોકલું છું….

  6. એ ભલે લાગે છે અક્ષર મોકલું છું,
    ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.

    “ભીના વરસાદ ની ખુશ્બુ મોકલું છું
    આંખો તો ખોલો તમને વાછટ મોકલું છું
    ખીલી રહયાછે મસ્ત મસ્ત આપણી દોસ્તી ના પુષ્પો
    લો છલકાતો ખોબો ભરી ને તમને
    મારી યાદ મોકલું છું !
    વરસાદ ની સાથે વરસી છે થીજી ગયેલા બરફ ની કહાની
    બરફ તો શું તમને ઝીણા ઝીણા ફોરા મોકલું છું !
    અમે ક્યાં કહ્યું હતું કે અમારા જ થઇ ને રહેજો ,
    જાવ હવે હું તો બસ તમને મારી હવા માં ઝૂમતી દોસ્તી મોકલું છું !
    અમને તો લાગી છે લાગણી બસ તમને મળવાની ,
    જો લાગે તરસ તો કેહ્જો મારી સાથે મારી વ્હાલપ ની સુવાસ મોકલું છું !”

  7. સરસ ગઝલ…..કવિશ્રીને અભિનદન……….આપનો આભાર………..

  8. હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે એ,
    તેં કદી દોર્યું’તું એ ઘર મોકલું છું….
    શ્રી રાજેશભાઈ સુન્દર લખે છે..બહુ ગમી આ ગઝલ..
    તુ સ્વયમ ઝળહળ છે જાણું છું છતાંયે,
    કોડિયું મારું આ થરથર મોકલું છું.
    બહોત ખુબ …ફુલ તુમ્હે ભેજા હૈ ખતમે ફુલ નહિં મેરા દિલ હૈ…
    શબ્દ સ્વર અને ફુલ ની બનેલ કવિતા જ અર્પણ ને તર્પણ…કેમકે તેજ છે મારૂ દર્પણ…

  9. ખુબ જ સરસ ગઝલ…
    આભાર સહ
    રાજેશ વ્યાસ
    ચેન્નૈ

  10. સરસ રચના..
    નામ જાતી ધર્મ તો આ દેહને છે,
    છે બધાથી પર એ ભીતર મોક્લુ છુ.
    આખી રચના જ સરસ અને સુન્દર છે.
    સરસ.

  11. બહુ સરસ ગઝલ એક વિનન્તિ છે મને “રાધા શામ રમે ગોકુલમા રાસ” તે ગીત શોધીને મોકલી શક્સો

  12. રજેસ ભાઈ આહ કરઈ દિધુ. આન્ખ ભિનિ થઈ ગઈ

  13. નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,
    છે બધાથી પર એ ભીતર મોકલું છું.

    ખુબ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *